Divya Pahuja Murder Case : મોડલ દિવ્યા પાહુજા મર્ડર કેસમાં ઘણા એવા પાસા છે જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. ગુરુગ્રામની સિટી પોઇન્ટ હોટલમાં દિવ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી પોલીસને દિવ્યાની લાશ મળી નથી. પોલીસ દિવ્યાની લાશની શોધખોળમાં લાગી ગઈ છે. એટલું જ નહીં જે બીએમડબલ્યુમાં દિવ્યાનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો અને તેને હોટલની બહાર લઈ જવામાં આવ્યો હતો તે કાર પણ હજુ સુધી મળી આવી નથી. તેમજ દિવ્યાનો મોબાઈલ પણ હજુ સુધી ટ્રેસ થયો નથી. આ કહાની ઘણી અટપટી છે. આ કેસમાં એટલા બધા એંગલ સામે આવ્યા છે કે પોલીસ માટે આ કેસનો ઉકેલ લાવવો સરળ નથી. હાલ પોલીસ હત્યાના આરોપી અભિજીત સિંહ, હેમરાજ અને ઓમ પ્રકાશની પૂછપરછ કરી રહી છે.
પોલીસ દિવ્યાના મૃતદેહની શોધખોળ કરી રહી છે
મુખ્ય આરોપી અભિજીત સિંહ હોટલનો માલિક છે. પૂછપરછ બાદ દિવ્યાનો મૃતદેહ શોધવા માટે પોલીસ પંજાબ પહોંચી ગઇ છે. પોલીસને શંકા છે કે આરોપીઓ દિવ્યાના મૃતદેહને પંજાબ લઈ ગયા છે અને તેનો નિકાલ કર્યો છે. પોલીસ ઘગ્ગર નદીમાં દિવ્યાની લાશની શોધખોળ કરી રહી છે. આરોપી દિવ્યાની લાશને બીએમડબલ્યુ કારમાં લઇ ગયા હતા તે માર્ગો ઉપર પણ પોલીસ શોધી રહી છે. પોલીસ દિવ્યાનો મોબાઈલ પણ શોધી રહી છે. ખરેખર દિવ્યાનો મોબાઈલ મળ્યા બાદ જ આ મર્ડર કેસના અનેક રહસ્યો ખુલશે.
આ પણ વાંચો – આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીના બહેન વાય એસ શર્મિલા કોંગ્રેસમાં સામેલ, જાણો કેમ પકડ્યો ભાઇથી અલગ રસ્તો
હોટલના માલિકને જણાવ્યું- હત્યા શા માટે કરવામાં આવી?
પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી હોટલ માલિકે જણાવ્યું કે દિવ્યા પાસે તેની કેટલીક આપત્તિજનક તસવીરો હતી. આ તસવીરો દ્વારા તે તેને બ્લેકમેલ કરીને પૈસા માંગતી હતી. તેણે તેને ઘણી વખત પૈસા આપ્યા હતા. તેણે હોટલમાં દિવ્યાના મોબાઇલમાંથી તેની અશ્લીલ તસવીરો ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દિવ્યા પાસે તેનો મોબાઈલ પાસવર્ડ માંગ્યો પણ દિવ્યાએ આપ્યો નહીં. આ પછી તેણે ગુસ્સામાં આવીને દિવ્યાને ગોળી મારી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા કેસમાં દિવ્યાનો મોબાઈલ મોટો સંકેત છે પરંતુ તેનો ફોન હજુ સુધી મળ્યો નથી. પોલીસ દિવ્યાના મોબાઇલની શોધખોળ કરી રહી છે. હાલ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.





