Live

Today News Live Updates, 10 july 2024 : પશ્ચિમ બંગાળ હિંસા : ભાજપે ચાર સભ્યોની કમિટીની રચના કરી, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે

10 july 2024, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : July 10, 2023 23:26 IST
Today News Live Updates, 10 july 2024 : પશ્ચિમ બંગાળ હિંસા : ભાજપે ચાર સભ્યોની કમિટીની રચના કરી, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે
પશ્ચિમ બંગાળના 24 પરગણામાં હિંસાની તસવીર (એક્સપ્રેસ તસવીર)

Today Gujarat National world daily News latest update, 10 July 2023 : ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીમાં બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદ, ડો. સત્યપાલ સિંહ, ડો. રાજીવ રોય અને રેખા વર્મા સામેલ છે. આ ચારેય લોકો બંગાળના જે ક્ષેત્રોમાં હિંસા થઇ છે ત્યાંની મુલાકાત લઇ એક રિપોર્ટ તૈયાર કરશે.

Read More
Live Updates

Chandrayaan 3 ISRO: ચંદ્રયાન-3 અંગે ઇસરોએ કહી મહત્વપૂર્ણ વાત, ચંદ્રયાન-2 કરતા કેટલું આધુનિક છે? જાણો વિગતવાર

Chandrayaan 3 launch date and time : ઇસરોએ ચંદ્રયાન-3ને 14 જુલાઇના રોજ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. પાંચ વર્ષ અગાઉ ચંદ્રયાન-2માં ખામી સર્જાતા મિશન મૂનમાં સફળતા મળી ન હતી. વધુ વાંચો

ફોક્સકોને વેદાંતા સાથેની 1.50 લાખ કરોડ રૂપિયાની ડીલ રદ કરી, ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની થઇ હતી જાહેરાત

Vedanta Foxconn Chip Plan : ગયા વર્ષે વેદાંતા અને ફોક્સકોન દ્વારા ગુજરાતમાં લગભગ દોઢ લાખ કરોડના રોકાણ સાથે સેમિકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. વધુ વાંચો

વેસ્ટ ઇન્ડીઝમાં વિરાટ કોહલીના નિશાને આ ત્રણ મોટા રેકોર્ડ રહેશે, ઘણા દિગ્ગજોને પાછળ છોડવાની તક

India vs West Indies 2023 : વેસ્ટ ઇન્ડીઝ સામે વિરાટ કોહલી પાસે તેનો રેકોર્ડ સુધારવાની સારી તક રહેશે. તેની પાસે આવું કરવાની પુરી ક્ષમતા પણ છે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. વધુ વાંચો

ઉત્તર ભારતમાં વરસાદે વિનાશ વેર્યો, પીએમ નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Heavy Rain in North India : આઇએમડીએ પર્વતીય રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે આગામી બે દિવસમાં વધુ ભારે વરસાદની આગાહી વચ્ચે ગંગા સહિત તમામ મોટી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. વધુ વાંચો

તમિમ ઇકબાલ જ નહીં, આ 11 ક્રિકેટરોએ પણ નિવૃત્તિ પાછી ખેંચી હતી, ભારતનો 1 ખેલાડી સામેલ

Cricket News : હાલમાં જ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી તમિમ ઈકબાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી અને એક દિવસ પછી નિવૃત્તિ પાછી ખેંચી લીધી. ક્રિકેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે નિવૃત્તિ લીધી હોય અને પછી ફરી પરત ફર્યા હોય, આવા 11 ખેલાડીઓ પર નજર કરીએ. વધુ વાંચો

પશ્ચિમ બંગાળ હિંસા : ભાજપે ચાર સભ્યોની કમિટીની રચના કરી, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીમાં બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદ, ડો. સત્યપાલ સિંહ, ડો. રાજીવ રોય અને રેખા વર્મા સામેલ છે. આ ચારેય લોકો બંગાળના જે ક્ષેત્રોમાં હિંસા થઇ છે ત્યાંની મુલાકાત લઇ એક રિપોર્ટ તૈયાર કરશે.

પોલીસ સ્ટેશનોમાં ગંગાજળ, સુવિધા શિબિરો, માંસ, દારૂની દુકાનો બંધ, રાજ્યોમાં કાંવડિયાઓ માટે લાલ જાજમ પાથરવાની હોડ

Kanwar Yatra 2023 : આ વર્ષે 5 જુલાઈથી શરૂ થયેલી કાંવડ યાત્રા 15 જુલાઈ સુધી ચાલુ રહેશે, આ યાત્રામાં વિવિધ રાજ્યોની સરકારો યાત્રાળુઓની સુવિધા માટે અનેક પગલાં લેતી જોવા મળે છે. વધુ વાંચો

સુરત એરપોર્ટ પર મોટી સોનાની દાણચોરી : અધધધ… 25 કરોડથી વધુનું GOLD જપ્ત, એરપોર્ટ અધિકારી પણ સામેલ!

Gold smuggling at Surat airport : સુરત એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સએ મોટી સોનાની દાણચોરી ઝડપી પાડી છે. DRI એ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કાર્યવાહી કરીને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મુસાફરોને અટકાવતી વખતે 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. ડીઆરઆઈએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં કોઈપણ એરપોર્ટ પર સોનાની આ સૌથી મોટી જપ્તી છે. મુસાફરો શારજાહથી આવ્યા હતા. વધુ વાંચો

તમિમ ઇકબાલ જ નહીં, આ 11 ક્રિકેટરોએ પણ નિવૃત્તિ પાછી ખેંચી હતી, ભારતનો 1 ખેલાડી સામેલ

Cricket News : હાલમાં જ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી તમિમ ઈકબાલે નિવૃત્તિની જાહેરાત કરી હતી અને એક દિવસ પછી નિવૃત્તિ પાછી ખેંચી લીધી. ક્રિકેટમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે નિવૃત્તિ લીધી હોય અને પછી ફરી પરત ફર્યા હોય, આવા 11 ખેલાડીઓ પર નજર કરીએ. વધુ વાંચો

SDM જ્યોતિ મૌર્ય જેવો જ વધુ એક કિસ્સો! પતિનો આરોપ, નોકરી મળતા જ બદલાઈ ગઈ પત્ની, મળ્યો આવો જવાબ

ઉત્તર પ્રદેશના બરેલીમાં એસડીએમ પદ ઉપર ફરજ બજાવતા પીએસસી અધિકારી જ્યોતિ મૌર્ય પોતાના લગ્ન અને સંબંધોને લઈને વિવાદોમાં છે. પતિ આલોક મૌર્યએ આરોપ લગાવ્યો છે કે તેમણે મહેનત કરીને જ્યોતિને ભણાવી અને જ્યારે તે અધિકારી બની ગઈ તો તે તેની સાથે રહેવા માંગતી નથી. હવે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો હતો. વધુ વાંચો

Vidya Balan : વિદ્યા બાલને મલાઇકા અરોરા પ્રત્યે છોકરાઓની નીયતને લઇને કહી આ મોટી વાત, શિલ્પા શેટ્ટી અંગે પણ કર્યો મોટો ખુલાસો

Vidya Balan New Movie બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલ ફિલ્મ ‘નિયત’ને લઈને સતત ચર્ચામાં છે. તેણે લાંબા સમયના વિરામ પછી ફરી ફિલ્મી દુનિયામાં કમબેક કર્યું છે. વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નથી. આ વચ્ચે વિધા બાલને તાજેતરમાં તેના સ્કૂલના દિવસોને યાદ કરીને મલાઇકા અરોરા અને શિલ્પા શેટ્ટીને લઇને મોટો ખુલાસો કર્યો છે. વધુ વાંચો

ગુજરાત: ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી

Rajya Sabha Election : રાજ્યસભા ચૂંટણીની તારીખ ઝાહેર થઈ ગઈ છે, 24 જુલાઈએ મતદાન યોજવામાં આવશે. આ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે એસ. જયશંકરે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું છે. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુ વાંચો

IIM Ahmedabad : 6 GMAT પ્રયાસો, CATમાં 4, મારુતિ સુઝુકીમાં 10 વર્ષ, દ્વિબેશ નાથે IIM-અમદાવાદમાં કેવી રીતે મેળવ્યો પ્રવેશ?

IIM Ahmedabad Admissions, Dwibesh Nath : નાથે કહ્યું કે “IIM-A માં થોડા મહિના જ થયા છે પરંતુ મેં આ સંસ્થામાંથી ઘણું બધું શીખી લીધું છે, તેથી, અહીં આવવું તે યોગ્ય રહ્યું. આ સંસ્થા તમને તેમના ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોને મળવા અને તેમની સાથે વાત કરવાની તકો પૂરી પાડે છે. વધુ વાંચો

વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ગુજરાત વિધાનસભા ખાતે મુલાકાત કરી હતી. (Express photo- Nirmal Haridran)

અમદાવાદ: મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી, એક જ પરિવારના 6 લોકો દટાયા, એકનું મોત

અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી થયું છે. મીઠાખળી ગામમાં વહેલી સવારે મકાન ધરાશાયી થતા ચકચાર મચી ગઈ છે. પરિવાર સવારે ઊંઘતો હતો મકાન ધરાશાયી થતા આખો પરિવાર કાટમાળ નીચે દટાયો, જેમાં એકનું મોત થયું છે, તો પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. વધુ વાંચો

Weather Update live : ખતરાના નિશાન નજીક પહોંચ્યું યમુનાનું જળસ્તર, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલું

ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાન નજીક પહોંચ્યું છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલું છે. ભારે વરસાદના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

West Bengal Panchayat polls : પશ્વિમ બંગાળની 697 સીટો પર ફરીથી વોટિંગ, ભારે સુરક્ષાદળ તૈનાત, હિંસામાં થયા હતા અનેક મોત

પશ્વિમ બંગાળમાં 19 જિલ્લાઓમાં 697 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી વોટિંગ થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીઓ સાથે છેડછાડ થયાબાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વધુ વાંચો

વેપારના દાતા બુધ દેવ કરવા જઈ રહ્યા છે સિંહ રાશિમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

Budh Planet Gochar : વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને અર્થવ્યવસ્થા, ગણિત, વેપાર અને વાણીના કારક માનવામાં આવે છે. બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિ પર સૂર્યદેવનું આધિપત્ય છે અને જ્યોતિષમાં સૂર્ય અને બુધમાં મિત્રતાનો ભાવ ગણવામાં આવે છે. એટલા માટે બુધ ગ્રહના ગાચરનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકો ઉપર જોવા મળશે. આનાથી ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બનશે. તો ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓમાં કઈ કઈ રાશિ છે. વધુ વાંચો

હવામાન ખરાબ હોવાના કારણે જમ્મુથી અમરનાથ યાત્રા સતત ત્રીજા દિવસે સ્થગિત

રામબનમાં જમ્મુ-શ્રીનગર હાઈવેના એક ભાગને નુકસાન થવાને કારણે સોમવારે સતત ત્રીજા દિવસે જમ્મુથી અમરનાથ યાત્રા સ્થગિત રાખવામાં આવી હતી એમ અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે શુક્રવારે યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.

અમદાવાદઃ મીઠાખળીમાં મકાન ધરાશાયી, ચાર લોકો દટાયા, એકનું મોત

અમદાવાદમાં સોમવારે વહેલી સવારે મીઠાખળી વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાનના કાટમાળમાં આખો પરિવાર દટાયો હતો. કાટમાળમાં ચાર લોકો દટાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ધરાશાયી થતાં આખો પરિવાર દટાયો હતો.

પુત્રી સાથે થયેલ જાતીય સતામણીનો એક વર્ષ બાદ બદલો? પિતાએ યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

Gondal Murder : ગોંડલથી એક ચોંકાવનારો ક્રાઈમ કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલા એક યુવતી સાથે જાતીય સતામણી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કિસ્સામાં એક વર્ષ બાદ યુવતીના પિતાએ આરોપીમાંથી એક યુવકને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. વધુ વાંચો

Data Protection Bill : ડેટા પ્રોટેક્શન બિલમાં ઉંમર સંબંધિત જોગવાઈઓ સરળ બની શકે છે, બાળકો માટે હવે માતા-પિતાની સંમતિ લેવાની નહીં રહે જરુર!

Soumyarendra Barik : આગામી ડેટા પ્રોટેક્શન બિલમાં કેન્દ્ર સરકાર સંમતિની ઉંમર 18 થી ઘટાડી શકે છે, અને જો તેઓ તેમના ડેટાને “ચકાસી શકાય તેવી સુરક્ષિત” રીતે પ્રક્રિયા કરી શકે તો અમુક કંપનીઓને બાળકોની પ્રાઇવસીની સુરક્ષા માટે વધારાની જવાબદારીઓનું પાલન કરવાથી પણ મુક્તિ આપી શકે છે,ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે. વધુ વાંચો

West Bengal Panchayat polls : પશ્વિમ બંગાળની 697 સીટો પર ફરીથી વોટિંગ, ભારે સુરક્ષાદળ તૈનાત

પશ્વિમ બંગાળમાં 19 જિલ્લાઓમાં 697 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી વોટિંગ થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીઓ સાથે છેડછાડ થયાબાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

weather live updates: વરસાદી પાણી ભરાઈ જતાં દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલ બંધ

દિલ્હીમાં સતત વરસાદના પગલે સોમવારે દિલ્હીમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે પાણી ભરાતાં પ્રગતિ મેદાન ટનલને બંધ કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં ભારે વરસાદ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાર્યક્રમો રદ્દ કર્યા, ઇમરજન્સી બેઠક બોલાવી

મુખ્યમંત્રી મનોહર લાલા ખટ્ટરે પોતાના બધા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ્દ કર્યા છે. રાજ્યભરમાં વરસાદના કારણે સ્થિતિની સમીક્ષા કરવા માટે સિવિલ સચિવાલયમાં એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં રાજસ્વ અને આપદા પ્રબંધન, ગૃહ વિભાગ, શહેરી સ્થાનિક નિકાય, ગ્રામીણ વિકાસ વિભાગ ઉપસ્થિત રહેશે.

Gujarat Weather : આજે મેધરાજા ક્યાં સૌથી વધારે તાંડવ મચાવશે? રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડી ગયો, જાણો બધુ જ

Gujarat Today Rain Forecast : દક્ષિણપશ્ચિમ ચોમાસું તેની સામાન્ય શરૂઆત કરતાં લગભગ 10 દિવસ મોડુ 25 જૂને શરૂ થયું હોવા છતાં, રાજ્યમાં ગત વર્ષ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત પછીના પખવાડિયામાં, ગુજરાતમાં સરેરાશ 40 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે એકલા કચ્છ વિસ્તારમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો છે. વધુ વાંચો

Ram Temple | રામ મંદિરના કામમાં તેજી: 1,600 કામદારો, 18 કલાકની શિફ્ટને વધારી 24 કલાકની કરાઈ

Ram temple construction status : ટ્રસ્ટના મેનેજમેન્ટે કામદારોની સંખ્યા 550થી વધારીને 1,600 કરવાની જવાબદારી સોંપી છે જેથી જાન્યુઆરી 2024માં મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકી શકાય. જે કામ અગાઉ 18 કલાકની શિફ્ટમાં થતું હતું તે હવે ચોવીસ કલાક હાથ ધરવામાં આવી છે. વધુ વાંચો

Report On Google Maps And Mapple : ગુગલ મેપ્સ અને મેપલ પર વરસાદી મોસમમાં અકસ્માતો, બંધ રસ્તાઓ અને પાણી ભરવા જેવી માહિતી કેવી રીતે રિપોર્ટ કરવી? અહીં જાણો

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, અને છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે અનેક લોકોના જીવ ગયા છે. વરસાદના લીધે રસ્તાઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે, જે લોકોની એક જગ્યાએથી બીજા સ્થાને નેવિગેટ કરવાની ક્ષમતાને અસર કરે છે. વધુ વાંચો

દિલ્હીમાં પડતા સતત વરસાદના પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે કરશે બેઠક

સતત પડતા ભારે વરસાદના પગલે શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બપોરે સચિવાયલમાં એક મિટિંગ બોલાવી છે. બેઠકમાં મંત્રી સૌરભ ભારદ્વાજ, આતિશી અને સંબંધિત અધિકારીઓ સામેલ થશે. બેઠકમાં યમુના નદીના સ્તરમાં વધારા પર પણ ચર્ચા થશે.

પહાડોથી લઈને દિલ્હી-એનસીઆર સુધી વરસાદનો કહેર, 19ના મોત, અનેક રાજ્યોમાં પૂરનો ખતરો

દેશના અલગ-અલગ હિસ્સાઓમાં ભારે વરસાદના કારણે નુકસાનની ખબર છે. રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના પગલે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વરસાદ સાથે જોડાયેલી અન્ય ઘટનાઓમાં 19 લોકોના મોત થયા છે. જ્યારે દિલ્હીમાં યમુના નદી તોફાની બની છે. જમ્મુ – કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દિલ્હીમાં 1982 બાદ જુલાઈમાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. અધિકારીઓએ યમુના નદિના જળ સ્તર વધવા પર ચેતવણી આપી છે.

Raghav Juyal Birthday : ‘સ્લો મોશન કિંગ’ રાઘવ જુયાલને ઓડિશનમાં રિજેક્ટ કરાયો હતો, મિથુન ચક્રવર્તીના એક નિર્ણયે રાઘવની કિસ્મત ચમકાવી

Raghav Juyal Birthday : આજે 10 જુલાઇના રોજ ‘સ્લો મોશન કિંગ’ રાઘવ જુયાલનો જન્મદિવસ છે. એક જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર હોવા ઉપરાંત, રાઘવ એક ટીવી હોસ્ટ અને અજોડ અભિનેતા પણ છે. તેને ‘સ્લો મોશનનો કિંગ’ કહેવામાં આવે છે. રાઘવ જુયાલે ભારતમાં સ્લો મોશન વોકને પુનર્જીવિત કર્યું છે. નવાઇની વાત એ છે કે, આજે વિશ્વભરમાં સ્લોમોશન કિંગ તરીકે વિખ્યાત રાઘવ જુયાલ ક્યારેય ડાન્સની કોઇ ટ્રેનિંગ લીધી નથી, પરંતુ તેણે ઇન્ટરનેટ અને ટીવી પર જોઇને ડાન્સ શીખ્યો હતો. તે શાળાના દિવસોથી ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યો અને જીતી રહ્યો છે. રાઘવ જુયાલની સફળતા પાછળ મિથુન ચક્રવર્તીનું મોટો ફાળો છે. વધુ વાંચો

Gujarat News Updates: ધોરણ 10, 12ની પુરક પરીક્ષા શરૂ થશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થઓની પુરક પરીક્ષા શરુ થશે. આ પરીક્ષા 14 જુલાઈ સુધી ચાલશે. જેમાં 12 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત: રાજ્યમાં અનેક જળાશયો હાઈ એલર્ટ પર, જુઓ ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Gujarat Rain : હવામાન આગાહી અનુસાર, ગુજરાતમાં સતત ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 6 કલાકમાં 6.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આ બાજુ રાજકોટના કોટડાસાંઘાણીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વધુ વાંચો

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા વડોદરાની મુલાકાતે, પંડિત દિનદયાલ ઓડિટોરિયમમાં કરશે સંબોધન

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા ગુજરાતમાં આવનારા છે. તેઓ વડોદરાની મુલાકાત લેનારા છે. ત્યારે વડોદારમાં તેઓ પંડિત દિનદયાલ ઓડિટોરિયમમાં સંબોધન કરશે. શહેર અને જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

Healthy Morning Routine : હુમા કુરેશી મોર્નિંગ રૂટિનને આટલું મહત્વ આપે છે, કહ્યું કે, હું સેલ્ફ કેર માટે….

Healthy Morning Routine : હુમા કુરેશીએ તેના દિવસનો મહત્તમ લાભ મેળવવા શું કરવું, આ ઉપરાંત તે ફિટનેસ રૂટિનથી લઈને તેના મનપસંદ નાસ્તા સુધી અને તે કેવી રીતે તેના મનને દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એકટીવ કરે છે તે જણાવ્યું હતું. વધુ વાંચો

દિલ્હી વરસાદી આફત: ભારે વરસાદથી લોકો કેવા છે પરેશાન? જુઓ 5 Viral Video

દિલ્હીમાં ભારે વરસાદ થયો અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. દિલ્હીમાં વરસાદના એવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો ઘણા વીડિયો પર રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે, જ્યારે લોકો ઘણા વીડિયો શેર કરીને સરકાર પર નિશાન સાધી રહ્યા છે. દિલ્હીમાં વરસાદના એવા 5 વીડિયો સામે આવ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વીડિયો જુઓ

કેનેડામાં ખાલિસ્તાની આંદોલનને ભારે પડ્યા ભારતીયો, જોવા મળ્યા તિરંગા, ભારત માતા કી જયના નારા લાગ્યા

canada : ટોરેન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર મુઠ્ઠીભર ખાલિસ્તાન સમર્થક એકત્રિત થયા હતા, પરંતુ સેંકડો ભારતીયો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા હતા. તિરંગો લહેરાવવાની સાથે સાથે ભારતીયોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. વધુ વાંચો

આજનો ઇતિહાસ 10 જુલાઇ: ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે , રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ

Today history 10 july: આજે 10 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે અને ભારતમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધું વાંચો

Daily Horoscope, 10 july 2023, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડ અથવા ઉધાર લેવાના કાર્યોથી દૂર રહો

today Horoscope, 10 july 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. લાઇવ દર્શન અહીં કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ