એફિલ ટાવરથી પણ ઉંચો, બ્લાસ્ટ પ્રૂફ અને ભૂકંપ પ્રતિરોધક…, જાણો ચિનાબ રેલ બ્રિજની વિશેષતા

ચેનાબ બ્રિજને મંજૂરી 2003 માં મળી હતી. પુલની સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ હતી પરંતુ, હવે આ પુલ સંપૂર્ણ રીતે તૈયાર છે. તો જોઈએ આ બ્રિજની ખાસિયત શું છે.

Written by Kiran Mehta
February 20, 2024 16:20 IST
એફિલ ટાવરથી પણ ઉંચો, બ્લાસ્ટ પ્રૂફ અને ભૂકંપ પ્રતિરોધક…, જાણો ચિનાબ રેલ બ્રિજની વિશેષતા
ચેનાબ બ્રિજ વિશેષતા

ચેનાબ રેલ બ્રિજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં 14,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજને દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ કહેવામાં આવી રહ્યો છે. તે પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચું છે. આ બ્રિજ બનાવવા માટે સિવિલ એન્જિનિયરિંગને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આ પુલ બનાવવાની મંજૂરી 2003 માં મળી હતી. પુલની સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ હતી પરંતુ, હવે આ પુલ સંપૂર્ણ રીતે તૈયાર છે. આવો અમે તમને જણાવીએ કે, આ બ્રિજની ખાસિયત શું છે.

1 – જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે ચેનાબ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ પુલ કટરાથી બનિહાલ સુધીની લિંક બનાવે છે.

2 – આ પુલ નદીના પટથી 1,178 ફૂટ ઉપર છે, જે તેને એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો બનાવે છે.

3 – આ પુલ રૂ. 35,000 કરોડના ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો છે.

4 – ચિનાબ બ્રિજની કિંમત અંદાજે 14,000 કરોડ રૂપિયા છે. આ પુલનો હેતુ કાશ્મીરને દેશના અન્ય રાજ્યો સાથે જોડવાનો છે.

5 – વિશ્વના સૌથી ઉંચા પુલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેજ હવા પરીક્ષણ, અતિશય તાપમાન પરીક્ષણ, ભૂકંપ પ્રતિરોધક પરીક્ષણ અને તેજ જળ પ્રવાહ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

6 – આ પુલની શેલ્ફ લાઇફ અંદાજે 120 વર્ષ રહેવાની ધારણા છે.

7 – આ પુલ 260 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તો પણ અડીખમ ઉભો રહેવા સક્ષમ છે.

8 – આ પુલમાં 2015 કિલોમીટર લાંબો માર્ગ ધરાવે છે અને તેને ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – હલ્દવાની હિંસા : 11 ટીમો, 280 ઘર પર દરોડા…, માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકને પકડવા પોલીસે બનાવ્યો આ પ્લાન

9 – બે મોટી કેબલ ક્રેનની મદદથી બ્રિજની કમાન બનાવવામાં એન્જિનિયરોને ત્રણ વર્ષ લાગ્યા હતા.

10 – આ પુલ માટે જમ્મુ-કાશ્મીરના લોકોએ બે દાયકા સુધી રાહ જોવી પડી હતી.

11 – આ પુલ બનાવવાની મંજૂરી 2003 માં મળી હતી. બ્રિજ ચાલુ થયા બાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જમ્મુ અને શ્રીનગર વચ્ચે દોડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ