cow and cobra snake viral video : તમે પ્રાણીઓની એક-બીજા વચ્ચેની લડાઈ તો જોઈ જ હશે, સાથે પ્રાણીઓ વચ્ચે પ્રેમ દર્શાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોયો હશે. પરંતુ અત્યારે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે વિશ્વાસ નહીં કરી શકો. વીડિયોમાં એક ગાય ખતરનાક સાપને ચાટી રહી છે. આ સાપ એટલો ખતરનાક છે, કે જો તે એક વખત કરડે તો ગાય પણ મરી શકે છે.
સાપ અને ગાયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
વીડિયોમાં જોઈ શકાય છે કે, ગાયની પાસે કોબ્રા સાપ છે. ગાય સાપને સૂંઘવાનો પ્રયાસ કરી રહી છે. ગાયની નજીક જઈને સાપ સાવધ થઈ ગયો અને પોતાનું ફેણ ઊંચુ કરી દીધુ, પણ ગાય પાછી ફરી નહીં. આ પછી ગાય સાપના માથાને ચાટવા લાગે છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો કારણ કે જો સાપે ગાયને એક વાર ડંખ માર્યો હોત તો તેનું મોત થઈ ગયું હોત.
વીડિયો જોયા પછી રૂવાંટા ઉભા થઈ જશે
વીડિયોમાં દેખાતો સાપ કોબ્રા પ્રજાતિનો છે, જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જોકે ગાય અને સાપ બંને એકબીજાની નજીક પણ આવતા નથી, આવું કદાચ લગભગ બનતું નથી. સાપને જોઈને પાળતુ કોઈ પણ પ્રાણી ગુસ્સે થઈ જાય છે અને તે ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે પરંતુ, આ વીડિયોમાં ગાય અને સાપ વચ્ચે મિત્રતા જેવો માહોલ જોવા મળે છે.
આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે, જેના પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘મને આશા પણ નહોતી કે કોઈ પ્રાણી આવું કરી શકે છે.’ બીજાએ લખ્યું, ‘ગાય અને સાપનું આ વર્તન આશ્ચર્યજનક છે. તેમની પોતાની એક ભાષા છે, જે મનુષ્યની સમજની બહાર છે.’ શુભમ સિંહે લખ્યું, ‘મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં લખે છે કે, અહિંસાનું પાલન કરવાથી દુશ્મનીનો ત્યાગ થાય છે, તે આમાં દેખાય છે.’
આ પણ વાંચો – IPS પ્રભાકર ચૌધરીની 13 વર્ષમાં 21 ટ્રાન્સફર, ગુસ્સે થયેલા પિતાએ કહ્યું – ‘…ભાજપને હવે જીતવા નહી દઉં’
તો વીડિયો કેવી રીતે બનાવી શકાય?’ માનસ નામના ટ્વિટર યુઝરે લખ્યું, ‘જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો, તેણે ગાયને સાપના ઝેરથી બચાવવી જોઈતી હતી પરંતુ, તેણે એવું નથી કર્યું.’ બીજાએ લખ્યું, ‘સાપને લાગણી હોતી નથી. મગજમાં જ્યાં લાગણી ઉત્પન્ન થાય છે, ત્યાં સાપના મગજમાં એ નથી, તમે શા માટે આવી ટ્વીટ કરો છો?’





