scorecardresearch

રાજ્યપાલ RSSના ઇશારે કરી રહ્યા છે કામ, કેરલના સીએમનો ગર્વનર આરિફ મોહમ્મદ ખાન પર પ્રહાર

આરિફ મોહમ્મદ ખાનના નિર્ણય પર માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે આ સંઘ પરિવારની એક ચાલ છે જેથી શિક્ષાનું ભગવાકરણ કરી શકાય

રાજ્યપાલ RSSના ઇશારે કરી રહ્યા છે કામ, કેરલના સીએમનો ગર્વનર આરિફ મોહમ્મદ ખાન પર પ્રહાર
કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન (Express photo by Tashi Tobgyal)

કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રાજ્યના 9 વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના રાજીનામા માંગી લીધા છે. રાજ્યપાલના આ આદેશ પર વિવાદ શરુ થયો છે. કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પર પ્રહાર કર્યો અને તેમના પર આરએસએસના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. કેરલના 9 વિશ્વવિદ્યાલયના કુલપતિઓએ રાજ્યપાલ મોહમ્મદ આરિફના રાજીનામાના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

રાજ્યપાલના એક્શન પર કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને કહ્યું કે તે પોતાની શક્તિઓનો દુરપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ પોતનાથી વધારે શક્તિઓનો પ્રયોગ કરવા માટે ચાન્સેલર પદનો દુરપયોગ કરી રહ્યા છે. આ અલોકતાંત્રિક છે અને કુલપતિઓની શક્તિઓનું અતિક્રમણ છે. રાજ્યપાલનું પદ સરકારની વિરુદ્ધ નહીં પણ સંવિધાનની ગરિમાને બનાવી રાખવા માટે છે. તે આરએસએસના સાધનની જેમ કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો – શિંદે જૂથને લાગશે મોટો ઝટકો, એક સાથે 22 ધારાસભ્ય કેસરીયો ધારણ કરશે, ઉદ્ધવ જૂથે સામના દ્વારા CM પર કર્યા પ્રહારો

તમને જણાવી દઈએ કે રાજ્યપાલ તરફથી રવિવારે કેરલ રાજભવને એક ટ્વિટમાં કહ્યું કે 2022ની સિવિલ અપીલ સંખ્યા 7634-7635, 2021ની (એસએલપી (સી) સંખ્યા 21108-21109) માં માનનીય સુપ્રીમ કોર્ટના તારીખ 21.10.22ના નિર્ણયને યથાવત્ રાખતા માનનીય રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને 9 વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના રાજીનામાં આપવાનો નિર્દેશ આપ્યો છે. 9 કુલપતિઓમાં એપીજે અબ્દુલ કલામ પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલયના કુલપતિ પણ સામેલ છે.

આરિફ મોહમ્મદ ખાનના નિર્ણય પર માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે આ સંઘ પરિવારની એક ચાલ છે જેથી શિક્ષાનું ભગવાકરણ કરી શકાય. સીપીએમે આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ પોતાની શક્તિઓનો દુરપયોગ કરી રહ્યા છે. જ્યારે કન્નૂર વિશ્વવિદ્યાલયના કુલપતિએ રાજીનામું નહીં આપવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે જોવું છું શું કાર્યવાહી કરાય છે.

Web Title: Cm pinarayi vijayan says kerala governor abusing chancellors powers by asking vice chancellors to resign

Best of Express