વિધાનસભા ચૂંટણી : છત્તીસગઢમાં હિન્દુત્વની પીચ તૈયાર કરી રહ્યું છે ભાજપ, હિંસામાં માર્યા ગયેલા યુવકના પિતાને આપી ટિકિટ

Chhattisgarh Assembly Elections : ભાજપે કવર્ધા ઘટનાના મુખ્ય આરોપીઓમાંના એક વિજય શર્માને મંત્રી મોહમ્મદ અકબર સામે મેદાનમાં ઉતાર્યા છે, જેઓ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

Written by Ashish Goyal
October 12, 2023 21:32 IST
વિધાનસભા ચૂંટણી : છત્તીસગઢમાં હિન્દુત્વની પીચ તૈયાર કરી રહ્યું છે ભાજપ, હિંસામાં માર્યા ગયેલા યુવકના પિતાને આપી ટિકિટ
ભારતીય જનત પાર્ટી

Chhattisgarh Assembly Elections 2023 : ભાજપે છત્તીસગઢમાં પોતાનું હિન્દુત્વ અભિયાન તેજ કર્યું છે. પાર્ટીના ચૂંટણી પ્રચારની કમાન કટ્ટરપંથી ગણાતા કેટલાક નેતાઓના હાથમાં છે. પાર્ટીએ આવા નેતાઓની ટિકિટ પણ આપી છે. આ નેતાઓમાં કવર્ધા સાંપ્રદાયિક હિંસાના મુખ્ય આરોપી, રમખાણ પીડિતના પિતા અને પૂર્વ મંત્રીનો સમાવેશ થાય છે જે ધર્માંતરણ વિરુદ્ધ પક્ષના અભિયાનનો ચહેરો છે. આ યાદીમાં સ્વર્ગસ્થ દિલીપ સિંહ જુદેવના પરિવારના બે સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ RSS અને VHP સાથે જોડાયેલા નેતા હતા.

CM ભૂપેશ બઘેલે શું કહ્યું?

ભાજપની આ લિસ્ટની ટિકા કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે, સાંપ્રદાયિક કાર્ડ મુદ્દો બની શકે નહીં. છત્તીસગઢમાં જ્યાં 90 ટકાથી વધુ વસ્તી હિંદુ છે અને જ્યાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ લગભગ 2% છે, ત્યાં ભાજપ આશા રાખી શકે છે કે હિંદુત્વનો મુદ્દો તેને કુલ 90 બેઠકોમાંથી 51 પર મદદ કરશે. પાર્ટી દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલા 85 ઉમેદવારોમાંથી એક પણ મુસ્લિમ નથી. ધર્માંતરણ વિરોધી પિચ સાથે, ભાજપને આશા છે કે બસ્તર જેવા આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારોમાં ધ્રુવીકરણ તેને મદદ કરશે.

ભાજપનું સાંપ્રદાયિક કાર્ડ

છત્તીસગઢમાં હિંદુત્વના માર્ગે આગળ વધતા ભાજપના છત્તીસગઢ પ્રભારી અને સાંસદ અરુણ સાવે કોંગ્રેસની રાજ્ય સરકારને “ભૂપેશ, અકબર અને ઢેબરની સરકાર” ગણાવી હતી. આ કટાક્ષ રાયપુરના મેયર એજાઝ ઢેબર તરફ હતો, જેમનો ભાઈ અનવર રૂ. 2,000 કરોડના દારૂના કૌભાંડમાં આરોપી છે અને મંત્રી મોહમ્મદ અકબર, જેને ભાજપ કવર્ધા ઘટના માટે દોષી ઠેરવે છે.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2023: ભાજપે ખાસ રણનીતિ તૈયાર કરી, આ વિભાગ પર ખાસ ફોકસ

ઉલ્લેખનીય છે કે ભાજપે કવર્ધા ઘટનાના મુખ્ય આરોપીઓમાંના એક વિજય શર્માને મંત્રી મોહમ્મદ અકબર સામે મેદાનમાં ઉતાર્યા છે, જેઓ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભૂતપૂર્વ કવર્ધા જિલ્લા પ્રભારી અને ભાજપના રાજ્ય મહાસચિવ વિજય શર્માને 81 અન્ય લોકો સાથે જાહેર સંપત્તિનો નાશ કરવા અને રમખાણો કરવા બદલ ચાર્જશીટ કરવામાં આવી હતી અને તેમને બે મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા.

એ જ રીતે આ વર્ષે ઓગસ્ટમાં બેમેતરા જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન માર્યા ગયેલા ભુનેશ્વરના પિતા ઈશ્વર સાહુને સાત વખતના ધારાસભ્ય અને મંત્રી રવિન્દ્ર ચૌબે સામે બેમેતરાના સાજાથી ટિકિટ આપવામાં આવી છે. હિંસામાં સાહુના મૃત્યુ પછી, ભાજપે બેમેતરામાં રેલી કાઢી હતી અને છત્તીસગઢ બંધનું આહ્વાન કર્યું હતું, જે દરમિયાન એક મુસ્લિમ પિતા-પુત્રનું મોત થયું હતું. ઈશ્વર સાહુ એક એવા ખેડૂત છે જેમની પહેલા કોઈ રાજકીય આકાંક્ષાઓ ન હતી. તેમણે ટિકિટ મેળવ્યા પછી મીડિયાને કહ્યું હતું કે હું ભાજપનો આભારી છું અને મારું સર્વશ્રેષ્ઠ આપીશ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ