Chandrayaan 3 Missions: ચંદ્ર પર સ્થળના નામ કોણ રાખે છે? સ્પેસ ઓબ્જેક્ટને ઓળખવા માટે શું છે નિયમો?

Chandrayaan 3 Missions : પીએમ મોદી (PM Modi) એ ચંદ્રયાન 3 મિશનના લેન્ડિંગ પોઈન્ટ (Landing Site) ને શિવ શક્તિ (Shiv Shakti) નામ આપ્યું, તો જોઈએ ચંદ્ર (Moon) પર સ્થળનું નામ (Names) કેવી રીતે આપી શકાય છે, શું છે નિયમ (Rules).

Updated : August 28, 2023 12:05 IST
Chandrayaan 3 Missions: ચંદ્ર પર સ્થળના નામ કોણ રાખે છે? સ્પેસ ઓબ્જેક્ટને ઓળખવા માટે શું છે નિયમો?
ચંદ્ર પર લેન્ડિંગ સ્થળનું 'નામ' આપવાને લઈ શું છે નિયમ?

ઋષિકા સિંહ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (26 ઑગસ્ટ) જાહેરાત કરી હતી કે, ચંદ્રયાન 3 મિશનમાં વિક્રમ લેન્ડર બુધવારે ચંદ્રની સપાટી પર જ્યાં ઉતર્યું હતું, તે બિંદુને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવશે. વડાપ્રધાન બેંગલુરુમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના મુખ્યાલયમાં આ વાત કહી હતી. આ દરમિયાન તેઓ મિશનની સફળતામાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકોને પણ મળ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, “સામાન્ય રીતે, વિશ્વભરમાં આવા સફળ મિશનને નામ આપવાની પરંપરા રહી છે.” તેમણે કહ્યું કે, 2019માં જ્યાં ચંદ્રયાન 2 ક્રેશ થયું હતું તે સ્થળને નામ આપવા માટે ચર્ચા થઈ હતી, પરંતુ તેઓ માને છે કે, જો આગામી મિશન સોફ્ટ-લેન્ડિંગમાં સફળ થાય તો જ તેનું નામ આપવું જોઈએ. જે બાદ તે બિંદુનું નામ ‘તિરંગા’ રાખવામાં આવ્યું.

ISRO ના વડા કે સોમનાથે પણ રવિવારે તિરુવનંતપુરમમાં મીડિયાને સંબોધતા કહ્યું, “દેશને લેન્ડિંગ સાઇટનું નામ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. લેન્ડિંગ જગ્યાનું નામકરણ તે પ્રથમ ઘટના નથી. ચંદ્ર પર ઘણા ભારતીય નામો પહેલાથી હાજર છે. અમારી પાસે ચંદ્ર પર સારાભાઈ ક્રેટર છે. અન્ય દેશોએ પણ તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓથી સંબંધિત સ્થળોના નામ પણ આપ્યા છે. નાના-નાના પ્રયોગોથી સંબંધિત તમામ સ્થળોના નામ આપવામાં આવે છે, જે એક પરંપરા છે.

ચંદ્ર કોઈ એક દેશના અધિકારક્ષેત્રમાં આવતો નથી. આજ વૈશ્વિક સંશોધન અને લેન્ડિંગ મિશનને શક્ય બનાવે છે. તો તેની સપાટી પરના બિંદુઓને કોણ નામ આપે છે? અને તે કેવી રીતે કરવામાં આવે છે? ચાલો સમજીએ?

શા માટે કોઈ વ્યક્તિ ચંદ્રની માલિકી ન કરી શકે?

1966 માં, બાહ્ય અંતરિક્ષ મામલા માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય બાહ્ય અંતરીક્ષ સંધી થઈ. ખાસ કરીને, તે શીત યુદ્ધ યુગ દરમિયાન થઈ હતી, જ્યારે બે મહાસત્તાઓ-યુએસએસઆર અને યુનાઇટેડ સ્ટેટ્સ-એકબીજાની હરીફ હતા. તે સૈન્ય વર્ચસ્વ, આર્થિક પ્રતિસ્પર્ધા અને અવકાશની રેસને લઈને સામે આવી હતી. અહીં, બંને દેશ અવકાશમાં પ્રથમ સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ચંદ્ર પર પ્રથમ માણસ કયા દેશનો હશે, અવકાશમાં પ્રથમ અવકાશયાત્રી વગેરે વગેરે.

અવકાશ સંશોધન માટેના કેટલાક સામાન્ય સિદ્ધાંતો નક્કી કરીને, સંધિ તેના અનુચ્છેદ II માં જણાવે છે કે, ‘ચંદ્ર અને અન્ય ખગોળીય પિંડો સહિત બાહ્ય અંતરીક્ષ, સાર્વભૌમત્વના દાવા, ઉપયોગ અથવા કબજાના માધ્યમથી, અથવા કોઈ અન્ય રાષ્ટ્રીય વિનિયોગને આધિન રહેશે નહીં.

આનો અર્થ એ થયો કે, દેશોએ તેમની અવકાશ સંશોધન પ્રવૃત્તિઓમાં સહકાર આપવો પડશે અને તેનો દાવો કોઈ કરી શકશે નહીં. યુરોપિયન સ્પેસ એજન્સીના જાહેર આંતરરાષ્ટ્રીય કાયદાના વડા એલેક્ઝાન્ડર સોસેકે DW રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “કોઈ રાષ્ટ્ર ચંદ્ર પર ધ્વજ લગાવી શકે છે, પરંતુ તેનો કોઈ કાનૂની અર્થ કે પરિણામ નથી…” જોકે, સંધી ચંદ્રમા પર સ્થળોના નામકરણ વિશે વાત કરતી નથી.

તો પછી ચંદ્ર પર લેન્ડિંગ સ્થળોના નામ કોણ આપે છે?

ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) અવકાશ પ્રવૃત્તિઓ માટે કેટલાક અન્ય નિયમો પણ નક્કી કરે છે. ભારત તેના 92 સભ્યોમાંથી એક છે. તેની વેબસાઈટ જણાવે છે કે, “1919માં તેની સ્થાપના થઈ ત્યારથી IAU ગ્રહ અને ઉપગ્રહના નામકરણનું મધ્યસ્થી છે.”

2012 માં સ્મિથસોનિયન મેગેઝિનમાં લખતા કહ્યું છે કે, યુ.એસ.માં લુનર એન્ડ પ્લેનેટરી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરનારા વૈજ્ઞાનિક, સ્વર્ગસ્થ પૌલ ડી. સ્પુડિસે જણાવ્યું હતું કે, ઘણી મિશન સાઇટ્સનું પ્રથમ અનૌપચારિક નામ આપવામાં આવે છે. તેમણે ધ્યાન દોર્યું કે, શરૂઆતમાં ચંદ્રની દૂરની બાજુ જેવા પાસાઓ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ હતી. પૃથ્વી પરથી, આપણે ફક્ત એક જ બાજુ જોઈ શકીએ છીએ, કારણ કે તે પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લગભગ 14 દિવસ લે છે, અને તે એક જ સમયગાળામાં એક ચક્કર પૂર્ણ કરે છે. તેથી, માત્ર એક બાજુ પૃથ્વી તરફ છે.

પરંતુ જેમ જેમ અમેરિકન અને સોવિયેત અવકાશયાન તેમની સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ લાવ્યા હતા, તેથી મોટા ભાગના મોટા દૂરના ક્રેટર્સનું નામ વિવિધ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના નામ પર રાખવામાં આવ્યું હતું. આ નામોને મંજૂરી માટે IAU ને મોકલવામાં આવ્યા હતા.

એપોલો મિશન દરમિયાન સીમાચિહ્નોને નામ આપવાની અનૌપચારિક પ્રથા સામાન્ય હતી. તેઓએ લખ્યું કે, દરેક લેન્ડિંગ સ્થળની નજીકના નાના ખાડાઓ અને પર્વતોને નામો આપવામાં આવ્યા હતા (ઉદાહરણ તરીકે, શોર્ટી, સેન્ટ જ્યોર્જ, સ્ટોન માઉન્ટેન) પરંતુ સત્તાવાર નામોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો (ઉદાહરણ તરીકે, હેડલી રિલે).’ તેનો ઉદ્દેશ્ય હંમેશા સત્તાવાર નામોનો ઉપયોગ કરવાને બદલે સરળ ટૂંકું એક નામ આપવાનો હતો. એપોલો દરમિયાન સોંપવામાં આવેલા મોટાભાગના બિનસત્તાવાર નામોને બાદમાં IAU દ્વારા સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો હતો.

IAU ગ્રહોના પિંડોના નામને કેવી રીતે ધ્યાનમાં લે છે?

IAU ની વેબસાઇટ જણાવે છે કે, તેના કાર્યકારી જૂથો સામાન્ય રીતે આ પ્રક્રિયાની દેખરેખ રાખે છે. જો કે તેના નિર્ણયો અને ભલામણો કોઈપણ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા લાગુ કરવામાં આવતાં નથી, તેઓ એવા સંમેલનો સ્થાપિત કરે છે, જે અવકાશી પદાર્થો અને પ્રક્રિયાઓ વિશેની અમારી સમજણમાં મદદ કરવા માટે છે.

આ સમગ્ર પ્રક્રિયા આ રીતે સમજાવવામાં આવી છે

જ્યારે કોઈ ગ્રહ અથવા ઉપગ્રહની સપાટીની પ્રથમ છબીઓ મેળવવામાં આવે છે, ત્યારે વિશેષતાઓને નામ આપવા માટે થીમ પસંદ કરવામાં આવે છે અને સામાન્ય રીતે IAU કાર્યકારી જૂથના સભ્યો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નામો સૂચવવામાં આવે છે.

જેમ જેમ ઉચ્ચ રીઝોલ્યુશનની છબીઓ અને નકશાઓ ઉપલબ્ધ થાય છે તેમ, તપાસકર્તાઓ દ્વારા ચોક્કસ સપાટીઓ અથવા ભૂસ્તરશાસ્ત્રીય માળખાંનું મેપિંગ અથવા વર્ણન કરીને વધારાની સુવિધાઓ માટે નામોની વિનંતી કરવામાં આવી શકે છે.

આ સમયે, કોઈ વ્યક્તિ એવું સૂચન કરી શકે છે કે, કાર્યકારી જૂથ દ્વારા ચોક્કસ નામ પર વિચાર કરવામાં આવે, પરંતુ નામ સ્વીકારવામાં આવશે તેની કોઈ ગેરેંટી નથી.

વર્કિંગ ગ્રૂપ દ્વારા સફળતાપૂર્વક સમીક્ષા કરવામાં આવેલ નામો કાર્યકારી જૂથના અધ્યક્ષ દ્વારા પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટે કાર્યકારી જૂથને સબમિટ કરવામાં આવે છે.

WGPSN ના સભ્યોના મત દ્વારા સફળ સમીક્ષા પર, નામોને સત્તાવાર IAU નામકરણ તરીકે માન્ય ગણવામાં આવે છે. આ પછી નકશા અને પ્રકાશનોમાં ઉપયોગ કરી શકાય છે. મંજૂર નામો તરત જ પ્લેનેટરી નામકરણના ગેઝેટિયરમાં દાખલ કરવામાં આવે છે. તે પછી તેની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવે છે. IAU સેક્રેટરી જનરલને મેઈલ કરીને વેબસાઈટ પર પોસ્ટ કર્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર તેના પર કોઈપણ વાંધો ઉઠાવી શકાય છે.

આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. ઉદાહરણ તરીકે, ચીનનું ચંદ્ર મિશન, ચાંગે 5, 1 ડિસેમ્બર, 2020 ના રોજ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. તેની લેન્ડિંગ સાઇટનું નામ સ્ટેટિયો તિઆનચુઆન હતું. Spcae.com મુજબ, લેટિનમાં ‘statio’ નો અર્થ પોસ્ટ અથવા સ્ટેશન થાય છે. તેનો ઉપયોગ NASA ની Apollo 11 લેન્ડિંગ સાઇટ, Statio Tranquillitatis ના ઔપચારિક નામમાં પણ થાય છે. ‘તિઆનચુઆન’ એક ચીની નક્ષત્રના નામ પરથી આવે છે, જેનો અર્થ થાય છે આકાશગંગામાં વહાણ. IAU દ્વારા મે 2021 માટે નામને મંજૂરી આપવામાં આવી હતી.

શું અવકાશ ઓબ્જેક્ટ નામકરણ માટે કોઈ માનક (ધોરણો) છે?

હા, અવકાશ પદાર્થોના નામકરણ માટેના ધોરણો છે. IAU આ અંગે ઘણા સૂચનો આપે છે. ગ્રહો માટે, તે જણાવે છે કે, નામ “સરળ, સ્વચ્છ અને સ્પષ્ટ” હોવું જોઈએ અને હાલના નામોનું ડુપ્લિકેશન હોવું જોઈએ નહીં.

તેના અન્ય ઘણા નિયમો છે, જેમ કે: “19મી સદી પહેલાની રાજકીય વ્યક્તિઓના નામ સિવાય, રાજકીય, લશ્કરી અથવા ધાર્મિક મહત્વ ધરાવતા કોઈપણ નામનો ઉપયોગ કરી શકાતો નથી.” તદુપરાંત, “ગ્રહો પરના વ્યક્તિઓના સ્મરણાર્થે સામાન્ય રીતે તેનો અંત ન હોવો જોઈએ, પરંતુ તે ખાસ સંજોગોમાં કાર્યરત થઈ શકે છે. દરખાસ્ત સબમિટ કરવામાં આવે તે પહેલાં, સન્માનિત વ્યક્તિનું મૃત્યુ ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલા થયું હોવું જોઈએ.

જેમ જેમ સ્પુડીસે લખ્યું છે, “વિશેષ રીતે ક્રેટરનું નામ આપવામાં આવ્યું છે તેના માટે કોઈ તર્ક અથવા કારણ નથી. ન તો વૈજ્ઞાનિક પ્રસિદ્ધિ અને ન તો યોગદાનની ક્રેટરની ખાતરી આપે છે. તે યોગ્ય છે કે, કોપરનિકસ અને આર્કિમિડીઝને તેમના નામના અદભૂત ક્રેટર્સથી સન્માનિત કરવામાં આવે, પરંતુ ગેલિલિયો અને ન્યૂટન મામૂલી અથવા ભાગ્યે જ શોધી શકાય તેવા લક્ષણોથી પીડાય છે.”

IAU એ પણ નોંધ્યું હતું કે, અગાઉ, ગુરુ અને શનિના ઉપગ્રહો માટે, પ્રેરણા ગ્રીકો-રોમન પૌરાણિક કથાઓમાંથી પ્રેરણા લેવામાં આવી હતી. “જોવિયન ઉપગ્રહોને અગાઉ ઝિયસ/ગુરુના પ્રેમીઓ અને મનપસંદ માટે નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે નામોના સ્વીકાર્ય સ્ત્રોત તરીકે ઝિયસના વંશજોનો સમાવેશ થાય છે. નામોનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે, અમે હવે પૌરાણિક કથાઓમાં જાયન્ટ્સ અને રાક્ષસોના નામોને પણ મંજૂરી આપીએ છીએ.”

શું ભારતે ક્યારેય ચંદ્ર પર અન્ય કોઈ સ્થળનું નામ આપ્યું છે?

2008ના મિશન ચંદ્રયાન-1 પછી, તે જગ્યા જ્યાં તપાસ ક્રેશ થઈ હતી. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નામ પરથી તેનું નામ “જવાહર સ્થળ” રાખવામાં આવ્યું હતું (જેમ કે તે મિશનના હેતુઓ માટે હતું). 2003 થી 2009 સુધી ISROના અધ્યક્ષ રહેલા જી. માધવન નાયર અનુસાર, તત્કાલીન ભારતીય રાષ્ટ્રપતિ અને પૂર્વ ISRO વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામે ચંદ્ર પર ભારતના ઉતરાણના પ્રતીકનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો –

અવકાશયાન દ્વારા હાથ ધરવામાં આવેલી ચંદ્રની અસરની તપાસ પર દોરવામાં આવેલા ભારતીય ધ્વજની સાથે, તેમણે એક સૂચન કર્યું – અસર સ્થળનું નામ નેહરુના નામ પર રાખવામાં આવે. તે તેના જન્મદિવસ પર હતું. તેમણે લાંબા સમય સુધી ભારતમાં વૈજ્ઞાનિક વિકાસ અને સંશોધનને સમર્થન આપ્યું હતું. IAU એ પછીથી તેને સ્વીકાર્યું અને સત્તાવાર બનાવ્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ