વધુ એક કાળો શુક્રવાર! 2009માં પણ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન થઈ હતી દુર્ઘટનાની શિકાર, સાંજના સમયે જ ઘટી દુર્ઘટના

Odisha Train Derailed Live Updates : શુક્રવારેની દુર્ઘટના 2009માં કોરોમંડલ દુર્ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. જેમાં આશરે 16 યાત્રીઓના મોત નીપજ્યા હતા. જ્યારે 13 ફેબ્રુઆરી 2009ની શુક્રવારની એક વધુ દુર્ભાગ્યપૂર્ણ રાત હતી.

Written by Ankit Patel
Updated : June 03, 2023 13:52 IST
વધુ એક કાળો શુક્રવાર! 2009માં પણ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન થઈ હતી દુર્ઘટનાની શિકાર, સાંજના સમયે જ ઘટી દુર્ઘટના
ટ્રેન અકસ્માતની તસવીર (photo credit - social media)

Chennai Coromandel Express Accident Live Updates, 3 June 2023 : ઓડિશમાં શુક્રવારે ત્રણ ટ્રેનો વચ્ચે ભયંકર ટક્કર થતાં 238 લોકો મોતને ભેટ્યાં હતાં. આ ઉપરાંત 900થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ દુર્ગટના આઝાદી બાદની સૌથી ઘાતક દુર્ઘટના પૈકી એક છે. શુક્રવારે ચેન્નઇ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોરમાં બહનાગા બજાર સ્ટેશન પાસે એક પાટા પરથી ઉતરી ગઈ હતી. અને હાવડા જનારી બેંગલુરુ – હાવડા સુપરફાસ્ટ તેને ટકરાઈ હતી. ત્યારબાદ કોરોમંડલના પાટાપરથી ઉતરેલા ડબ્બા એક માલગાડી સાથે ટકરાયા હતા.

કોરોમંડલ એક્સપ્રેસની ટોપ સ્પીડ 130 કિમી પ્રતિ કલાક

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ચેન્નઈ અને શાલીમાર હાવડા વચ્ચે 27 કલાક અને પાંચ મિનિટમાં 1662 કિમીનું અંતર કાપે છે. કોરોમંડલ એક્સપ્રેસની ટોપ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકની છે. શુક્રવારેની દુર્ઘટના 2009માં કોરોમંડલ દુર્ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. જેમાં આશરે 16 યાત્રીઓના મોત નીપજ્યા હતા. જ્યારે 13 ફેબ્રુઆરી 2009ની શુક્રવારની એક વધુ દુર્ભાગ્યપૂર્ણ રાત હતી.

2009માં સાજે 7.30 કોરોમંડલ ટ્રેનને નડ્યો હતો અકસ્માત

2009માં દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે ટ્રેન ફૂલ સ્પીડમાં જાજપુર રોડ રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી. અને ટ્રેક બદલી રહી હતી. ટ્રેનનું એન્જીન એક તરફ જતું રહ્યું હતું. 2009ની દુર્ઘટના સાંજના સમયે જ થઈ હતી. દુર્ઘટના સાંજે 7.30 વાગ્યાથી લઈને 7.40 વાગ્યા વચ્ચે ઘટી હતી.

આ પણ વાંચોઃ- 3 june, Odisha train Accident live update : રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ, આ રૂટમાં કવચ પ્રણાલી નથી,પીએમ મોદી જશે બાલાસોર

દુર્ઘટનામાં મૃત્યુ આંક 238 સધી પહોંચ્યો

શુક્રવારની સાંજે બાલાસોરમાં થયેલા ટ્રેનના ટ્રીપલ અકસ્માતમાં આખી રાત બચા અભિયાન ચાલું થયું હતું જે શનિવાર બપોર સુધી ચાલ્યું હતું. અત્યાર સુધીમાં અકસ્માતમાં મરનારની સંખ્યા 238 સુધી પહોંચી ગઈ હતી.જોકે, મૃત્યુ આંક હજી પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. સ્તાનિક લોકોએ કહ્યું કે આખી રાત બચાવોની અવાજો સંભળાઈ રહી હતી. ઘટનાની ચારે બાજુ ક્ષતિગ્રસ્ત ડબ્બાઓ પડ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ