Today Gujarat National world daily News latest update, 11 August 2023 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ આવે ત્યા સુધી તે સસ્પેન્ડ રહેશે. રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સિગ્નેચર કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યસભામાં જે દિવસે દિલ્હી સર્વિસ બિલ પર મતદાન થયું હતું તે દિવસે 5 સાસંદોએ દાવો કર્યો હતો કે દિલ્હી સર્વિસ બિલ પર તેમની મંજૂરી વગર સેલેક્ટ કમિટીને મોકલાવાના પ્રસ્તાવ પર તેમના નામોને મેંશન કરવામાં આવ્યા હતા.