/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/9-12.jpg)
અમદાવાદમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
1 july, Gujarat National world daily News latest update: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં જોધપુરમાં 6.5, બોપરમાં 5 ઇંચ, સાયન્સ સિટીમાં 5, બોડકદેવમાં 4.5 ઇંચ, ગોતામાં 3, ચાંદોડિયામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાણી, ઉસ્માનપુરામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે સાબરમતી નદીમાં પણ વરસાદી પાણીની આવક વધી છે.
- Jul 01, 2023 14:27 IST
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ, બપોર સુધી ધરમપુર અને ભેંસાણમાં છ ઇંચ કરતા વધુ ખાબક્યો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Gujarat-rain-data.jpg)
Gujarat monsoon rainfall data, heavy rain forecast : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એમ સતત વરસાદ વરસી રહ્યો છે. અને આ બંને ઝોનમાં રસાઓ ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 13:50 IST
ગુજરાત હાઇકોર્ટે ફગાવી તીસ્તા સીતલવાડની જામીન અરજી, તરત સરેન્ડર કરવાનો કર્યો આદેશ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/tista-setalwad.jpg)
Gujarat High Court, Teesta Setalvad bail : જસ્ટિસ નિર્જર દેસાઇએ આ મામલે સુનાવણી કરી હતી. તીસ્તા સીતલવાડના વકીલ મિહિર ઠાકોરે કોર્ટના નિર્ણય આપ્યા બાદ કોર્ટ પાસે 30 દિસ માટે નિર્ણયના ક્રિયાન્વયન પર રોક લગાવવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ જસ્ટીસ દેસાઇએ અનુરોધને પણ નકારી કાઠ્યો હતો.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 13:15 IST
વલસાડનું જેસીયા ગામ સંપર્ક વિહોણું
મળતી માહિતી પ્રમાણે વલસાડમાં ભારે વરસાદના કારણે વલસાડની જેસીયા ગામ સંપર્ક વિહોણું થયું હતું. નેશનલ હાઇવેથી ગામ જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે ગ્રામજનોને હાલાકી થઈ રહી છે.
- Jul 01, 2023 12:31 IST
Guru Purnima 2023 | ક્યારે છે ગુરુ પૂર્ણિમા? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Gurupurnima.jpg)
Guru Purnima 2023 muhurat : આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023એ આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવાનું મહત્વ છે. જાણો ગુરુ પૂર્ણિમાની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 12:10 IST
પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં ભયાનક દુર્ઘટનામાં 50થી વધારેના મોત, બેકાબૂ ટ્રકે અનેકને કચડ્યા
fatal accident in Londiani : ઘટના મુખ્ય બજારના ભીડભાળવાળી જગ્યાએ થઈ હતી. એ સમયે અનેક લોકો જમા થયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે બેકાબૂ ટ્રકે એક પછી એક અન્ય વાહનોને ટક્કર મારવાની સાથે જ બજારમાં હજાર લોકોને કચડી નાંખ્યા હતા.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 11:09 IST
Whatsapp Chat : હવે વૉટ્સએપ ચેટ્સ ટ્રાન્સફર કરવી સરળ, ક્લાઉડ પર અપલોડ કર્યા વિના ડિવાઇસમાં ટ્રાન્સફર થશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-01T103506.560.jpg)
Whatsapp Chat : મેટા ભારપૂર્વક જણાવે છે કે આ પદ્ધતિ ક્લાઉડ સેવાઓ કરતાં વધુ પ્રાઇવેટ નથી પણ ઝડપી પણ છે, ખાસ કરીને જ્યારે વધારે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 10:38 IST
ભારે સુરક્ષા વચ્ચે શરુ થઈ ગઈ અમરનાથ યાત્રા, 60 હજાર સુરક્ષાબળો તૈનાત
કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરુ થઈ ગઈ છે 3488 યાત્રીઓનો પહેલો જથ્થો બેસ કેમ્પથી રવાના થઈ ચૂક્યો છે. અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળોઓ પહેલગામ અને બાલટાલના રસ્તે ગુફા તરફ આગળ વધી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બંને રુટો પર ભારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. 3880 મીટરની ઉંચાઈ પર બાબા બર્ફાની સ્થિત છે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.
- Jul 01, 2023 10:03 IST
National Doctor’s Day 2023: ડોક્ટરનું આપણા જીવનમાં મહત્વ અને દિવસના ઇતિહાસ વિષે જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/National-Doctors-Day.jpg)
National Doctor’s Day 2023: રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપનાર પ્રખ્યાત ચિકિત્સક અને રાજકારણી ડૉ બિધાન ચંદ્ર રોયની જન્મજયંતિની યાદમાં ઉજવણી કરવામાં આવે છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 09:56 IST
અમદાવાદમાં 24 કલાકમાં શરેરાસ 2.5 ઇંચ વરસાદ: સૌથી વધારે જોધપુરમાં 6.5 ઇંચ ખાબક્યો
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં જોધપુરમાં 6.5, બોપરમાં 5 ઇંચ, સાયન્સ સિટીમાં 5, બોડકદેવમાં 4.5 ઇંચ, ગોતામાં 3, ચાંદોડિયામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાણી, ઉસ્માનપુરામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે સાબરમતી નદીમાં પણ વરસાદી પાણીની આવક વધી છે.
- Jul 01, 2023 09:03 IST
ગુજરાતમાં મન મુકીને વરસ્યો મેઘોઃ રાજ્યના 189 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં સાંબેલાધાર 15 ઇંચ ખાબક્યો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Gujarat-heavy-rain-.jpg)
Gujarat monsoon rainfall data, heavy rain forecast : ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદર તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામનગર તાલુકામાં 11 ઈંચ અને કચછના અંજાર તાલુકામાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં વરસાદના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 08:42 IST
ગુજરાતમાં મન મુકીને વરસ્યો મેઘોઃ રાજ્યના 189 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. બે દિવસની આગાહીના પગલે ગુજરાતમાં શુક્રવારે રાત્રે મેઘો મન મુકીને વરસ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં 189 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદર તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામનગર તાલુકામાં 11 ઈંચ અને કચછના અંજાર તાલુકામાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો.
- Jul 01, 2023 08:42 IST
Daily Horoscope, 1 july 2023, આજનું રાશિફળ : જુલાઈ મહિનાનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, વાંચ તમારું રાશિ ભવિષ્ય
today Horoscope, 1 july 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
આજના દિવસનું રાશિફળ જાણવા માટે અહીં ક્લિક કરો
- Jul 01, 2023 08:14 IST
મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, બસમાં આગ લાગવાથી 25 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bus-accident.jpg)
Maharashtra expressway bus fire : બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 યાત્રીઓને લઇ જતી બસમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા.
સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
- Jul 01, 2023 08:01 IST
મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બસમાં આગ લાગવાથી 25 લોકોના મોત
મહારાષ્ટ્રમાં યવતમાલથી પુના જઈ રહેલી એક બસમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના શનિારે મોડી રાત્રે આશરે બે વાગ્યે બની હતી. સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બુલઢાણામાં આગ લાગવાથી દુર્ઘટના ઘટી હતી.
ડીવાયએસપી બાબુરાવ મહામુનીના જણાવ્યા પ્રમાણે બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 યાત્રીઓને લઇ જતી બસમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us