scorecardresearch

રામનાથ ગોયન્કા એવોર્ડ્સમાં CJI ચંદ્રચુડે કહ્યું – ‘દેશમાં લોકશાહી યથાવત્ રાખવા માટે પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ’

Ramnath Goenka Awards : ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું – ઇન્ડિયન એક્સપ્રેસે એડિટોરિયલ ખાલી છોડીને બતાવ્યું કે ચુપ રહીને પણ તાકાત દેખાડી શકાય છે

Chief Justice of India DY Chandrachud
ઇન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોયન્કા એવોર્ડ સમારોહમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ ઉપસ્થિત રહ્યા હતા

ઇન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોયન્કા એવોર્ડ સમારોહમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમારોહ દરમિયાન એક ઇમરજન્સીનો કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે 1977માં તેમની ઉંમર 16 વર્ષની હતી. ત્યારે તેમણે જોયું કે ચુપ રહીને પોતાની તાકાત તે રીતે જ દેખાડી શકાય છે જેવી રીતે બોલીને. તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના એડિટોરિયલ પેજ ખાલી છોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. નવી દિલ્હીમાં આ વર્ષના સમારોહમાં 2020 અને 2019ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સીજેઆઈએ કહ્યું કે ઇમરજન્સી એક ભયાનક સમયગાળો હતો. 1980માં સરકારે ઇન્ડિયન એક્સપ્રેસ પર નિશાન સાધવા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા હતા. ગ્રુપને નોટિસ સુધી આપવામાં આવી હતી. પોલીસ જ નહીં તમામ બીજી રીતે પણ અખબારના અવાજને દબાવવા માટે અમલમાં લાવવામાં આવ્યા હતા. જોકે ઇન્ડિયન એક્સપ્રેસે બતાવ્યું કે ભય મુક્ત પત્રકારિતા કેવી હોય છે.

કાનૂન અને પત્રકારિતામાં દેખાય છે કે કલમની તાકાત

સીજેઆઈએ કાનૂન અને પત્રકારિતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે બન્ને વ્યવસાયમાં દેખાય છે કે કલમની તાકાત શું હોય છે. બન્ને સ્થાને બતાવવામાં આવે છે કે કલમની તાકાત તલવારથી પણ વધારે ધારદાર હોય છે. પત્રકારનું કામ અવ્યવસ્થાને ખતમ કરવાનું હોય છે. ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ સંપાદક શેખર ગુપ્તાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે મારું માનવું છે કે તે મારી વાતથી જરુર સહમત થશે.

ચંદ્રચુડે કહ્યું કે રાજ્યની અવધારણામાં મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે. આ એક એવી સંસ્થા છે જે સત્તાને સવાલ પૂછી શકે છે. જોકે લોકતંત્રને ધક્કો ત્યારે લાગે છે જ્યારે મીડિયાને તેનું કામ કરતા રોકવામાં આવે છે. મીડિયા કરન્ટ ઇશ્યુઝને શેપ આપે છે. મીટૂ મુવમેન્ટનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ દરમિયાન ઘણી જાણીતી વ્યક્તિઓ પર યૌન શોષણના આરોપ લાગ્યા. આખી દુનિયામાં તેની અસર જોવા મળી હતી.

લોકતંત્રને યથાવત્ રાખવું છે તો મીડિયાને તેનું કામ કરવા દેવું પડશે

સીજેઆઈએ કહ્યું કે લોકતંત્રને યથાવત્ રાખવું છે તો મીડિયાને તેનું કામ કરવા દેવું પડશે. ભારતમાં અલગ-અલગ પ્રકારના સમાચાર પત્ર છે. આઝાદી પહેલા તેને સમાજ સેવકો દ્વારા ચલાવવામાં આવતા હતા. તેમણે લોકોને તેમના અધિકાર બતાવ્યા. તે સમયના અખબારો આપણને ત્યારની સાચી સ્થિતિની જાણકારી આપે છે. તેમનું કહેવું હતું કે પત્રકાર તમામ પ્રકારની મુશ્કેલી સહન કરીને કામ કરે છે. તે ઘણી વખત એવી રીત પણ અપનાવે છે જેનાથી તે પોતે કે સામાન્ય લોકો સહમત હશે નહીં. જોકે આ અસહમતિ ધ્રુણા ના બનવી જોઈએ. તેનાથી હિંસા જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.

ચંદ્રચુડે કહ્યું કે 1982માં એલએલએમની ડિગ્રી પુરી કરવા માટે તે અમેરિકા જઈ રહ્યા હતા. તે દિવસે કલર ટીવી લોન્ચ થઇ હતી. તેમનું કહેવું હતું કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે મીડિયા ત્યાં સુધી સરવાઇવ કરશે જ્યા સુધી તે સત્તાને સચ્ચાઇને લઇને સવાલ પૂછતી રહેશે. તેમનું કહેવું હતું કે પહેલાના સમયમાં મીડિયા પાસે વધારે સ્પેસ હતો અને લોકો પાસે ઓછો. જોકે સોશિયલ મીડિયા આવવાથી લોકો પાસે વધારે સ્પેસ છે અને મીડિયા પાસે ઓછો. તેમનું કહેવું હતું કે ઇન્વેસ્ટિગેશન પત્રકારિતાનું સ્થાન આ સમયગાળામાં પણ કોઇ લઇ શકે નહીં.

કોવિડના સમયે મીડિયાએ બતાવી સચ્ચાઇ

તેમણે લોકલ મીડિયાની મહત્વતા જણાવતા કહ્યું કે જે લોકોને નેશનલ અખબાર કવર કરતા નથી તેમના અવાજને લોકલ મીડિયા ઉઠાવે છે. કોવિડના સમયમાં મીડિયા ઘણું અસરદાર જોવા મળ્યું હતું. તેમનું કહેવું હતું કે મીડિયાએ એડમિનિસ્ટ્રેશનને જગાડવાનું કામ કર્યું. ગુજરાતની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોવિડ દરમિયાન દર્દીઓને ફક્ત 108 એમ્બ્યુલન્સમાં આવવા કહેવામાં આવ્યું હતું. અમને મીડિયા દ્વારા સચ્ચાઇ જાણવા મળી અને સંજ્ઞાન લઇને એક્શન લીધા હતા.

રામનાથ ગોયન્કા એવોર્ડ્સ દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસના પ્રધાન સંપાદક રાજકમલ ઝા એ આપેલું ભાષણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. રાજકમલે સુપીમ કોર્ટની મહત્વતાની વાત કરી, પત્રકારોની આઝાદીની વાત કરી હતી અને પત્રકારોની આઝાદીથી લોકતંત્ર પર શું અસર રડે છે તેની વાત કરી હતી.

ભાષણની શરૂઆતમાં રાજકમલે ઝા એ કહ્યું હતું કે આ આપણું સૌભાગ્ય છે કે આપણી સાથે માનનીય ચીફ જસ્ટિસ ઉપસ્થિત છે અને સીલબંધ કવરમાં કશું જ નથી. આ વોટ ઓફ થેંક્સ છે. પણ આપણે જે સમયમાં રહી રહ્યા છીએ હું કહેવા માંગીશ કે કોઇ વોટ થશે નહીં. અહીં ફક્ત થેંક્સ થશે.

સીલબંધ કવરની ટિપ્પણીનો ઇશારો સીજેઆઈના હાલના નિવેદન પર હતો. CJI ચંદ્રચુડ હાલમાં જ કોર્ટમાં આપવામાં આવતા સીલબંધ કવરના ઉપયોગ પર ભડક્યા હતા. OROP મામલામાં એટોર્ની જનરલે તેમને સીલબંધ કવર આપ્યું તો તેમણે તેને લેવાથી ઇન્કાર કર્યો હતો.

રાજકમલે આઝાદ મીડિયા માટે CJIના નજરની પ્રશંસા કરી અને કહ્યું કે વર્ષોથી સુપ્રીમ કોર્ટ પત્રકારિતા માટે ધ્રુવ તારા બન્યું રહ્યું છે.

Web Title: Cji chandrachud at ramnath goenka awards press must remain free if a country is to remain a democracy

Best of Express