Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 એ ફરી આપ્યા Good News, ચંદ્રની ત્રીજી કક્ષામાં પહોંચ્યું, હવે માત્ર આટલી જ સફર બાકી

Chandrayaan-3 Update News : ચંદ્રયાન 3 મામલે ઈસરો (ISRO) એ જણાવ્યું છે કે, હવે આગળનું ઓપરેશન 14 ઓગસ્ટ, 2023ના રોજ 11:30 થી 12:30 વચ્ચે કરવામાં આવશે. આ પછી, 17 ઓગસ્ટે, ચંદ્રયાન 3 ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવશે

Written by Kiran Mehta
August 09, 2023 16:52 IST
Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 એ ફરી આપ્યા Good News, ચંદ્રની ત્રીજી કક્ષામાં પહોંચ્યું, હવે માત્ર આટલી જ સફર બાકી
ચંદ્રયાન 2 ની નિષ્ફળતા બાદ ઈસરોએ વધુ તકેદારી રાખી મૂન મિશન માટે ચંદ્રયાન 3 વધુ સક્ષમ બનાવ્યું છે

Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 ચંદ્રની ત્રીજી કક્ષામાં પહોંચી ગયું છે. ISROએ બુધવારે માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે, ભ્રમણકક્ષાની અંદર. ચંદ્રયાન હવે 174 કિમી x 1437 કિમીની નાની લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોએ 9 ઓગસ્ટે બપોરે 1.40 કલાકે ભ્રમણકક્ષા બદલી.

ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કરવામાં આવ્યા છે. અગાઉ 5 ઓગસ્ટ, 2023ના રોજ, જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું, ત્યારે તેણે ચંદ્રની પ્રથમ તસવીરો જાહેર કરી હતી. આગળનું ઓપરેશન 14 ઓગસ્ટ, 2023ના રોજ 11:30 થી 12:30 વચ્ચે કરવામાં આવશે. આ પછી, 17 ઓગસ્ટે, ચંદ્રયાન 3 ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવશે. આ પછી ડી-ઓર્બિટીંગની કવાયત શરૂ કરવામાં આવશે. 18 થી 20 ઓગસ્ટની વચ્ચે ડીઓર્બીટીંગ થશે એટલે કે ચંદ્રની ભ્રમણકક્ષાનું અંતર ઘટી જશે. ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટની સાંજે લગભગ 5.47 કલાકે કરવામાં આવશે.

ચંદ્રની સપાટીની નજીક

ભારતનું મહત્વાકાંક્ષી ત્રીજું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ બુધવારે બીજી સફળ ભ્રમણકક્ષા ઘટાડવાની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ચંદ્રની સપાટીની નજીક આવ્યું હતું. ‘ચંદ્રયાન-3’ 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 5 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ એક ટ્વિટમાં કહ્યું, “ચંદ્રની સપાટીની નજીક. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડીને 174 કિમી x 1437 કિમી કરી દેવામાં આવી છે.” ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ધીરે ધીરે ઓછી થવાની અપેક્ષા છે અને મહત્વાકાંક્ષી મિશન આગળ વધતા ચંદ્રના ધ્રુવો પર તેની સ્થિતિ વધશે. શ્રેણીબદ્ધ કવાયત કરવામાં આવી રહી છે. આ માટે ISRO દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોChandrayaan 3 Mission LIVE લોકેશન : ઈસરો નું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું – VIDEO

ચંદ્રયાન 3 એ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો

તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન 5 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું હતું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સ્પેસ સેન્ટરથી 14 જુલાઈએ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROએ કહ્યું કે જેમ જેમ મિશન આગળ વધે છે તેમ, ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષાને ધીમે ધીમે ઓછી કરીને તેને ચંદ્રના ધ્રુવો પર મૂકવા માટે અનેક દાવપેચની યોજના છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ