Today News Live Updates, 10 june 2023 : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, પોરબંદરના દરિયાકાંઠે જોવા મળ્યો કરંટ

10 june 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

10 june 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
biparjoy cyclone, weather news, Gujarat weather

બિપરજોય વાવાઝોડું ફંટાયું photo credit - IMD

10 june 2023, Gujarat National world daily News latest update: બિપરજોય વાવાઝોડા અંગે મહત્વના સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડાએ ટ્રેક બદલ્યો છે. હવે વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. જેના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. દરિયા કાંઠાના બંદોર પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જોકે, શનિવાર સવારથી જ ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. પોરબંદરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો.

Advertisment
  • Jun 10, 2023 14:51 IST

    Indian Post Recruitment : ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સૂવર્ણ તક, એકદમ નજીક છે છેલ્લી તારીખ

    Indian Post Recruitment 2023 last date : જે ઉમેદવારો ગ્રામીણ ડાક સેવકો માટે અરજી કરવા માગે છે તેઓ ઈન્ડિયા પોસ્ટ- indiapostgdsonline.gov.in ની અધિકૃત વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

    ભારતીય પોસ્ટ ઓફિસમાં નોકરી અંગે વધુ વિગત જાણવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 13:41 IST

    ભગવાન શિવને દરરોજ જળ ચઢાવવાથી મળે છે અલગ-અલગ ફળ, સમાપ્ત થશે અકાલ મૃત્યુનો ભય, થશે ધનનો લાભ

    hivling Jalabhishek Niyam : સુખ-સંપદાની પ્રાપ્તિ થાય છે. જો દરરોજ ભગવાન શિવને જળ ચઢાવવામાં આવે તો અનેક લાભ મળે છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને વાર પ્રમાણે જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અલગ અલગ ફળ પ્રદાન કરે છે.

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહિં ક્લિક કરો



  • Advertisment
  • Jun 10, 2023 12:23 IST

    તમિલ એક્ટર સરણ રાજનું માર્ગ અકસ્માતમાં મોત, બીજા એક્ટરે કારથી મારી ટક્કર

    તમિલ એક્ટર ડાયરેક્ટર સરણ રાજનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ દુર્ઘટના 8 જને ચેન્નઇમાં થઈ હતી. રિપોર્ટ પ્રમાણએ તમિલ એક્ટર પલાનિયપ્પની કારથી ટક્કર વાગવાના કારણએ એક્ટરનું નિધન થયું હતું. સરણ પોતાની બાઇક ઉપર સવાર હતા. અન્ય એક્ટર નશાની હાલતમાં ધૂથ આવી રહ્યો હતો. જેના કારણે દુર્ઘટના થતાં સરણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.



  • Jun 10, 2023 12:19 IST

    ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, પોરબંદરના દરિયાકાંઠે જોવા મળ્યો કરંટ

    શનિવાર સવારથી જ ગુજરાતના દરિયાકાંઠા પર બિપરજોય વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. પોરબંદરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો.



  • Jun 10, 2023 12:06 IST

    Odisha train Accident : ઓડિશા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધઈ 82 લાશોની નથી થઇ શકી ઓળખ, DNA રિપોર્ટની જોઈ રહ્યા છે પરિજનો રાહ

    Odisha train tragedy : એમ્સ-ભુવનેશ્વર, જ્યાં લાશો રાખી છે ત્યાં અધિકારીઓએ છેલ્લા 48 કલાકમાં એક પણ પરિવારોને લાશ શોંપી નથી. તેમાંથી મોટાભાગની લાશો સડી ચૂકી છે.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 12:04 IST

    Pooja Bedi stands up for ex-husband : પૂજા બેદીએ પૂર્વ પતિના સમર્થનમાં સ્ટેન્ડ લીધું, જેમાં તેના લગ્નજીવન અંગે પ્રતિક્રિયા આપી હતી

    Pooja Bedi stands up for ex-husband :પૂજા બેદી તેના ભૂતપૂર્વ પતિના બચાવમાં સ્ટેન્ડ લીધું, અભિનેત્રીએ ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા અને 2003માં છૂટાછેડા લીધા હતા.

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 11:44 IST

    Health Tips : આ ચા તમારા સવાર સુધારશે, રોશની ચોપરાએ કહ્યું ‘ડિટોક્સ અને પાચનમાં મદદરૂપ’ જાણો ખાસ રેસિપી

    Health Tips : આ ચા નિયમિત ડિટોક્સ અને પાચન ખરેખર સુધારવામાં મદદ કરે છે કારણ કે તેમાં નેચરલ મસાલા હોય છે જે તમારા હેલ્થ માટે ફાયદાકારક છે.

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 11:30 IST

    બ્રિટેનના પૂર્વ પીએમ બોરિસ જોનસને સાંસદ પદ છોડ્યું, કોવિડ-19ને લઇને સંસદને ગુમરાહ કરવાના કેસમાં તપાસના ઘેરામાં

    બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને સાંસદના પદ પરથી શુક્રવારે અચાનક રાજીનામું આપી દીધું હતું. જેના પગલે રાજકિય વિવાદ ઊભો થયો હતો. જોનસન પોતાના રાજનીતિક ભવિષ્યને લઇને સંસદીય તપાસનો સામનો કરી રહ્યા છે. તેમના ઉપર આરોપ લગાવાયો છે કે તેમણે કોવિડ-19 અંગે હાઉસ ઓફ કોમન્સને ગુમરાહ કરી હતી.



  • Jun 10, 2023 10:58 IST

    Artificial Intelligence : રાજીવ ચંદ્રશેખરએ કહ્યું કે, ”ડિજિટલ નાગરિકોને સુરક્ષિત રાખવા માટે AI માટે નિયમો બનશે” AI આગામી વર્ષોમાં નોકરીઓનું સ્થાન લઈ શકે

    Artificial Intelligence : ભારતના ટેક ઇકોસિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ની સંભાવનાઓ વિશાળ છે,PMએ કહ્યું, “અમે અમારા નાગરિકોને સશક્ત બનાવવા માટે અમારા ડિજિટલ પરિવર્તનને વેગ આપી શકે તેવા તમામ સહયોગનું સ્વાગત કરીએ છીએ.”

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 10:47 IST

    Wealth Creation : તમારા નાણાકીય લક્ષ્યો નક્કી કરવા અને તેમને હાંસલ કરવા માટે આ 10 ટિપ્સ કરો ફોલૉ

    Wealth Creation : મોટા નાણાકીય લક્ષ્યો જબરજસ્ત હોઈ શકે છે. તેમને નાના માઇલસ્ટોન્સમાં વિભાજિત કરો. દાખલા તરીકે, જો તમારું ધ્યેય નોંધપાત્ર પ્રમાણમાં દેવું ચૂકવવાનું છે

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 10:26 IST

    ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા, બિપરજોયને લઇને એક્શન પ્લાન તૈયાર

    ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. 13 જૂને 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.સંભવિત વાવાઝોડાને લઇને એક્શન પ્લાન તૈયાર કર્યો છે.



  • Jun 10, 2023 09:30 IST

    અમરેલીની હોટલમાં લાગી ભીષણ આગ : 200 લોકોનું કરાયું રેસ્ક્યૂ

    અમરેલીમાં આવેલી ઠાકર થાળ હોટલમાં ભીષણ આગ લાગી હતી. હોટલમાં આગ લાગતા અફરાતરફી મચી ગઈ હતી. આગના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.અને હોટલમાં ફસાયેલા 200 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સાથે જ લિફ્ટમાં ફસાયેલા 4 લોકોને સલમાત બહાર કાઢ્યા હતા. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું.



  • Jun 10, 2023 09:23 IST

    'બિપરજોય' વાવાઝોડાનો ટ્રેક બદલાયો, વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન

    બિપરજોય વાવાઝોડા અંગે મહત્વના સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડાએ ટ્રેક બદલ્યો છે. હવે વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. જેના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. દરિયા કાંઠાના બંદોર પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.



  • Jun 10, 2023 09:22 IST

    'બિપરજોય' વાવાઝોડાનો ટ્રેક બદલાયો, વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન

    બિપરજોય વાવાઝોડા અંગે મહત્વના સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડાએ ટ્રેક બદલ્યો છે. હવે વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. જેના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. દરિયા કાંઠાના બંદોર પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.



  • Jun 10, 2023 08:30 IST

    આજનો ઇતિહાસ 10 જૂન : વિશ્વ નેત્રદાન દિવસ; વિશ્વ ભૂગર્ભ જળ દિવસ – દુનિયામાં ભૂગર્ભ જળ સતત ઘટી રહ્યું છે

    Today history 10 june : આજે 10 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ નેત્રદાન દિવસ અને વિશ્વ ભૂગર્ભ જળ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

    આજના દિવસનો ઇતિહાસ જાણવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 08:29 IST

    Daily Horoscope, 10 june 2023, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો આળસને કાબૂમાં ન આવવા દો, આર્થિક સ્થિતિ અત્યારે સારી રહેશે

    today Horoscope, 10 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

    તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 08:28 IST

    Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

    kashtabhanjan salangpur temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

    કષ્ઠભંજન દેવના લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરો



  • Jun 10, 2023 08:27 IST

    Manipur violence | મણિપુરમાં નવો હિંસાનો ભડકોઃ કુકી ગામમાં 3ની ગોળી મારીને હત્યા

    Manipur violence : ખોકેનના રહેવાસીઓએ માર્યા ગયેલા ત્રણની ઓળખ 65 વર્ષીય ડોમખોહોઈ, 52 વર્ષીય ખાઈજામંગ ગુઈટ અને 40 વર્ષીય જંગપાઓ ટુથંગ તરીકે કરી હતી.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ