છત્તીસગઢના બસ્તરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થીનીએ ધોધ પર ગઈ અને કૂદકો માર્યો, કેમ કે તેના પેરેન્ટ્સે તેને મોબાઈલ ફોન વાપરવાની ના પાડી. આ જોઈને ત્યાં હાજર લોકો ચીસો પાડી ઉઠ્યા. તેઓએ આ છોકરીને બચાવવાની સંભાવના વિશે વાત કરવાનું શરૂ કર્યું, પરંતુ કંઈક એવું થયું જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો.
છોકરી ધોધમાં કૂદી પડે છે
આ મામલો છત્તીસગઢના બસ્તરમાં સ્થિત ચિત્રકૂટ ધોધનો જણાવવામાં આવી રહ્યો છે. સરસ્વતી નામની છોકરીએ ધોધ ઉપરથી છલાંગ લગાવી, તે પાણી સાથે નીચે પડી. જોકે, તે તરીને બહાર નીકળવામાં સફળ રહી હતી, અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને બચાવી લીધી હતી.
માતા-પિતાએ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હતી
મળતી માહિતી મુજબ, સરસ્વતીને તેના પેરેન્ટ્સે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી, જેથી તે ગુસ્સામાં ધોધ પર પહોંચી અને ત્યાંથી કૂદી પડી, ત્યાં હાજર લોકોને આશા નહોતી કે તે બચી શકશે, પરંતુ તેને જીવતી જોઈને લોકોએ રાહત અનુભવી, અને સુરક્ષા કર્મચારીઓ સરસ્વતીને બચાવી લે છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
સરસ્વતીનો ધોધ પરથી કૂદવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો વિડિયો શેર કરીને કહી રહ્યા છે કે, તેને તરતા આવડતું હતું, તેણે તેના પરિવારના સભ્યોને ડરાવવા માટે જ કૂદકો માર્યો હતો, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, આજના બાળકોને શું થઈ ગયું છે, તેમને ઠપકો આપવો કે કોઈ વસ્તુ માટે મનાઈ કરવી તે પણ કેટલું જોખમી છે. તે પણ મોબાઈલ માટે.
એક યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, ‘આ છોકરીને ઓલિમ્પિકમાં મોકલવી જોઈએ.’ બીજાએ લખ્યું, ‘સરકાર દ્વારા આ છોકરીને શોધીને ઓલિમ્પિક વોટર સ્પોર્ટ્સ માટે ટ્રેનિંગ આપવી જોઈએ.’ એક યુઝરે લખ્યું. ‘શું તે આત્મહત્યા કરવા જઈ રહી હતી કે, તેની તરવાની ક્ષમતાની કસોટી કરવા જઈ રહી હતી, જેને ડૂબવું હોય તે ડૂબતું નથી, પણ જે જીવવા માંગે છે તેને પાણી લઈ જાય છે.’





