વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં સત્તામાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓની સતત હિજરત થઈ રહી છે. 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજકારણમાં પક્ષપલટો એટલે કે કોઇ એક રાજકીય પક્ષમાંથી બીજા રાજકીય પક્ષમાં કુદાકુદ કરવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ચાલુ સપ્તાહે કોંગ્રેસને દક્ષિણના રાજ્યોમાં એક પછી એક 3 મોટા આંચકા લાગ્યા છે, જેમાં સતત ત્રીજા દિવસ સુધી તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં પાર્ટીના એક પછી એક નેતા ભાજપમાં જોડાયા હતા.
સીઆર કેસવન
ભગવાધારી પક્ષ ભાજપમાં તાજેતરમાં જોડાયેલા નવા નેતાનું નામ છે સીઆર કેસવન, જે કોંગ્રેસના પૂર્વ નેતા છે અને ભારતના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર છે. કેસવન 8 એપ્રિલ, 2023 શનિવારના રોજ ભાજપમાં જોડાયા છે. કેસવને ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે “તેમણે બે દાયકા કરતા વધારે સમયથી પક્ષ હેતુસર કામગીરી કરવા માટે બનાવેલા મૂલ્યો બચ્યા નથી.”
કેસવને નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “હું વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપમાં મને સામેલ કરવા બદલ નેતાઓનો આભાર માનું છું, ખાસ કરીને એવા દિવસે જ્યારે વડાપ્રધાન તમિલનાડુમાં છે.” “અહીં તેમની હાજરી એ વાત સાબિત કરે છે કે સી રાજગોપાલાચારી સહિત આપણા રાષ્ટના મહાન નેતાઓનું ભાજપ સમ્માન કરે છે,” તેમણે ઉમેર્યું.
કિરણ રેડ્ડી
અવિભાજિત આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નલ્લારી કિરણ કુમાર રેડ્ડી, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન પૂર્વે રાજ્યના છેલ્લા મુખ્યમંત્રી હતા, તેમણે નવ વર્ષમાં બીજી વખત 12 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
રેડ્ડીએ કહ્યું કે, કોંગ્રેસ “ખોટા નિર્ણયો લઈ રહી છે” અને તેની કિંમત ચૂકવી રહી છે. “દુઃખની વાત એ છે કે તેઓ કોઈપણ નક્કર સુધારણા કરવામાં રસ ધરાવતા નથી. જો કોઈ ભૂલ થઈ હોય તો તેનો સ્વીકાર કરીને તેને સુધારવાના પ્રયત્નો કરવા જોઈએ. કોંગ્રેસમાં એવું કંઈ નથી. કોંગ્રેસ હાઈકમાન્ડના ખરાબ નિર્ણયોને કારણે પાર્ટી દરેક જગ્યાએ હારી રહી છે.”
અનિલ એન્ટની
કોંગ્રેસના નેતા અનિલ એન્ટની તાજેતરમાં ભાજપમાં જોડાતા ભારે હોબાળો મચ્યો છે. ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રી મુદ્દે ટિપ્પણી અંગેના વિવાદ બાદ કોંગ્રેસમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યાના બે મહિનાથી કરતા વધારે સમય પછી ભૂતપૂર્વ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીના પુત્ર અનિલ કે એન્ટની ગુરુવારે ભાજપમાં જોડાયા છે. જાન્યુઆરીમાં અનિલે બીબીસી ડોક્યુમેન્ટરી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “ભાજપ સાથે તેમના મોટા મતભેદો હોવા છતાં” તેમનું માનવું છે કે આ ડોક્યુમેન્ટરી ભારતના સાર્વભૌમત્વને નબળું પાડી શકે છે.
ભાજપને આશા છે કે પક્ષમાં અનિલની એન્ટ્રીથી તેઓ કેરળના ખ્રિસ્તીઓમાં તેમની અસરકારતા વધશે, જે સમુદાયને આકર્ષીત કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા એન્ટોનીએ તેમના પુત્રના નિર્ણયને “અત્યંત દુઃખદ ” ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે અનિલનો નિર્ણય જે મૌન્ડી ગુરુવારે આવ્યો, જે ખ્રિસ્તીઓ માટે પવિત્ર દિવસ હતો, તે “પ્રભુ ઈસુને દગો દેવા” સમાન છે.
હાર્દિક પટેલ
કોંગ્રેસ સાથે છેડો ફાડ્યાના બે અઠવાડિયા બાદ જ પાટીદાર નેતા હાર્દિક પટેલ 3 જૂન, 2022ના રોજ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા અને કહ્યું હતું કે “રાષ્ટ્રીય હિત” માટે કામગીરી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૈનિક” બનવા તેમની ફરજ છે. હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા હતા અને જુલાઈ 2020માં તેને રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને અને ટ્વિટર પર પોસ્ટ કરેલા તેમના રાજીનામાના પત્રમાં, હાર્દિકે રાહુલ ગાંધીનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા: “જ્યારે પણ આપણા દેશને પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને જ્યારે કોંગ્રેસને નેતૃત્વની જરૂર હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં મજા માણી રહ્યા હતા.”
તેમણે પક્ષ ઉપર મુખ્ય મુદ્દાઓ પર “અડચણ” હોવાનો આરોપ પણ મૂક્યો હતો. “છેલ્લા 3 વર્ષોમાં, મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી અને તેની નેતાગીરી, કેન્દ્ર અને રાજ્ય સ્તરે, દરેક બાબતોનો વિરોધ કરવા માટે ઓછી થઈ ગઈ છે, જ્યારે લોકો હંમેશા એવા વિકલ્પની શોધ કરે છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે છે અને ભારતને આગળ લઇ જવામાં સક્ષમ છે. ભારત આગળ.”
જિતિન પ્રસાદ
જિતિન પ્રસાદ કોંગ્રેસના એવા 23 નેતાના સમૂહમાં સૌથી પહેલા હતા, જેમણે ગયા વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં આમૂલ પરિવર્તનની માંગ કરી હતી અને પાર્ટી છોડી દીધી હતી. ઉત્તર પ્રદેશના આ કોંગ્રેસ નેતા 10 જૂન, 2021ના રોજ ભાજપમાં જોડાયા હતા.
2014થી ઉત્તર પ્રદેશમાં નેતાઓની સતત હિજરત ચાલી રહી છે અને જતિન પ્રસાદે પક્ષ સાથે છેડો ફાડતા કોંગ્રેસને એક આંચકો લાગ્યો હતો. પ્રસાદાએ ઉત્તર પ્રદેશ રાજ્યમાં જાહેર બાંધકામ વિભાગનો હવાલો સંભાળતા હતા અને રાજ્યમાં 2022ની નિર્ણાયક વિધાનસભા ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આર પી એન સિંહ
કોંગ્રેસ છોડીને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આર પી એન સિંહનું ભાજપમાં જોડાવું એ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પાર્ટી માટે એક મોટા આંચકા સમાન હતું. કોંગ્રેસે ઉત્તર પ્રદેશ માટે તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં સિંહનું નામ દર્શાવ્યાના એક દિવસ બાદ તે 25 જાન્યુઆરી, 2022ના રોજ ભાજપમાં જોડાયા.
“હું છેલ્લા 32 વર્ષથી એક પાર્ટીમાં છું, પરંતુ આજે મારે કહેવું જ જોઇએ કે પાર્ટી હવે પહેલા જેવી નથી રહી અને ન તો તેનો વિચાર. આજે, દરેક વ્યક્તિ છે કે જો કોઈ પક્ષ છે જે લોકોના હિત અને રાષ્ટ્રના નિર્માણ માટે કામગીરી કરી રહ્યો છે, તો તે ભાજપ છે,” સિંહે ભાજપમાં જોડાયા બાદ આ વાત કહી હતી.