Chandrayaan 3 : ચંદ્રયાન 3 લેન્ડિંગ બાદ રોવર પૃથ્વી પર કેવી રીતે મોકલશે ડાટા? ચંદ્ર પર ભારતના નિશાન છોડશે પ્રજ્ઞાન, જાણો બધું જ

chandrayaan 3 live : ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિક પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલા ડાટાનું વિશ્લેષણ કરશે. અત્યારે પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની અંદર બંધ છે. વિક્રમ લેન્ડરની સફળ લેન્ડિંગના 4 કલાક બાદ પ્રજ્ઞાન રોવર બહાર કાઢવામાં આવશે.

Written by Ankit Patel
Updated : August 22, 2023 14:08 IST
Chandrayaan 3 : ચંદ્રયાન 3 લેન્ડિંગ બાદ રોવર પૃથ્વી પર કેવી રીતે મોકલશે ડાટા? ચંદ્ર પર ભારતના નિશાન છોડશે પ્રજ્ઞાન, જાણો બધું જ
ચંદ્રયાન 3 ચંદ્રની ધરતી પર - photo - ISRO

chandrayaan 3 live updates : ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર માત્ર 25 કિલોમીટર દૂર છે. 23 ઓગસ્ટ એટલે કે કાલે સાંજે 6.4 વાગ્યે ચંદ્રની દક્ષિણી ધ્રૂવની પાસે સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે. ચંદ્રયાન 3ની સફળતા માટે આખો દેશ કામના કરી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ માટે પૂજા અર્ચનાની સાથે હવન પણ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન 3ના લેન્ડિંગ બાદ દેશને સંબોધિત કરશે.

લેન્ડિંગ બાદ આવી રીતે મોકલશે ડાટા

ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિક પ્રજ્ઞાન રોવર દ્વારા મોકલવામાં આવેલા ડાટાનું વિશ્લેષણ કરશે. અત્યારે પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની અંદર બંધ છે. વિક્રમ લેન્ડરની સફળ લેન્ડિંગના 4 કલાક બાદ પ્રજ્ઞાન રોવર બહાર કાઢવામાં આવશે. પજ્ઞાન રોવરમાં લાગેલા આધુનિક સેન્સર ઈસરો પાસે ચંદ્ર સાથે જોડાયેલી જરૂરી જાણકારી મોકલશે. પ્રજ્ઞાન રોવર એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી કામ કરવા માટે સક્ષમ છે.

લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરની એક સાઇડ પેનલ ખુલી જશે. આની અંદરથી પ્રજ્ઞાન રોવર એક રેંપની મદદથી બહાર નીકળીને આવશે. પ્રજ્ઞાન રોવરમાં 6 વ્હીલ લાગેલા છે. આ રોવરના છેલ્લા બે પૈડામાં ઇસરો અને દેશનું રાષ્ટ્રીય ચિન્હ અંકિત છે. પ્રજ્ઞાન રોવર જ્યારે ચંદ્રની સપાટી પર ચાલશે તો ભારત અને ઇસરોનું નિશાન છોડશે. પ્રજ્ઞાન રોવર ચાંદની સપાટી પર 1 સેમી પ્રતિ સેકંડની ગતિથી ભ્રમણ કરશે. પ્રજ્ઞાન રોવરમાં લાગેલું સેન્સર ચંદ્રમાં વાયુ મંડળના ડાટા એકત્ર કરી ઇસરોને મોકલશે.

કેવી રીતે એકત્રિત થશે ડાટા

વિક્રમ લેન્ડરમાં લાગેલા ત્રણ પેલોડ ચંદ્રની સપાટીના પ્લાઝ્માના ઘનત્વને માપશે. આ સાથે જ આ ચંદ્રની સપાટીની તાપીય ગુણોને માપશે. લેન્ડિંગ સ્થળની સાથે આસપાસ ભૂકંપ સંબંધિત જાણકારી એકત્ર કરશે. આ ઉપરાંત ચંદ્રના પરતની સંરચનાનું મેપિંગ કરશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું કામ કરવા માટે ઉર્જા ઓલર એનર્જીથી મળશે. પ્રજ્ઞાન રોવર લેન્ડરની સાથે સંચાર કરી શકે છે. જ્યારે વિક્રમ લેન્ડર આ ડાટાને સીધા પૃથ્વી પર મોકલશે.

4 ફેસમાં થશે લેન્ડિંગ

ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વની નજર ચદ્રયાન 3 પર છે. રશિયાનું લુના 25 મૂન મિશન નિષ્ફળ ગયું છે ત્યારે ઇસરો નું ચંદ્રયાન 3 અંતિમ પડાવ પર છે. બુધવારે સાંજે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ કરનાર છે. 23 ઓગસ્ટ સાંજે 6 વાગે 4 મિનિટ પર ચંદ્રયાન 3 ચંદ્ર ની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ઇસરો આ માટે લાઇવ અપડેટ માટે લાઇવ પ્રસારણ કરવાનું છે. ઇસરો વેબસાઇટ અને યૂટ્યૂટ પર સીધું પ્રસારણ જોઇ શકાશે.

ચંદ્રયાન 3 લેન્ડિંગ માટે આખરી 15 મિનિટ મહત્વની છે. ઇસરો દ્વારા વર્ષ 2019 માં મોકલાયેલ ચંદ્રયાન 2 છેલ્લી 15 મિનિટ માં નિષ્ફળ ગયું હતું. જેનું ધ્યાન રાખતાં ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા આ વખતે વધુ તકેદારી રાખવામાં આવી છે. ઇસરોના વડા એસ સોમનાથે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ચંદ્રયાન 3 હાલમાં 90 ડિગ્રી ઝુકેલું છે. પરંતુ લેન્ડિંગ પહેલા એણે પૂર્વવત થવું પડશે અને આખરી 15 મિનિટ પડકારજનક છે. જે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. ચંદ્રયાન 2 ને પણ આ છેલ્લી ઘડીઓમાં જ પડકારનો સામનો કરવો પડ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ