Chandrayaan 3 | ચંદ્રયાન-3 સાથે વિક્રમ સારાભાઈનું છે ખાસ કનેક્શન, આ કામ વગર ISRO ચંદ્ર પર ઉતરી શક્યું ન હોત

Chandrayaan 3 Mission : ISRO ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) એ ચંદ્રયાન-3 મિશનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બંને સંસ્થાઓની સ્થાપના અમદાવાદમાં ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈ (vikram sarabhai) દ્વારા કરવામાં આવી હતી.

Written by Kiran Mehta
August 24, 2023 14:28 IST
Chandrayaan 3 | ચંદ્રયાન-3 સાથે વિક્રમ સારાભાઈનું છે ખાસ કનેક્શન, આ કામ વગર ISRO ચંદ્ર પર ઉતરી શક્યું ન હોત
ચંદ્રયાન 3 મિશન

Chandrayaan 3 Mission : ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત એવી જગ્યાએ પહોંચી ગયું છે, જ્યાં પહેલા કોઈ દેશ નથી પહોંચ્યો. અવકાશ મિશનમાં મોટી છલાંગ લગાવતા, ભારતનું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ બુધવારે સાંજે 6.40 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. મિશનની સફળતા પછી, ભારત ચંદ્રના આ વિસ્તારમાં ઉતરાણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. લેન્ડિંગના એક દિવસ બાદ ચંદ્રયાન-3 મિશન સંબંધિત અપડેટ આપતા ઈસરોએ કહ્યું કે, રોવર ‘પ્રજ્ઞાન’ લેન્ડર ‘વિક્રમ’થી અલગ થઈ ગયું છે.

ISRO ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) એ ચંદ્રયાન-3 મિશનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બંને સંસ્થાઓની સ્થાપના અમદાવાદમાં ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડો. વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.

SAC એ ચંદ્રયાન-3 મિશન માટે આઠ કેમેરા સિસ્ટમ બનાવી

લેન્ડિંગ પ્રક્રિયામાં ISRO SAC એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે લેન્ડર પર ઘણા સેન્સર વિકસાવ્યા છે, જેમાં ખતરાની શોધ અને બચાવ કેમેરા અને રિધમ પ્રોસેસિંગ અલ્ગોરિધમનો સમાવેશ થાય છે. SAC એ ચંદ્રયાન-3 મિશન માટે આઠ કેમેરા સિસ્ટમ વિકસાવી છે, ચાર લેન્ડર પર અને એક રોવર પર. લેન્ડર પરના અન્ય ત્રણ કેમેરાએ લેન્ડિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ISRO SAC ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) ચંદ્રની સપાટી પર તેના 30 કિમીના અંતર દરમિયાન રેખાંશ અને અક્ષાંશની વિગતો આપીને નીચે ઉતરતી વખતે તેની સ્થિતિ જણાવતું હતું. અન્ય બે કેમેરાએ લેન્ડિંગ દરમિયાન વાસ્તવિક સમયમાં ચિત્રો લીધા અને લેન્ડિંગ યોગ્ય સ્થાન પર થઈ રહ્યું છે કે, નહીં તે નક્કી કરવા માટે સંગ્રહિત ઈમેજો સાથે સહસંબંધ કર્યો. તે મુજબ, તેઓ લેન્ડરના ટ્રેકને સમાયોજિત કરશે જેથી તે સુનિશ્ચિતને અનુસરે, જેથી તે નિર્ધારીત લેન્ડિંગ સાઈટ પર ઉતરી શકે.

આ મિશનમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળા, અમદાવાદમાંથી બે વૈજ્ઞાનિક પેલોડ લઈ જવામાંમાં આવ્યા હતા. રોવર પેલોડને આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવે છે, અને લેન્ડર પેલોડને ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ (CASTE) કહેવામાં આવે છે. બંને પેલોડ ચંદ્રયાન-2 મિશનનો પણ ભાગ હતા, પરંતુ સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળતાને કારણે તેનો ઉપયોગ કરી શકાયો ન હતો. જેના કારણે લેન્ડર અને રોવર અને પાંચ સંબંધિત પેલોડ નાશ પામ્યા હતા.

આ પણ વાંચોaditya L1 mission | ચંદ્રયાન 3 સફળ, હવે સૂર્ય મિશન આદિત્ય એલ1 લોન્ચ કરાશે, ઈસરો બનાવશે ‘સૂર્યયાન’

ભારત પહેલા માત્ર સોવિયત યુનિયન, અમેરિકા અને ચીન ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે, પરંતુ આ દેશો પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ