chandrayaan 3 Updates : એન્જીન ફેલ થાય તો પણ ચંદ્રયાન 3 કરશે સફળ લેન્ડિંગ, ઇસરો ચીફે આપ્યા Good News

ISRO, Chandrayaan 3 latest updates :ઈસરો પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું કે જો ચંદ્રયાન - 3ના સેન્સર અને બંને એન્જીન કામ કરવાનું બંધ કરી દે તો પણ વિક્રમ લેન્ડ 232 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.

Written by Ankit Patel
August 09, 2023 11:32 IST
chandrayaan 3 Updates : એન્જીન ફેલ થાય તો પણ ચંદ્રયાન 3 કરશે સફળ લેન્ડિંગ, ઇસરો ચીફે આપ્યા Good News
ઇસરોએ ચંદ્રયાન 3 નું લોકેશન શેર કર્યું (તસવીર - ઇસરો)

Chandrayaad 3 Latest News : ચંદ્રયાન 3 સફળતા પૂર્વક ચાંદની સુરક્ષા કક્ષમાં આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન 3 ચંદ્ર નજીક પહોંચી ગઈ છે. ઇસરો પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું કે જો ચંદ્રયાન 3ના સેન્સર અને બંને એન્જીન કામ કરવાનું બંધ કરી દે તો પણ વિક્રમ લેન્ડ 232 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે. જોકે શરત એ છે કે પ્રોપલ્શન સિસ્ટમ સારી રીતે કામ કરે. એક કાર્યક્રમમાં એક સોમનાથે કહ્યું કે વિક્રમ લેન્ડરની આખી ડિઝાઈન એવા પ્રકારે બનાવ્યું છે કે તેઓ વિફલતાઓને સંભાળવા માટે સક્ષમ હશે.

17 ઓગસ્ટ છે ખાસ દિવસ

17 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રથી 100 કિલોમીટરના ઓર્બિટમાં પહોંચી જશે. આ દિવસે પ્રોપલ્શ મોડલ અને લેન્ડ મોડલ એક બીજો અલગ થઈ જશે. ત્યારબાદ 18થી20 ઓગસ્ટ સુધી લેન્ડ મોડલ પોતાની સ્પીડ ઓછી કરશે. અને ડી-ઓર્બિટિંગમાં પહોંચી જશે. જો ચંદ્રયાન 3 આ બધા સ્તરને પાક કરી શકે છે 23 ઓગસ્ટ સાંજે 5.45 વાગ્યે ચંદ્ર દક્ષિણી ધ્રૂપ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે.

23 ઓગસ્ટે ચંદ્રયાન 3 કરશે સોફ્ટ લેન્ડિંગ

ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 3 ધીરે ધીરે ચંદ્રની સપાટી પર નજીક પહોંચવાની કોશિશ કરી રહ્યો છે. 17 ઓગસ્ટે લેન્ડર મોડલ અને પ્રોપલ્શન મોડલ એક બીજાથી અલગ થશે. ઈસરોએ જણાવ્યું કે 23 ઓગસ્ટે સાંજે 5.45 મિનિટ પર ચંદ્રયાન 3 ચંદ્રની દક્ષિણી ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કવાનો પ્રયત્ન કરશો. ચંદ્રયાન -3 પોતાના સાથે વિક્મ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર લઇને ગયો છે. આ મિશનમાં વિક્રમ લેન્ડરનું મહત્વપૂર્ણ રોલ છે. વિક્રમ લેન્ડર જ રોવરને લઇને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડિંગ બાદ રોવર ચંદ્રની સપાટી પર પાણી અને રસાયણો શોધ કરશે.

ચંદ્રના ઓર્બિટમાં પહોંચશે ચંદ્રયાન – 3

ઈસરોએ 5 ઓગસ્ટે સફળતાપૂર્વક ચંદ્રયાન 3એ ચંદ્રના આર્બિટમાં પહોંચશે. ચંદ્રયાન 3 હવે ધીરે ધીરે ચંદ્રના ઓર્બિટમાં આગળ વધશે. ઈસરોએ જણાવ્યું કે 9,14 અને 16 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં આગળ વધશે. ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું કે અંતરિક્ષયાને ચંદ્ર નજીક પહોંચવાની એક વધી પ્રક્રિયા પુરી કરી લીધી છે. એન્જીનોની રેટ્રોફાયરિંગ આને ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગઈ છે. એટલા કે હવે 170 કિલોમિટર ગણો 4,313 કિલોમિટર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ