Chandrayaan 3 moon mission landing latest updates : ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ઈસરો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આજે સાંજે 6.4 વાગ્યા પર ચંદ્રયાન 3 ચાંદના દક્ષિણી ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આવું કરનાર ભારત પહેલો દેશ બની જશે. 14 જુલાઈએ ચંદ્રયાન 3 લોન્ચ થયા બાદ ચંદ્રની સપાટી ઉપર ઉતરવા પર 41 દિવસનો સમય લાગ્યો છે. આ પહેલા ચીન, અમેરિકા અને રશિયા માત્ર 4 દિવસોમાં જ પોતાનું મિશન પુરુ કરી ચૂક્યા છે. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર સીધા ન પહોંચતા ચંદ્ર અને પૃથ્વીની કક્ષાઓના ચક્કર લગાવતા આગળ વધ્યું હતું. ભારત પહેલો દેશ છે જેણે આવી ટેકનિકનો ઉપયોગ કર્યો છે.
કેમ કરવામાં આવ્યો આ ટેક્નિકનો ઉપયોગ
ભારતે પોતાના મીન મિશનને ઠીક એવી ટેક્નિકનો ઉપયોગ કર્યો જેવો મંગળ મિશન દરમિયા કર્યો હતો. જોકે, બીજા દેશ અત્યાર સુધી ચંદ્ર પર સીધા પહોંચ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ ચંદ્ર પર સીધા જવાથી વધારે ઇંધણ ખર્ચ થાય છે. આનાથી મિશનનો ખર્ચ પણ વધી જાય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે ચીન, અમેરિકા અને રશિયા ભારતની તુલનાએ એડવાન્સ છે. તેમના રોકેટ ઇસરો કરતા વધારે પાવરફૂલ છે. કોઈપણ રોકેટમાં ફ્યૂલની ક્ષમતા જેટલી વધારે હોય છે તે એટલું વધારે પાવરફૂલ હોય છે.
ચંદ્રયાન 3 એ બચાવ્યા દેશના કરોડો રૂપિયા
ઈસરોએ આ ટેકનિકનો ઉપયોગ કરીને દેશના કરોડો રૂપિયા પણ બચાવ્યા છે. જો સામાન્ય ભાષામાં સમજીએ તો ચંદ્રયાન 3 જ્યારે પૃથ્વીની કક્ષામાં પહોંચે છે તો તેની સાથે જ ચારે બાજુ ફરવા લાગે છે. ધીરે ધીરે આની કક્ષા વધારવામાં આવી. આમાં ઓછું ઇંધણ ખર્ચ થાય છે. પૃથ્વીની કક્ષાથી બહાર નિકળ્યા બાદ આ ચંદ્રની કક્ષામાં પહોંચી ગઈ છે. ધીર ધીરે આ ચંદ્રની કક્ષામાં નીચે લાવવામાં આવ્યું છે. હવે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર માત્ર 25 કિમી ઉપર ફરી રહ્યું છે. ઈસરો ધીરે ધીરે આની સ્પીડ ઓછી કરીને સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી રહી છે.
2019માં ચંદ્રયાન 2 માં પણ આ ટેકનિકનો થયો હતો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે 2019માં ભારતના ચંદ્રયાન 2માં પણ આ ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ન થઇ શક્યું. ચંદ્રયાન લેન્ડિંગ સમય જ ક્રેશ થયું હતું. આ વખતે ચંદ્રયાન 3 મિશનને બનાવતા સમયે વધારે ફોકસ આના સોફ્ટ લેન્ડિંગ પર કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડિગમાં સફળતા પૂર્વક લેન્ડ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર લેન્ડરની અંદરની કાઢશે અને ચંદ્રની સપાટી પર હાજર મહત્વની જાણકારી એકત્ર કરશે. રોવરની ચંદ્રની સપાટી પરની માહિતી ધરતી પર મોકલશે.