scorecardresearch

ઠંડીની આગાહી : 14 જાન્યુઆરીથી પડશે કડકડતી ઠંડી, માઈનસ 4 ડિગ્રી જઈ શકે છે તાપમાન, વૈજ્ઞાનિકો પણ હેરાન

Cold forecast North india : દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પારો માઈનસમાં જઈ શકે છે. ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઓડિશા, બંગાળ જેવા રાજ્યોમાં ટંડીની સૌથી વધુ અસર જોવા મળે છે.

ઉત્તર ભારતમાં 14 જાન્યુઆરીથી શીત લહેર છવાઈ શકે છે
ઉત્તર ભારતમાં 14 જાન્યુઆરીથી શીત લહેર છવાઈ શકે છે

Weather News : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વધુ તીવ્ર ઠંડી પડી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, જે એક રેકોર્ડ હશે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. લાઈવ વેધર ઓફ ઈન્ડિયાના સ્થાપક નવદીપ દહિયાએ ઉત્તર ભારતના હવામાન વિશે આ માહિતી આપી હતી.

દહિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘આને શું કહેવું તે સમજાતું નથી. મેં મારી કારકિર્દીમાં જોયું નથી કે, ઉત્તર ભારતમાં તાપમાન આટલું ઓછું થયું હોય. આ પણ આશ્ચર્યજનક છે. 14 થી 18 જાન્યુઆરીની વચ્ચે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં માઈનસ 4 ડિગ્રીથી 2 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન રહી શકે છે.

નવદીપ દહિયાએ જણાવ્યું છે કે, 14 જાન્યુઆરીથી ધુમ્મસ રહેશે. આનાથી રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. જો ધુમ્મસ લાંબા સમય સુધી ચાલુ રહે તો તાપમાન સિંગલ ડિજિટ સુધી પહોંચી શકે છે.

શું જાન્યુઆરી 2023 21મી સદીનો સૌથી ઠંડો મહિનો હશે?

નવદીપ દહિયાએ લખ્યું છે કે, જાન્યુઆરી 2023 21મી સદીનો સૌથી ઠંડો મહિનો હોઈ શકે છે, જાન્યુઆરીના પહેલા 11 દિવસ કેવા રહ્યા અને આવનારા દિવસો કેવા દેખાઈ રહ્યા છે.

IMDનું શું કહેવું છે?

બીજી તરફ ભારતીય હવામાન સંસ્થા એટલે કે, IMDએ પણ શનિવાર એટલે કે 14 જાન્યુઆરીથી દિલ્હી-NCR અને આસપાસના રાજ્યોમાં શીત લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ હળવો ઝરમર વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે. આઈએમડીના હવામાનશાસ્ત્રી આરકે જેનામાનીએ જણાવ્યું કે, વર્ષ 2006માં પણ દિલ્હીમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ લઘુત્તમ તાપમાન ઘટીને 1.9 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. 2013માં પણ આવી જ ઠંડી અને શીત લહેર જોવા મળી હતી.

શીત લહેર શું છે? શીત લહેર શું છે

કોલ્ડ વેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ મહાપાત્રા સમજાવે છે કે, ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય, તો તેને ઠંડી ગણવામાં આવે છે અને તરંગ અથવા શીત લહેર કહેવાય છે.

જાન્યુઆરીમાં શીત લહેર તેની ટોચ પર

જાન્યુઆરીમાં શીત લહેર તેની ટોચ પર હોય છે. ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઓડિશા, બંગાળ જેવા રાજ્યોમાં તેની અસર સૌથી વધુ જોવા મળે છે.

આ પણ વાંચોGujarat Weather Forecast : ગુજરાતમાં તાપમાન વધ્યું પણ ઠંડા પવનોથી ઠંડીનો ચમકારો, ક્યાં કેટલી પડી ઠંડી?

આ 3 રાજ્યોમાં કોલ્ડ વેવના કારણે મૃત્યુઆંક સૌથી વધુ થાય છે

ડૉ. મહાપાત્રા કહે છે કે, વર્ષમાં 10-15 દિવસ શીત લહેરનો પ્રકોપ જોવા મળે છે. કોલ્ડવેવને કારણે ત્રણ રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુઆંક જોવા મળ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

Web Title: Cold forecast delhi north india very cold january 14 temperature minus 4 degrees scientists meteorological department worried

Best of Express