Live

Today News Live Updates, 11 August 2023 : રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ આવે ત્યા સુધી રહેશે સસ્પેન્ડ

11 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : August 11, 2023 21:09 IST
Today News Live Updates, 11 August 2023 : રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ આવે ત્યા સુધી રહેશે સસ્પેન્ડ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે (એક્સપ્રેસ તસવીર)

Today Gujarat National world daily News latest update, 11 August 2023 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ આવે ત્યા સુધી તે સસ્પેન્ડ રહેશે. રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સિગ્નેચર કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યસભામાં જે દિવસે દિલ્હી સર્વિસ બિલ પર મતદાન થયું હતું તે દિવસે 5 સાસંદોએ દાવો કર્યો હતો કે દિલ્હી સર્વિસ બિલ પર તેમની મંજૂરી વગર સેલેક્ટ કમિટીને મોકલાવાના પ્રસ્તાવ પર તેમના નામોને મેંશન કરવામાં આવ્યા હતા.

Read More
Live Updates

તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર, GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપી

Junior Clerk-Talati Exam : GPSSBના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે ફાઈનલ સિલેક્શન લિસ્ટની જાહેરાત કરી. વધુ વાંચો

RBI on Loan EMI: રેપો રેટમાં વધારા સાથે લોન મોંઘી થવાની ચિંતા હળવી થશે, રિઝર્વ બેંક લોનધારકોને રાહત આપવા નવા નિયમો લાવશે

RBI on Home Loan: તાજેતરની મોનેટરિંગ પોલિસીમાં રિઝર્વ બેંકે લોનધારકોના હિતોના રક્ષણ માટે લોનના વ્યાજ દર અને EMIના સમયગાળા અંગે વધુ પારદર્શિતા લાવવાની વાત જણાવી છે. વધુ વાંચો

બીજેપી નેતા સના ખાનની હત્યા, બિઝનેસ પાર્ટનરની પત્નીને હતી અફેરની શંકા

Crime News : બીજેપી નેતા સના ખાન એક ઓગસ્ટના રોજ જબલપુરમાં પોતાના મિત્ર અમિત ઉર્ફે પપ્પુ સાહુને મળવા ગઇ હતી. તે તેનો બિઝનેસ પાર્ટનર પણ હતો. તે અમિતના ઘરે રોકાઇ હતી. વધુ વાંચો

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું – મણિપુર સગળી રહ્યું છે પણ પ્રધાનમંત્રી હસી રહ્યા છે

Rahul Gandhi : મણિપુર હિંસા પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કાલે પીએમ નરેન્દ્ર મોદી સંસદમાં લગભગ 2 કલાક 13 મિનિટ સુધી બોલ્યા. અંતમાં તેમણે મણિપુર પર 2 મિનિટ સુધી વાત કરી. વધુ વાંચો

રાજદ્રોહ કાનૂન થશે ખતમ, IPC બન્યું ભારતીય ન્યાય સંહિતા, લોકસભા રજુ થયેલા CrPC સંશોધન બિલથી શું-શું બદલાશે?

Amit Shah : અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 1860થી 2023 સુધી દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અંગ્રેજોએ બનાવેલા કાયદા પ્રમાણે ચાલતી હતી. હવે આ ત્રણ કાયદા બદલવામાં આવશે. વધુ વાંચો

રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ આવે ત્યા સુધી રહેશે સસ્પેન્ડ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ આવે ત્યા સુધી તે સસ્પેન્ડ રહેશે. રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સિગ્નેચર કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યસભામાં જે દિવસે દિલ્હી સર્વિસ બિલ પર મતદાન થયું હતું તે દિવસે 5 સાસંદોએ દાવો કર્યો હતો કે દિલ્હી સર્વિસ બિલ પર તેમની મંજૂરી વગર સેલેક્ટ કમિટીને મોકલાવાના પ્રસ્તાવ પર તેમના નામોને મેંશન કરવામાં આવ્યા હતા.

ટાટાએ પોતાની પત્નીને ગિફ્ટ કર્યો હતો કોહિનૂરથી પણ બે ગણો મોટો ‘જુબલી’ હીરો, જાણો કેમ લંડનમાં રાખવો પડ્યો હતો ગીરવી

jubilee diamond tata story : વર્ષ 1900માં આ હીરાને પેરિષની એક એક્ઝીબિશન રાખવામાં આવી હતી. ટાટા ગ્રૂપના સંસ્થાપક જમશેદજી ટાટાના મોટા પુત્ર સર દોરાબજી ટાટા પણ આ પ્રદર્શનમાં ગયા હતા. વધુ વાંચો

Gadar 2 Review : ગદર 2એ ફેન્સની આશા પર પાણી ફેરવ્યું, યૂઝર્સે કહ્યું…’ફિલ્મ માથાનો દુખાવો’

Gadar 2 Review : સની દેઓલ અને અમીષા પટેલ છેલ્લા થોડા સમયથી ‘ગદર 2’ને કારણે સતત ચર્ચામાં છે. ગદર 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 22 વર્ષ બાદ તારા સિંહ અને સકીનાની જોડી સ્ક્રીન પર ચમકી. ત્યારે ગદર 2ને લઇને એવી આશા હતી કે ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવશે. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. વધુ વાંચો

PM modi in Parliament Photos : સંસદમાં પીએમ મોદીના 13 હાવભાવ : 50 વખત લીધું કોંગ્રેસનું નામ, 18 વખત કહ્યું મણિપુર

PM Narendra Modi Parliament speech : પીએમ મોદીએ 2 કલાક 12 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાના અલગ અલગ હાવભાવ જોવા મળ્યા હતા. આ પૈકી વડાપ્રધાન મોદીના 13 હાવભાવ ઉપર નજીર કરીએ. વધુ ફોટા જુઓ

Big Accident : બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ઊભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયો છોટા હાથી, 10ના મોત

Bagodara Big Accident : બગોદરા પાસે હાઈવે પર ઊભેલા ટેન્કર પાછળ છોટા હાથીઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે 10 લોકોના મોત નીપજ્યા હતા. વધુ વાંચો

અધીર રંજનને સસ્પેન્ડ કરવા પર હંગામો, રાહુલ ગાંધી 3 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ

સંસદમાં માનસૂન સત્રનો આજે અંતિમ દિવસ છે. માનસૂન સત્રના અંતિમ દિવસે મણિપુર હિંસા અને કોંગ્રેસ નેતા અધીર રંજનને સસ્પેન્ડ કરવા અંગે આજે ફરી હંગામો થયો છે. સદનની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના પગલે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ પોતાનો રિપોર્ટ ન આપે ત્યાં સુધી અધિર રંજન સસ્પેન્ડ રહેશે. આ ઉપરાંત રાહુલ ગાંધી ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

Revolt RV400 : ઇ બાઇક રિવોલ્ટ આરવી400 હવે તમે ઘરે બેઠા ખરીદી શકશો, જાણો કિંમત રેન્જ અને ફિચર્સ

EV Revolt RV400 Bike: નવું ઇલેકટ્રીક બાઇક રિવોલ્ટ આરવી400 ઇવી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ કંપનીએ જાહેર કર્યું છે. નિયત કાર્ડ સાથે ખરીદી પર બેંક ઓફરનો લાભ મેળવી શકો છો. વધુમાં આ ઇવી હવે તમે ઘરે બેઠા બેઠા પણ ખરીદી કરી શકો છો. વધુ વાંચો

GPSC Dyso Dy Mamlatdar Result 2023 Out : GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર અન નાયબ મામલતદાર પરિણામ, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

GPSC DySO and Nayab mamlatdar mains exam Result, How to check Result : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSO – નાયબ મામલતદાર (જાહેરાત નં. 10/2022-23) ની પરીક્ષા તારીખ 5મી અને 12મી માર્ચ, 2023 ના રોજ લેવાયેલ હતી. વધુ વાંચો

Ahmedabad Traffic : ગુજરાત હાઈકોર્ટની ટકોર : ‘ટાયર કિલર લગાવો ત્યાં CCTV પણ લગાવો, … સુધારવા અશક્ય’

Tyre Killer Bump : અમદાવાદમાં ટ્રાફિક (Ahmedabad Traffic) નિયમ ભંગ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ટ્રાફિક પોલીસ (Traffic Police) અને એએમસી (AMC) ને સૂચન કર્યું, જ્યાં ટાયર કિલર બમ્પ લગાવો ત્યાં સીસીટીવી (CCTV) પણ લગાવો, લોકોને ટ્રાફિક નિયમો માટે આત્મસાત કરાવવા કે સુધારવા અશક્ય. વધુ વાંચો

HMD ગ્લોબલે બે નવા ‘મ્યુઝિક કેન્દ્રિત’ ફીચર ફોન લોન્ચ કર્યા, જાણો કિંમત અન્ય વિગતો

ડિવાઇસ 2000 કોન્ટેક્ટ અને 500 SMS સ્ટોર કરી શકે છે પરંતુ આ એક 2G મોબાઇલ છે, તેથી, તે Jio નેટવર્ક સાથે કામ કરશે નહીં, અને વ્યક્તિએ Airtel અથવા Vi SIM કાર્ડનો ઉપયોગ કરવો પડશે, વધુ વાંચો

કાશ્મીરનું શરત વગર ભારતમાં થયું હતું વિલય, કલમ 370 પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370ને લઇને ગુરુવારે પાંચ દિવસ સુનાવણી થઈ હતી. સીજીઆઈ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ જજોની પીઠે કહ્યું કે ભારતમાં જમ્મુ કાશ્મીરનું વિલય પરિપૂર્ણ હતું અને ભારતમાં કાશ્મીરનું વિલય શરત વગર થયું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિલય પરિપૂર્ણ હતું પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે આર્ટિકલ 370ને ક્યારેય નિરસ્ત ન કરી શકાય. કોર્ટે કહ્યું કે અનુમાન ન લગાવી શકાય કે આર્ટિકલ 370 બાદ ભારતના બંધારણમાં જમ્મુ કાશ્મીરમાં સંપ્રભુતાના કેટલાક તત્વો યથાવર રાખે છે. જમ્મુ કાશ્મીરની સંપ્રભુતા સંપૂર્ણ પણે ભારતને સોંપી દીધી હતી.

Lok sabha election 2024 : કઈ પીચ ઉપર રમાશે NDA અને INDIAની મેચ? અવિશ્વા પ્રસ્તાવએ સેટ કરી દીધો ચૂંટણી માહોલ

lok sabha election 2024, INDIA vs NDA : મણિપુર ઉપરાંત અનેક મુદ્દાઓ ઉપર પોતાની વાત રાખી અને કહી શકીએ કે 2024ની લોકસભા ચૂંટણી માટે નેરેટિવ સંપૂર્ણ રીતે સેટ કરી દીધો છે. હવે એવું નથી કે માત્ર પીએમ મોદીએ પોતાના ઈરાદા નક્કી કરી દીધા. વધુ વાંચો

Russia luna 25 : રશિયાનું લુના 25 લોન્ચ, ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આપી શકે છે ટક્કર

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ ચંદ્રયાન 3 લોન્ચ કર્યાના લગભગ એક મહિના પછી રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસે શુક્રવાર, 11 એપ્રિલના રોજ સવારે 4 વાગ્યે (અસ્થાયી) દેશના સુદૂર પૂર્વમાં વોસ્ટોચની કોસ્મોડ્રોમથી લુના-25 મિશન લોન્ચ કર્યું હતું. 1976 પછી રશિયાનું પ્રથમ ચંદ્ર લેન્ડિંગ મિશન ચંદ્રયાન-3 પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી શકે છે. વધુ વાંચો

નશામાં ધૂત ગોવાના DIG એ પબમાં મહિલા સાથે કર્યો દુર્વ્યવહાર, તો પડી થપ્પડ, વીડિયો વાયરલ

Goa DIG misbehavior video : ગોવા ડીઆઈજી પર ગુરુવારે રાત્રે એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) ના ધારાસભ્ય વિજય સરદેસાઈએ વિધાનસભામાં આ મામલો ઉઠાવ્યો, ત્યારે મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કાર્યવાહીનું આશ્વાસન આપતા કહ્યું કે, ગૃહમાં આવા વર્તનને સહન કરવામાં આવશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાની છેડતી કર્યા બાદ ડીઆઈજીને થપ્પડ પણ મારવામાં આવી હતી. વધુ વાંચો

યુવરાજ સિંહ પછી નંબર-4 પર કોઈ સ્થાન નિશ્ચિત કરી શક્યા નથી, એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માને આ વાતની ચિંતા

World Cup 2023 : 50 ઓવરના વર્લ્ડ કપને આડે હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ભારત નંબર-4ના સ્થાન માટે યોગ્ય ખેલાડી શોધવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. વધુ વાંચો

આજનો ઇતિહાસ 11 ઓગસ્ટ: ખુદીરામ બોઝ શહીદ દિવસ, ભારતની આઝાદી માટે શહીદ થનાર સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી

Today history 11 August: આજે 11 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન ક્રાંતિકારી ખુદીરામ બોઝનો શહીદ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધુ વાંચો

Daily Horoscope, 11 August 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો કોઈ બાબતમાં ચિંતિત રહી શકો છો, ઉતાવળમાં મોટા નિર્ણયો ના લેશોનહીં તેનું ધ્યાન રાખો

today Horoscope, 11 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ