Chandrayaan-3 Mission : 40 દિવસની સફર પુરી કર્યા પછી ચંદ્રયાન 3 પોતાના નિર્ધારિત લક્ષ્યથી થોડુક દૂર છે. ચંદ્રયાન 3 સાંજે 6 કલાકને 4 મિનિટ પર ચન્દ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરશે. ચંદ્રયાન 3 ના લેન્ડરમાં 4 પેલોડ્સ છે. તેમનું કામ ચાંદની સપાટી પર ઘણા પ્રયોગ કરવાનું છે. તે ચંદ્ર પર પાણી શોધવાની સાથે ખનીજ અને માણસ માટે જરૂરી ગેસની ઉપસ્થિતિ વિશે પણ માહિતી મેળવશે. ચંદ્રયાન 3 ને ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવવા માટે ઇસરોએ વિક્રમ લેન્ડરમાં જરૂરી કમાન્ડ આપી દીધા છે.
ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી લગભગ 4 કલાક પછી વિક્રમ લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે. પ્રજ્ઞાન રોવર ચન્દ્રમાની સપાટી પર પાણીની શોધ પણ કરશે. આ સિવાય તેમાં લાગેલા પેલોડ્સ ચાંદની મેપિંગ સિવાય અન્ય પ્રયોગ પણ કરશે. પ્રજ્ઞાન રોવરનું વજન લગભગ 26 કિલો છે. તેમાં 6 પૈડા લાગેલા છે. તેના પાછળના બે પૈડા પર ઇસરોનો લોગો અને ભારતનો તિરંગો છે. જેમ-જેમ ચાંદની સપાટી પર આગળ વધશે તે નિશાન ચન્દ્રની સપાટી પર છોડતું જશે.
વિક્રમ અને પ્રજ્ઞાન ખેંચશે એકબીજાની તસવીર
વિક્રમ લેન્ડરની સફળ લેન્ડિંગ પછી લેન્ડરમાં લાગેલું આધુનિક કમ્યુનિકેટર પ્રજ્ઞાન રોવરથી સંપર્ક કરશે. વિક્રમ લેન્ડરની અંદરથી એક રૈંપ નીકળશે, જેની મદદથી પ્રજ્ઞાન રોવર ચન્દ્રમાની સપાટી પર ઉતરશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર ખેંચશે અને પ્રજ્ઞાન પણ વિક્રમ લેન્ડરની તસવીર લેશે અને પૃથ્વી પર મોકલશે.
આ પણ વાંચો – ચંદ્રયાન અને અન્ય મૂન મિશન વિશે આ પાંચ બાબતો ચોક્કસ જાણવી જોઈએ
લેન્ડિંગ પછી ચાર પેલોડ્સ લેશે ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરશે
ચન્દ્રની સપાટી પર ઉતર્યા પછી વિક્રમ લેન્ડરમાં લાગેલા ચાર પેલોડ્સ ચાંદની સપાટી પર નિરીક્ષણ કરશે. તેમાં રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપરસેંસિટિવ આયનોસ્ફીયર એન્ડ એટમોસ્ફિયર એટલે કે રંભા ચાંદની સપાટી પર સુરજથી નીકળનારા પ્લાઝ્મા કણોના ધનત્વ, માત્રા અને ફેરફારની તપાસ કરશે. આ સિવાય ચાસ્ટે ચાંદની સપાટી પર ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. જ્યારે ઇલ્સા લેન્ડિંગ સાઇટની આસપાસ ચાંદ પર ભૂકંપનું માપ કરશે. આ સિવાય લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે ચન્દ્રમાના ડાયનેમિક્સને સમજવાનો પ્રયત્ન કરશે.