Sonia Gandhi, Rajya sabha election : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા માટે બુધવારે એટલે કે આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સોનિયા ગાંધી હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં જશે કે રાજસ્થાનથી. સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી કે તે રાજસ્થાન થઈને રાજ્યસભા પહોંચી શકે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી સિવાય અભિષેક મનુ સિંઘવી પણ રાજ્યસભામાં જઈ શકે છે.

આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે સોનિયા ગાંધીના સ્થાને રાયબરેલીથી લોકસભાની ચૂંટણી કોણ લડશે? માનવામાં આવી રહ્યું છે કે તેમના સ્થાને પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવામાં આવી શકે છે. કારણ કે આ બેઠક ગાંધી પરિવારનો વારસો રહી છે.
ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ, શીલા કૌલ જેવા લોકો આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. આ તમામ ચહેરા ગાંધી પરિવારના સભ્યો અથવા તેમના સંબંધીઓ હતા. જેમ કે ફિરોઝ ગાંધી પંડિત જવાહરલાલ નેહરુના જમાઈ હતા અને શીલા કૌલ તેમની પત્ની કમલા નહેરુના ભાઈના પત્ની હતા.
રાજ્યસભામાં જઇ શકે છે સોનિયા ગાંધી, કોંગ્રેસ પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજનને પણ ટિકિટ આપશે!
Rajya Sabha Election : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાજ્યસભામાં જઈ શકે છે. વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે તે ચૂંટણી લડવા માટે ઇચ્છુક નથી. આવી સ્થિતિમાં પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે.
એવી પણ ચર્ચા થઇ રહી છે કે પ્રિયંકા ગાંધી પણ હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં એન્ટ્રી લઇ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રઘુરામ રાજનને પોતાના કોટામાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. એવી શક્યતા છે કે પાર્ટી તેમને કર્ણાટકથી મેદાનમાં ઉતારે. ત્યાંથી હાલ 4 લોકો રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાના છે. વધું વાંચો