Today News Live Updates, 1 september 2023 : મોહન ભાગવતે કહ્યું - ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે , ભલે કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણે તેનો સ્વીકાર ના કરે

1 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

1 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mohan Bhagwat | RSS

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત (Express file photo by Partha Paul)

Today Gujarat National world daily News latest update, 1 september 2023 : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. ભલે કેટલાક લોકો આ સ્વીકાર કરે કે ના કરે પણ આ હકીકત છે. આરએસએસ ચીફે આ વાત નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. મોહન ભાગવતે કહ્યું કે ભલે કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણે આ સ્વીકાર ના કરે પણ એ સચ્ચાઇ છે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. અહીં બધા લોકો હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.

Advertisment
  • Sep 01, 2023 22:59 IST

    ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરો છો? તો જાણી લો આ કામની ખબર

    Instagram Reels : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં સતત નવા ફીચર્સ રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે. વધુ વાંચો



  • Sep 01, 2023 22:41 IST

    ISRO Aditya L1 Launch : ઈસરોના આદિત્ય એલ1 સન મિશનના 10 મુખ્ય સવાલના જવાબ; સૂર્ય કેટલો મોટો અને ગરમ છે? જાણો વિગતવાર

    ISRO Aditya L1 Solar Mission Rocket Launch Update : ઈસરો દ્વારા પહેલુ સૂર્યયાન આદિત્ય એલ1 લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. આદિત્ય એલ1 વિશે લોકોના મનમાં ઉત્સાહની સાથે સાથે ઘણા પ્રશ્નો પણ છે, જેના જવાબ અહીંયા આપેલા છે. વધુ વાંચો



  • Advertisment
  • Sep 01, 2023 21:37 IST

    એશિયા કપ 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે હાઇવોલ્ટેજ મુકાબલો, કઇ ટીમ પડશે ભારે

    IND vs PAK: પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો તે લગભગ સેટ લાગે છે અને કયા ખેલાડીએ ટીમમાં શું ભૂમિકા ભજવવી પડશે તે નક્કી છે, ભારતીય ટીમની વાત કરવામાં આવે તો બેટિંગ ક્રમ ખાસ કરીને મિડલ ઓર્ડર અંગે કંઇ સ્પષ્ટ નથી. વધુ વાંચો



  • Sep 01, 2023 19:24 IST

    મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક સમાપ્ત, રાહુલ ગાંધી, કેજરીવાલ અને લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું

    India Alliance : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સરકારનો વિચાર એ છે કે ગરીબોના પૈસા લઇને પોતાના કેટલાક ખાસ મિત્રોને આપી દેવામાં આવે. વધુ વાંચો



  • Sep 01, 2023 18:27 IST

    શું ચંદ્ર પર પણ ધરતીકંપ થાય છે? અન્ય ગ્રહો પરના કંપનને ધરતીકંપ નહીં તો શું કહે છે? નાસાએ આપ્યો જવાબ

    Chandrayaan 3 update : ચંદ્રયાન 3 મિશન પર અપડેટ સમાચારમાં ઈસરો (ISRO) એ જણાવ્યું છે કે, પ્રક્ષાન રોવરને ચંદ્ર પર ભૂકંપ (Moon Earthquakes) નો અનુભવ થયો. નાસા (NASA) એ પુષ્ટી કરી જણાવ્યું કે ચંદ્ર સહિત ગ્રહો (Planets) પર ભૂકંપનો અનુભવ થાય છે. વધુ વાંચો



  • Sep 01, 2023 17:43 IST

    IMD Monsoon : ઓગસ્ટમાં વર્ષ 1901 પછી સૌથી ઓછો વરસાદ, સપ્ટેમ્બરમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

    IMD Monsoon Update 2023 : દેશભરમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા 122 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડવાની સાથે સાથે છેલ્લી એક સદીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. શું તે અલ નીનોની અસર છે? સપ્ટેમ્બરમાં વરસાદ પડશે કે નહીં ? વાંચો હવામાન વિભાગની આગાહી. વધુ વાંચો



  • Sep 01, 2023 16:31 IST

    મોહન ભાગવતે કહ્યું - ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે , ભલે કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણે તેનો સ્વીકાર ના કરે

    રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. ભલે કેટલાક લોકો આ સ્વીકાર કરે કે ના કરે પણ આ હકીકત છે. આરએસએસ ચીફે આ વાત નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. મોહન ભાગવતે કહ્યું કે ભલે કેટલાક લોકો પોતાના સ્વાર્થના કારણે આ સ્વીકાર ના કરે પણ એ સચ્ચાઇ છે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. અહીં બધા લોકો હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.



  • Sep 01, 2023 16:30 IST

    INDIA ગઠબંધને બનાવી 13 સભ્યોની કોઓર્ડિનેશન કમિટી, સપ્ટેમ્બરમા ત્રીજા સપ્તાહમાં રેલી કરવાનું પ્લાન, સીટ શેરિંગ પર આપી અપડેટ

    INDIA Alliance : ઇન્ડિયા ગઠબંધન તરફથી જાણકારી આપવામાં આવી છે કે તેમના આ અભિયાનની થીમ ‘જુડેગા ભારત, જીતેગા ભારત’ હશે. વધુ વાંચો



  • Sep 01, 2023 14:47 IST

    શનિની વક્રી ચાલ થશે શુભ, આ 3 રાશિઓના જાતકોની સોનાની જેમ ચમકશે કિસ્મત, માલામાલ થવાનો યોગ

    Shani Vakri 2023 : આ સમયે શનિ પોતાની જ રાશિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં હાજર છે. આ રાશિમાં 4 નવેમ્બર સવારે 8.26 વાગ્યા પર માર્ગી થશે. શનિનું આટલું ધીમી ગતિથી ચાલવું દરેક રાશિના જાતકોના જીવન પર પ્રભાવ પડી શકે છે. વધુ વાંચો



  • Sep 01, 2023 14:47 IST

    રોજગારની સ્થિતિ : તમારા ઘરે ખાવાનું લઈ આવનાર 45 ટકા યુવાનો ગ્રેજ્યુએટ, અથવા ટેક્નિકલ, બે વર્ષમાં 100,000 નોકરી ગઈ

    India employment situation and problem : ભારતમાં નવા યુગની નોકરીઓમાં, કંપનીઓ જે કહે છે તેના કરતા ત્રણ ગણા વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 120,000 હોઈ શકે છે. વધુ વાંચો



  • Sep 01, 2023 13:20 IST

    National Nutrition Week 2023 : રાષ્ટ્રીય પોષણ સપ્તાહ પર આ 10 સૌથી વધુ પૌષ્ટિક ખોરાકના ફાયદા જાણો

    National Nutrition Week 2023 : રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1-9 સપ્ટેમ્બરના ઉજવવામાં આવે છે, આ વર્ષની થીમ “હેલ્થી ડાયટ બધા માટે પોસાય તેવો છે (Healthy Diet Going Affordable for All), અહીં જાણો આ પોષકતત્વોથી ભરપૂર ખોરાક વિષે,



  • Sep 01, 2023 12:12 IST

    One Nation One Election: શું એક દેશ, એક ચૂંટણી શક્ય છે? દેશને કેટલો ફાયદો અને કેટલું નુકસાન? જાણો દરેક પ્રશ્નનો જવાબ

    One Nation One Election : વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી માટેનું બિલ (Bill) મોદી સરકાર (Modi govt) સંસદ સત્ર (Parliament session) માં લાવી શકે છે. તો જોઈએ શું આ શક્ય છે? કેવા પડકારો છે? દેશને શું ફાયદો થાય? વગેરે વગેરે બધુ જ જોઈએ. વધુ વાંચો



  • Sep 01, 2023 12:06 IST

    મુંબઇમાં વિપક્ષી દળોની બેઠકમાં રાહુલ - સોનિયા હાજર, ઇન્ડિયા ગઠંબધનનો લોગો આજે રજૂ નહીં થાય

    વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની આજે મુંબઇમાં બેઠક ચાલું છે. જેમાં 28 દળોના નેતા સામેલ થયા છે. ઇન્ડિયા ગઠબંધનનો લોગો આજે રજૂ નહીં થાય. આ ગઠબંધનના સંયોજક કોણ હશે એના ઉપર પણ હજી સસ્પેન્શ બનેલું છે. એ નક્કી નથી થયું કે આજે બેઠક પર નિર્ણય થશે કે નહીં. બપોરે બે વાગ્યે લંચ કાર્યક્રમ થશે અને લગભગ 3.30 વાગ્યે ગઠબંધનના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ થશે.



  • Sep 01, 2023 12:00 IST

    જયા વર્મા સિન્હાએ રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળ્યો

    જયા વર્મા સિન્હાએ રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ભારતીય રેલ્વેના 166 વર્ષના ઈતિહાસ તેમજ રેલ્વે બોર્ડના 166 વર્ષના ઈતિહાસમાં આ પદ સંભાળનાર તે પ્રથમ મહિલા છે.

    — ANI (@ANI) September 1, 2023



  • Sep 01, 2023 11:58 IST

    Health Tips : ઓવરઇટિંગ ટાળવા આ સરળ ટિપ્સ અપનાવો

    આપણામાંના ઘણા ફૂડી હોય છે અને અવનવા ફૂડ ભૂખ ન હોવા છતાં ખાતા હોય છે, ખાસ કરીને, પાર્ટીઓ, રેસ્ટોરન્ટમાં અને આ પ્રસંગો પછી આપણને ગેસ જેવી પાચનની સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. જો તમને પણ વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો ચોક્કસ સાવચેતી રાખવાની જરૂર છે. વધુ વાંચો



  • Sep 01, 2023 11:43 IST

    SBI Recruitment 2023 : સ્ટેટ બેંકમાં 6160 જગ્યાઓ પર બમ્પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરુ, અહીં વાંચો તમામ વિગતો

    SBI Apprentice Recruitment 2023, SBI bharti, notification, last date, online apply : સ્ટેટ બેંકે 6160 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે તેઓ SBIની અધિકૃત સાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. વધુ વાંચો



  • Sep 01, 2023 11:14 IST

    Chandrayaan 3: ચંદ્રયાન 3 ના વધુ એક સારા સમાચાર આવ્યા, ISRO ચીફ એસ સોમનાથે એક મોટું અપડેટ આપ્યું

    Chandrayaan 3 mission update : ચંદ્રયાન 3 મિશનને લઈ ઈસરો (ISRO) ના ચીફ એસ સોમનાથે (s somanath) નિવેદન આપી વિક્રમ લેન્ડર (vikram lander)અને પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) ની હેલ્થ વિશે માહિતી આપી કહ્યું, પ્લાઝમા (plasma) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પણ મળી આવ્યો છે, પરંતુ તે ઓછો ગાઢ છે. વધુ વાંચો



  • Sep 01, 2023 10:00 IST

    One Nation One Election : એક દેશ એક ચૂંટણી પર કેન્દ્ર સરકારે બનાવી કમિટી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે અધ્યક્ષ

    One Nation One Election : એક દેશ એક ચૂંટણીને લઇને સરકારે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ અંગે એક કમિટીની રચના કરી છે. કમિટીના સભ્યો અંગે ટૂંકસમયમાં નોટિફિકેશન રજૂ કરાશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ કમટીનો ધ્યેય એક દેશ એક ચૂંટણીને કાયદાકીય પહેલુઓ પર ધ્યાન આપવાનો છે. સૂત્રોનું માનવું છે કે એક દેશ એક ચૂંટણી પર સરકાર બિલ લાવી શકે છે.



  • Sep 01, 2023 09:53 IST

    Health Tips : ટામેટાના સ્વાસ્થ્ય ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓ આટલું કરવું સેવન

    છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ટામેટાના ભાવ વધારાને કારણે તેનો ઉપયોગ ઓછો કરતા હતા, પરંતુ હવે જ્યારે કિંમત ઘટી ગઈ છે , ત્યારે આપણે પોષણના આ ઉત્તમ પાવરહાઉસ ટામેટા ખાવા પાછા ટ્રેક પર આવી રહ્યા છીએ. વધુ વાંચો



  • Sep 01, 2023 09:49 IST

    મુંબઇમાં જ્યાં ઇન્ડિયા ગઠમંબધનની બેઠક થવાની છે ત્યાં એકનાથ શિંદેના લાગ્યા પોસ્ટર

    મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ઇન્ડિયા ગઠબંધનની બીજા દિવસની બેઠક આજે થવાની છે. જેમાં લોકસભા ચૂંટણીને લઇને અનેક એજન્ડા ઉપર મંથન થશે. પરંતુ બીજા દિવસે બેઠક પહેલા મુંબઇમાં ઇન્ડિયા ગઠબંધન સ્થળ પાસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પોસ્ટરમાં એકનાથ શિંદેએ હાથ ઉઠાવેલો છે. પોસ્ટર પર લખ્યું છે કે મેહનવી પ્રામણિક નિડર |



  • Sep 01, 2023 09:35 IST

    INDIA Alliance માં કેવી રીતે સીટોની વહેચણી થશે? દિલ્હી – પંજાબના પ્રશ્ન પર કેજરીવાલે કહ્યું કે બધુ જગ્યાએ આવી રીતે થવું જોઈએ

    INDIA alliance, Arvind Kejriwal : લોકસભા ચૂંટણી 2024ની રણનીતિ તૈયાર કરવા માટે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના દિગ્ગજ નેતાઓ મંથન કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીઓ બીજેપી વિરુદ્ધ તો એકત્ર થઈ છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સીટોની વહેંચી કરેવી રીતે થશે. વધુ વાંચો



  • Sep 01, 2023 09:21 IST

    સંસદનું વિશેષ સત્ર: સરકારનો આશ્ચર્યજનક નિર્ણય, મુંબઈમાં I.N.D.I.A. મહાગઠબંધનમાં અટકળો શરુ

    special parliament session, opposition INDIA : સરકારના આશ્ચર્યજનક નિર્ણયે શુક્રવારથી શરૂ થનારી ભારત ગઠબંધનની ત્રીજી બેઠક પહેલા મુંબઈમાં એકત્ર થયેલા વિપક્ષી જૂથને હેરાન કર્યા છે. આ પગલાથી વિપક્ષી છાવણીમાં અટકળો શરૂ થઈ ગઈ હતી. વધુ વાંચો



  • Sep 01, 2023 09:08 IST

    જાહ્નવી કપૂરનો આવો ગોર્જિયસ લૂક ક્યારેય નહીં જોયો હોય, જુઓ ફોટા

    Janhvi Kapoor : બોલિવૂડની દિગ્ગજ અને દિવગંત અભિનેત્રી જાહ્નવી કપૂરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો સિમ્પલ, સ્ટાઇલિશ લૂક જોઇને ફિદા થઇ જશો. વધુ વાંચો



  • Sep 01, 2023 07:31 IST

    Rubina Dialaik : રૂબીના દિલેક લગ્નના 5 વર્ષ પછી માતા બનશે, આ કારણે ખુશખબર છુપાવી રાખી છે?

    Rubina Dialaik Pregnant : ટેલિવૂડનો જાણીતો ચહેરો રૂબીના દિલેક પોતાની હોટ અદાઓ અને દામદાર એક્ટિંગને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં એક્ટ્રેસ અંગે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તે પ્રેંગનેંટ છે. કદાચ ફેન્સને એવો પ્રશ્ન થતો હશે કે કેમ એક્ટ્રેસ આ ખુશખબર તેમની સાથે શેર કરી રહ્યા નથી? વધુ વાંચો



  • Sep 01, 2023 07:18 IST

    એશિયા કપ 2023 : વિરાટ કોહલીને લઇને પાકિસ્તાનના ઓલરાઉન્ડરે પોતાની ટીમને આપી ચેતવણી, કહ્યું – તેનાથી બચીને રહેજો

    ind vs pak match : એશિયા કપ 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. નેપાળ સામે આટલી મોટી જીત મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમ ઘણી ઉત્સાહમાં.... વધુ વાંચો



  • Sep 01, 2023 07:17 IST

    Today History આજનો ઇતિહાસ 1 સપ્ટેમ્બર: એલઆઇસીનો સ્થાપના દિન; રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કેમ ઉજવાય છે?

    Today history 1 September : આજે 1 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ શરૂ થઇ રહ્યો છે તેમજ જૂથ નિરપેક્ષ દિવસ છે. તેમજ આજે એલઆઇસીનો સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે... વધુ વાંચો



  • Sep 01, 2023 07:16 IST

    Daily Horoscope, 1 september 2023, આજનું રાશિફળ : મીન રાશિના જાતકોના પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજ આજે તમારા હસ્તક્ષેપથી દૂર થશે

    today Horoscope, 1 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Sep 01, 2023 07:16 IST

    Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

    Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ