scorecardresearch

શહેર અને રસ્તાના નામ બદલનાર આપણે કોણ છીએ? જાણો શા માટે CJI ચંદ્રચુડે આવું કહ્યું? નામ કેવી રીતે બદલાય છે?

city names change : ઔરંગાબાદ (Aurangabad) શહેરનું નામ બદલવાના મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી આવી, જેને સીજેઆઈ ચંદ્રચુડે (cji chandrachud) ફગાવી દીધી છે. તેમણે કહ્યું નામ બદલવાનું કામ સરકારનું છે.

city names change
કોઈ શહેર કે રસ્તાનું નામ કેવી રીતે બદલવામાં આવે છે?

સુપ્રીમ કોર્ટે 5 એપ્રિલે ઔરંગાબાદના નામ બદલવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ દરમિયાન તીખી ટિપ્પણી પણ કરી હતી. આ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની બેન્ચે કહ્યું, ‘શહેર કે રસ્તાનું નામ બદલવા માટે આપણે કોણ છીએ? આ નિર્ણય ચૂંટાયેલી સરકારે લેવાનો હોય છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આપણને ગમે કે ન ગમે, પરંતુ કોઈપણ શહેરનું નામ બદલવાનો અધિકાર સરકારના લોકતાંત્રિક દાયરામાં આવે છે. સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ મામલો હજુ પણ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ વિચારણામાં છે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ મજાકમાં કહ્યું કે, હાઈકોર્ટ હજુ પણ બોમ્બે તરીકે ઓળખાય છે…. તેમની ટિપ્પણી પર હસી પડ્યા.

ઔરંગાબાદનું નવું નામ સંભાજી નગર

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. ઔરંગાબાદનું નામ મુઘલ શાસક ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMથી લઈને કેટલાક રાજકીય પક્ષો નામ બદલવાનો વિરોધ કરી રહ્યા હતા. નામ બદલવાના વિરોધમાં સૌપ્રથમ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

નામ કેવી રીતે બદલાય છે?

ભારતના બંધારણની કલમ 3 અને 4 કોઈપણ રાજ્યના નામ બદલવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. કલમ 3 અને 4 મુજબ, જો સરકાર કોઈ રાજ્યનું નામ બદલવા માંગે છે તો સરકારે સાંસદમાં વિધેયક લાવવું પડે છે. વિધેયક પહેલા સંબંધિત રાજ્યની પણ સલાહ લેવામાં આવે છે. તેના માટે એક નક્કી કરેલી સમય સીમા હોય છે. જોકે, રાજ્યની સલાહ રાષ્ટ્રપતિ કે સંસદ માટે બાધ્ય નથી હોતી. રાજ્યની સલાહ બાદ વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવે છે, અને પાસ થયા બાદ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે.

આજ રીતે કોઈ રસ્તા કે શહેરનું નામ બદલવાનો નિર્ણય તમારી સરકાર લઈ શકે છે. આના માટે કોઈ જનપ્રતિનિધી સરકારને પ્રસ્તાવ આપી શકે છે. જો પ્રજા પણ પણ માંગ કરે તો સરકાર આના પર વિચાર કરી શકે છે.

નામ બદલવામાં આંધ્ર પ્રદેશ અવ્વલ

આઝાદી બાદ ભારતના 21 રાજ્યોના 244 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. હાલના દિવસોમાં સૌથી મોટો વિવાદ ઉત્તર પ્રદેશને લઈને છે, જ્યો ફૈઝાબાદથી લઈ ઈલાહાબાદ જેવા કેટલાક નામ બદલવામાં આવ્યા છે. પરંતુ જો આંકડાઓ પર નજર નાખવામાં આવે તો, આઝાદી બાદથી અત્યાર સુધીમાં આંધ્ર પ્રદેશમાં એકલા 76 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. આજ રીતે તામિલનાડુમાં 31 અને કેરળમાં 26 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 18 જગ્યાઓના નામ બદલવામાં આવ્યા.

આ પણ વાંચો –

નામ બદલવા પર ખર્ચ થાય છે મોટી રકમ

કોઈ શહેરનું નામ બદલવા પર મોટી રકમનો ખર્ચ થાય છે. પહેલા ગેજેટ નોટિફિકેશન થાય છે. ત્યારબાદ તમામ દસ્તાવેજોથી લઈ સાઈનેઝ હોર્ડિંગ્સ વગેરેમાં નામ બદલવા પડે છે. એક પ્રતિષ્ઠિત ન્યુઝ પેપરના રિપોર્ટ અનુસાર, કોઈ શહેરનું બદલવામાં 300 કરોડનો ખર્ચ થાય છે. જો શહેર મોટુ હોય તો આ રકમ પણ વધી જાય છે

Web Title: Cji chandrachud aurangabad supreme court how city street names change and cost

Best of Express