Today News Live Updates, 19 july 2023 : સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને રેગ્યુલર જામીન આપ્યા, કહ્યું - ગોધરા મામલાના સાક્ષીઓથી અંતર બનાવી રાખે

19 july 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

19 july 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Teesta Setalvad | Supreme Court | 2002 Gujarat riots case

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ Express photo by Nirmal Harindran, 03-09-2022, Ahmedabad)

Today Gujarat National world daily News latest update, 19 July 2023 : સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી તેની કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂર નથી.

Advertisment

જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સેતલવાડને જામીન આપ્યા હતા અને ગોધરાકાંડ બાદના રમખાણોના કેસમાં સાક્ષીઓને પ્રભાવિત ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તેઓ સાક્ષીઓથી અંતર રાખે. ટ્રિપલ બેંચે ગુજરાત હાઇકોર્ટના 1 જુલાઇના તે આદેશને રદ કર્યો છે જેમાં તીસ્તાને ગોધરાકાંડ બાદના રમખાણોને લગતા કેસમાં આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

  • Jul 19, 2023 23:52 IST

    Surat Diamond Bourse: સુરતે અમેરિકાને પછાડ્યું, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો જાણો

    Surat Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સ એ હીરા ઉદ્યોગ માટેનું એક ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ હશે. દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી નવેમ્બરમાં કરશે. વધુ વાંચો



  • Jul 19, 2023 22:39 IST

    ભૂમિ પેડનેકરે 32 કિલો વજન ઘટાડ્યું, જાણો અભિનેત્રીની ‘ફેટ ટુ ફિટ’ સફર

    Bhumi Pednekar Weight Loss Journey : બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે 32 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. ઘણા લોકો માને છે કે તેણે ઓછો ખોરાક ખાઇને અથવા ભૂખ્યા રહીને વજન ઘટાડ્યું છે. પરંતુ આ ખોટું છે, ભૂમિએ સારા ડાયટ પ્લાન અને વર્કઆઉટ દ્વારા વજન ઘટાડ્યું છે. વધુ વાંચો



  • Advertisment
  • Jul 19, 2023 22:08 IST

    ગુરુવારથી ચોમાસુ સત્રનો પ્રારંભ, દિલ્હી અધ્યાદેશ સહિત 30 બિલ રજુ કરાશે, યુનિફોર્મ સિવિલ કોડ સામેલ નથી

    Monsoon Session 2023 : આ સત્રમાં વિપક્ષ ઈચ્છે છે કે સરકાર મણિપુર હિંસા ઉપર પણ ચર્ચા કરાવે. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે સરકાર ચર્ચા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો સ્પીકર પરવાનગી આપશે તો તેના પર વાત કરાશે. વધુ વાંચો



  • Jul 19, 2023 21:25 IST

    Passport Index 2023: ભારતીય પાસપોર્ટ વધારે પાવરફુલ થયો, 57 દેશોમાં વીઝા વગર જઇ શકાશે, ક્યા દેશનો પાસપોર્ટ સૌથી વધારે પાવરફુલ છે

    Most Powerful Passport list: પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 અનુસાર ભારતીય પાસપોર્ટ પહેલા કરતા વધારે પાવરફુલ થયો છે આથી દુનિયાના 57 દેશોમાં ભારતીયો હવે વીઝા વગર પ્રવાસે જઇ જશે, આ 57 દેશો ક્યા ક્યા છે જાણો. વધુ વાંચો



  • Jul 19, 2023 19:58 IST

    Asia Cup schedule: એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર, 15 દિવસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે 3 મેચ

    Asia Cup 2023 schedule : એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે અને 19 દિવસ સુધી ચાલશે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. ગ્રુપ બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. વધુ વાંચો



  • Jul 19, 2023 18:59 IST

    લોકસભા ચૂંટણી 2024 : એનડીએની 38 પાર્ટીઓમાંથી 25 પાર્ટીઓ પાસે એક પણ સાંસદ નથી, 7 પાર્ટીઓ પાસે ફક્ત 1 સાંસદ છે, શું છે ભાજપનો પ્લાન?

    Lok Sabha Election 2024 : એનડીએ ગઠબંધનમાં કુલ 38 પક્ષો છે પરંતુ મોટા ભાગના પક્ષોની ન તો કોઈ પકડ છે કે ન તો રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ ઓળખ છે. વધુ વાંચો



  • Jul 19, 2023 18:19 IST

    ચમોલીમાં નમામિ ગંગે પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, કરંટ લાગવાથી 15 લોકોના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

    Namami Gange project : આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઇમ્સ લઈ જવામાં આવ્યા. વધુ વાંચો



  • Jul 19, 2023 17:21 IST

    સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને રેગ્યુલર જામીન આપ્યા, કહ્યું - ગોધરા મામલાના સાક્ષીઓથી અંતર બનાવી રાખે

    સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં રેગ્યુલર જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી તેની કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂર નથી.

    જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સેતલવાડને જામીન આપ્યા હતા અને ગોધરાકાંડ બાદના રમખાણોના કેસમાં સાક્ષીઓને પ્રભાવિત ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તેઓ સાક્ષીઓથી અંતર રાખે. ટ્રિપલ બેંચે ગુજરાત હાઇકોર્ટના 1 જુલાઇના તે આદેશને રદ કર્યો છે જેમાં તીસ્તાને ગોધરાકાંડ બાદના રમખાણોને લગતા કેસમાં આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.



  • Jul 19, 2023 16:40 IST

    ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : રુતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમારનું નહીં થાય ડેબ્યૂ? રોહિત શર્માએ શું કહ્યું

    Ind vs WI 2nd test – માનવામાં આવી રહ્યું હતું કે રુતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમારને બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જોકે રોહિતની વાત પરથી લાગી રહ્યું છે કે તેમને માટે તક મળવી મુશ્કેલ છે અને ટીમ ઇન્ડિયા ડોમિનિકા ટેસ્ટની પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે. વધુ વાંચો



  • Jul 19, 2023 15:08 IST

    Accident VIDEO : કારની અડફેટે એક વ્યક્તિનું મોત, કારની પાછળ ભાજપના ચૂંટણી ચિન્હ સાથે વિધાયક લખેલું

    ghaziabad Accident VIDEO : ગાઝિયાબાદમાં એક અકસ્માતનો વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર ચાલક રસ્તા પર બેઠેલા એક વ્યક્તિને કચડી નાખ છે, જેમાં એક વ્યક્તિનું મોત થાય છે. કાર પાછળ ભાજપ ધારાસભ્યનું સ્ટીકર (BJP MLA Sticker) લગાવેલું છે, પોલીસે ગેરઈરાદે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. વધુ વાંચો



  • Jul 19, 2023 15:02 IST

    Gajkesari rajyog : કુંડળીમાં કેવી રીતે બને છે ગજકેસરી રાજયોગ, જે ગરીબ વ્યક્તિને પણ બનાવી દે છે અતિ ધનવાન

    gajkesari rajyog in kundli : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ એક એવો રાજયોગ છે જેનો મતલબ થાય છે કે હાથી ઉપર સવાર સિંહ. સાથે જ આ રાજયોગ ભાગ્યશાલી લોકોની કુંડળીમાં હોય છે. જેની કંડળીમાં રાજયોગ બને છે તે ગુણવાન, જ્ઞાની અને ઉત્તમ ગુણો વાળો હોય છે. વધુ વાંચો



  • Jul 19, 2023 13:46 IST

    Sid Kiara :કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશન માટે રવાના થઈ, ચાહકોને કરી આવી કમેન્ટ્સ…

    Sid Kiara : કિયારા છેલ્લે રોમેન્ટિક ડ્રામા સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. જેના માટે કિયારાએ ઘણી પ્રશંસા મેળવી છે. સિદ્ધાર્થ રોહિત શેટ્ટીના પ્રાઈમ વીડિયો પ્રોજેક્ટ ઈન્ડિયન પોલીસ ફોર્સ માટે શૂટિંગ કરી રહ્યો છે. વધુ વાંચો



  • Jul 19, 2023 13:21 IST

    ચમોલીમાં નમામિ ગંગે પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, 10 લોકોના કરંટ લાગવાથી મોત, 14 ગંભીર

    ઉત્તરાખંડના ચમોલીમાં નમામિ ગંગે પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના થઈ છે. બુધવારે અહીં 10 લોકોના કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા જ્યારે 14 લોકોની હાલત ગંભીર છે. અલકનંદા નદી પાસે કરંટ લાગવાથી 10 લોકોના મોત નીપજ્યા હતા. ચમોલીના એસપી પરમેન્દ્ર ડોભાલે જાણકારી આપી હતી કે ચમોલી જિલ્લાના અલકનંદા નદીના કિનારે ટ્રાન્સ્ફોરમર ફાટલાથી 10 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકોઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    તમામ ઇજાગ્રસ્તોને તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી કરવા માટે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનાને લઇને ગુસ્સા ભરાયેલા લોકો ઉર્જા નિગમની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. અને નિગમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે. દુર્ઘટના બાદ પ્રોજેક્ટનું કામ રોકી દીધું છે.



  • Jul 19, 2023 12:50 IST

    Bageshwar dham dhirendra shastri : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી, “સિંદુર અને મંગળસૂત્ર” નિવેદન પર મહિલા આયોગમાં ફરિયાદ

    Bageshwar Dham Dhirendra Shastri : બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના મહિલાઓ અંગે આપેલા નિવેદન પર મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. આઝાદ અધિકાર સેના નામના સંગઠનની રાષ્ટ્રી મહાસચિવ નૂતન ઠાકુરે બાગેશ્વર ધામ પીઠાધીશના આ નિવેદન સામે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. વધુ વાંચો



  • Jul 19, 2023 12:48 IST

    સનસનીખેજ સામુહિક હત્યાકાંડ: ઘરમાં ઘસી 6 મહિનાની બાળકી સહિત 4ની હત્યા કરી ઘર સળગાવી દીધુ

    Rajasthan mass murder : રાજસ્થાનના જોધપુરમાંથી સામૂહિક હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં છ માસની બાળકી સહિત એક જ પરિવારના 4 લોકોની હત્યા કરી અને સળગાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસ જોધપુરના ઓસિયન સબડિવિઝન ગંગાનીયોં કી ધાની સાથે સંબંધિત છે. એસપી ગ્રામીણ ધર્મેન્દ્ર સિંહ યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે. વધુ વાંચો



  • Jul 19, 2023 12:08 IST

    ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું, સૂત્રાપાડામાં 22 ઈંચ, વેરાવળમાં 19.50 ઈંચ, નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા

    Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર, મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાન મચાવી દીધુ છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડા, વેરાવળ, તલાલા, કોડિનાર તો રાજકોટના ધોરાજીમાં જાણે રીતસર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક જ દિવસમાં સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ, તો વેરાવળમાં 19.50 ઈંચ વરસાદ પડતા આ બે તાલુકા પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે, રોડ રસ્તા પર પાણી ફરી વળતા કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો નદીઓ ગાંડીતૂર બની છે. વધુ વાંચો



  • Jul 19, 2023 11:42 IST

    Opposition Meeting : વિપક્ષી દળની બેઠકમાં કેમ સીટોની પહેંચણી અંગે કોઈ નિર્ણય નથી? કોણ હશે સંયોજક? અનેક પ્રશ્નો હજી પણ યથાવત્

    Opposition meeting, lok sabha election 2024 : વિપક્ષી દળની બેઠક પહેલા અંદાજો લગાવવામાં આવતો હતો કે પટના બાદ હવે બેંગલુરુમાં વિપક્ષી દળની સીટોની વહેંચણી મુદ્દે કોઈ નિર્ણય લઈ લેવાશે પરંતુ આવું નથયું નહીં. વધુ વાંચો



  • Jul 19, 2023 11:41 IST

    Oppenheimer: ‘ઓપેનહેઈમર’ પર બનેલી આગામી ફિલ્મ માટે પાત્ર ભજવતા અભિનેતા સિલિયન મર્ફીએ વાંચી ભગવદ્ ગીતા, આ કર્યો મોટો ખુલાસો

    Oppenheimer: ”ઓપનહેઇમર” ફિલ્મ 21 જુલાઈ, 2023ના રોજ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેના મુખ્ય રોલમાં સિલિયન મર્ફી હશે જે એક આઇરિશ અભિનેતા છે, તેમનું કહેવું કે, આ પાત્રને સમજવા માટે અભિનેતાએ ભગવદ ગીતા વાંચી છે. વધુ વાંચો



  • Jul 19, 2023 11:41 IST

    GPSC Recruitment 2023, Tribal Development Officer | જીપીએસી દ્વારા આદિજાતિ વિકાસ અધિકારીની કુલ 26 જગ્યાઓ પર ભરતી, ₹ 1.42 લાખ સુધી પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

    GPSC Recruitment 2023 notification date and online application : ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જીપીએસસીએ આ જગ્યાઓ માટે ઉમેદવાર પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે. વધુ વાંચો



  • Jul 19, 2023 10:13 IST

    Opposition Meeting : વિપક્ષી દળની બેઠકમાં કેમ સીટોની પહેંચણી અંગે કોઈ નિર્ણય નથી? કોણ હશે સંયોજક? અનેક પ્રશ્નો હજી પણ યથાવત્

    Opposition meeting, lok sabha election 2024 : વિપક્ષી દળની બેઠક પહેલા અંદાજો લગાવવામાં આવતો હતો કે પટના બાદ હવે બેંગલુરુમાં વિપક્ષી દળની સીટોની વહેંચણી મુદ્દે કોઈ નિર્ણય લઈ લેવાશે પરંતુ આવું નથયું નહીં. વધુ વાંચો



  • Jul 19, 2023 09:53 IST

    આલિયા ભટ્ટ એક દમદાર અભિનેત્રી છે તેની એકટિંગ માટે તે ખાસ જાણીતી છે, આ સિવાય તે એક સારી સિંગર પણ છે અને આલિયાએ મંગળવારે તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ત્રીજા ગીત ‘વે કમલ્યા’ના લોન્ચિંગ સમયે તેની સિંગિંગ સ્કિલ દર્શાવી હતી. પ્રેક્ષકોને પણ પ્રભાવિત કર્યા કારણ કે તેણે સહ કલાકાર રણવીર સિંહની મદદથી ઇવેન્ટમાં રેપ પણ કર્યું હતું. વધુ વાંચો



  • Jul 19, 2023 09:19 IST

    હિમચાલ પ્રદેશના પ્રવાસન સ્થળ શિમલાની રેસ્ટોરન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ, એકનું મોત, 10 ઘાયલ

    હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિમલામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. શિમલામાં આવેલા મોલ રોડ પર સ્થિત એક રેસ્ટોરન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એકનું મોત થયું હતું જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. શિમલાના એસપી સંજીવ કુમાર ગાંધીએ બુધવારે આ જાણકારી આપી. એસપી ગાંધીએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. વાસ્તવમાં મંગળવારે સાંજે ફાયર બ્રિગેડ ઓફિસની પાસે એક રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે ઘણી દુકાનોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બ્લાસ્ટના 20 મિનિટ પહેલા તેમને એલપીજી ગેસની જાણકારી મળી હતી.



  • Jul 19, 2023 08:59 IST

    lok sabha elections : વિપક્ષ જ નહીં NDAમાં પણ સીટ વહેંચણીમાં આવશે ખુબ જ મુશ્કેલીઓ, જાણો કઇ અવરોધોનો કરવો પડશે સામનો

    lok sabha election 2024 : દેશમાં આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ પહેલા કેટલાક રાજ્યોની વિધાનસભા માટે પણ ચૂંટણી થશે. આટલી મોટી સંખ્યામાં દળોના ગઠબંધનથી મોદી સરકાર લોકસભા ચૂંટણી અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન સીટોની વહેંચણી કરવી એકદમ સરળ નહીં રહે. વધુ વાંચો



  • Jul 19, 2023 07:25 IST

    આજનો ઇતિહાસ 19 જુલાઇ: બેંક રાષ્ટ્રીયકરણ દિવસ- ઇન્દિરા ગાંધીએ વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું

    Today history 19 july: આજે 19 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ છે. વર્ષ 1969માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતુ. આ વર્ષ 1857ની ક્રાંતિના પ્રથમ શહીદ મંગલ પાંડેની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો



  • Jul 19, 2023 07:24 IST

    ONGC ગુજરાતમાં નોકરીની સુવર્ણ તક, ₹ 1,00,000 સુધીનો પગાર, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી

    ONGC general duty medical officer recruitment 2023 : સરકાર માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (એઓએનજીસી) કંપનીની ગુજરાત સ્થિત ઓફિસમાં નોકરી માટેની એક ઉત્તમ તક આવી છે. આ નોકરીમાં પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને 1 લાખ રૂપિયાો પગાર મળશે. ઓએનજીસીની આ નોકરીમાં ભરતી વોક-ઇન- ઇન્ટરવ્યૂહના આધાર થશે કોઇ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ONGC ભરતી 2023ની સત્તાવાર સૂચના અનુસાર, પસંદગી પામનાર ઉમેદવારોનું કેમ્બે ખાતે પોસ્ટિંગ કરવામાં આવશે. વધુ વાંચો



  • Jul 19, 2023 07:23 IST

    Daily Horoscope, 19 july 2023, આજનું રાશિફળ : ગુસ્સો અને ઉતાવળ પરિસ્થિતિને વધુ ખરાબ કરશે, વ્યવસાયિક કાર્યોમાં થોડી સમસ્યા આવી શકે છે

    today Horoscope, 19 july 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Jul 19, 2023 07:22 IST

    Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, આજથી પવિત્ર અધિક શ્રાવણ માસ શરુ, સોમનાથ મંદિરથી મહાદેવના કરો દર્શન live

    shravan maas, Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો



ગુજરાત દેશ બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ