Corona Case In India: ચીનમાં ન્યુમોનિયાની મહામારી વચ્ચે ભારતમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં કોવિડ-19 વાયરસના 148 કેસ નોંધાતા ફફડાટ

Corona Virus Case In India: ચીનમાં ન્યુમોનિયાની મહામારીના ડર વચ્ચે ભારતમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચક્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોવિડ 19 સંક્રમણના 148 કેસ નોંધાતા ચિંતા વધી છે.

Written by Ajay Saroya
December 09, 2023 17:16 IST
Corona Case In India: ચીનમાં ન્યુમોનિયાની મહામારી વચ્ચે ભારતમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં કોવિડ-19 વાયરસના 148 કેસ નોંધાતા ફફડાટ
શિયાળામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. (Photo - Freepik)

Corona Virus Case In India: દેશમાં ફરી એકવાર કોરોના બોમ્બ ફૂટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘણા મહિનાઓ બાદ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 148 નવા કેસ નોંધાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશની તમામ હોસ્પિટલોમાં હાલમાં કુલ 808 દર્દીઓ કોવિડની સારવાર હેઠળ છે. એટલે કે દેશમાં હાલ આટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. હવે આ વધેલા કોરોના કેસ પણ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ચીનમાં એક રહસ્યમય રોગે બધાને ગભરાટમાં મુકી દીધા છે.

વાસ્તવમાં, થોડા મહિના પહેલા ચીનમાં એક અલગ પ્રકારનો ન્યુમોનિયા જોવા મળ્યો હતો. ચિંતાની વાત એ છે કે આ ન્યુમોનિયા માત્ર બાળકોમાં દેખાયો હતો અને ઘણાને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. હવે આ સમયે જ્યારે દુનિયા આ નવા વાયરસને સમજવાની કોશિશ કરી રહી છે, ત્યારે ભારતમાં કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યું છે. કોરોનાના વધતા કેસોએ વહીવટીતંત્રને ફરી સતર્ક કરી દીધું છે. અત્યારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રસીકરણ મોટા પાયે કરવામાં આવ્યું છે, પરંતુ દરેકને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

coronavirus | covid-19 | world news | Google news | Gujarati news
કોરોના વાયરસનો ખતરો (express photo – Nirmal Haridran)

અહીં એ સમજવું જરૂરી છે કે શિયાળામાં કોરોના વાયરસ સૌથી વધુ ફેલાય છે. ગયા વર્ષે પણ શિયાળા દરમિયાન કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો હતો, હવે ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર કોવિડના કેસમાં વધારો થયો છે. સરકાર વધતા કોરોના કેસ પર નજર રાખી રહી છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. જો ચીનમાં ચાલી રહેલા રહસ્યમય રોગની વાત કરીએ તો સરકાર પણ આ અંગે સતર્ક છે, કેન્દ્ર દ્વારા દરેક રાજ્યોને વિગતવાર માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

ચીનમાં ન્યુમોનિયાની મહામારી (Chinese pneumonia outbreak)

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનની આ રહસ્યમય બીમારીથી પીડિત બાળકોને ઉધરસ વિના બહુ તાવ, શરરીરમાં દુખાવો કે ગળામાં દુખાવો, ફેફસામાં સોજો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વસન માર્ગમાં સોજો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે એટલું ખતરનાક છે કે જો બાળકો પીડાય છે, તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.

આ પણ વાંચો | કોરોના રસથી યુવાનોમાં હાર્ટ એટેક અને મોતના કેસ વધી રહ્યા છે? ICMRના રિસર્ચ રિપાર્ટમાં મોટો ખુલાસો

હેલ્થ એક્સપર્ટ્સ ચીનમાં ફેલાયેલી આ રહસ્યમયી બીમારીને ન્યુમોનિયા કરતા પણ વધુ ખતરનાક ગણાવી રહ્યા છે. વાસ્તવમાં, ન્યુમોનિયાની સારવાર સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ દવાઓની મદદથી કરી શકાય છે. જો કે, ચીનમાં તેનાથી પ્રભાવિત બાળકોમાં આવી દવાઓની કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. આ ઉપરાંત, તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આ રોગ ફેલાવાની સંભાવના વધી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ