/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Sanjay-Kumar-Mishra.jpg)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના ડાયરેક્ટર સંજય મિશ્રા (તસવીર - એએનઆઈ)
Today Gujarat National world daily News latest update, 27 July 2023 : સુપ્રીમ કોર્ટે મોદી સરકારની તે માંગણીને માની લીધી છે જેમાં માંગણી હતી કે ઇડીના ડાયરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળને આગળ પણ વધારવામાં. જોકે કોર્ટે હાલ માટે ફક્ત 15 સપ્ટેમ્બર સુધી એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે કોર્ટ 15 ઓક્ટોબર સુધી કાર્યકાળને વધારી દે. જોકે હાલ માટે સુપ્રીમ કોર્ટે 15 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધાર્યો છે.
- Jul 27, 2023 22:54 IST
વર્લ્ડ કપ 2023 : જય શાહની જાહેરાત, અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાશે, સ્થળ નહીં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/NASA-1.jpg)
World Cup 2023 : BCCI સેક્રેટરી જય શાહે એવી પણ જાહેરાત કરી કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 100 ટકા ફિટ છે અને આયર્લેન્ડનો પ્રવાસ કરી શકે છે. વધુ વાંચો
- Jul 27, 2023 22:39 IST
મણિપુર હિંસા : 35,000 સુરક્ષાકર્મીઓ તૈનાત, બફર ઝોન બનાવવામાં આવશે, વાયરલ વીડિયોની તપાસ સીબીઆઈ કરશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Manipur-violence-4.jpg)
manipur violence : ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મણિપુર જાતીય શોષણનો વીડિયો કથિત રીતે રેકોર્ડ કરનાર વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે અને વીડિયો રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાતો મોબાઈલ ફોન મેળવી લેવામાં આવ્યો છે. વધુ વાંચો
- Jul 27, 2023 19:43 IST
રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી, અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની નિમણુંક, જુઓ લિસ્ટ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/IPS-transfers.jpg)
IPS Transfers in Gujarat : પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. વડોદરા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણુંક કરવામાં આવી. વધુ વાંચો
- Jul 27, 2023 17:44 IST
પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશનો જીડીપી 83 ટકા વધ્યો, શું ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની સૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bryan-johnson-12.jpg)
India GDP in PM Narendra Modi Terms: નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે ભારત દુનિયામાં 10માં ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, પરંતુ છેલ્લા 9 વર્ષો દરમિયાન તે 5 સ્થાનની છલાંગ લગાવીને હાલ પાંચમા સ્થાને પહોંચી ગયું છે. વધુ વાંચો
- Jul 27, 2023 16:52 IST
સંજય મિશ્રા 15 સપ્ટેમ્બર સુધી ઇડીના ડાયરેક્ટર બન્યા રહેશે, કેટલીક શરતો સાથે સુપ્રીમ કોર્ટે સરકારની માંગણી માની
સુપ્રીમ કોર્ટે મોદી સરકારની તે માંગણીને માની લીધી છે જેમાં માંગણી હતી કે ઇડીના ડાયરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળને આગળ પણ વધારવામાં. જોકે કોર્ટે હાલ માટે ફક્ત 15 સપ્ટેમ્બર સુધી એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે કોર્ટ 15 ઓક્ટોબર સુધી કાર્યકાળને વધારી દે. જોકે હાલ માટે સુપ્રીમ કોર્ટે 15 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ વધાર્યો છે.
- Jul 27, 2023 16:29 IST
લોકસભા કાલે 11 વાગ્યા સુધી સ્થગિત
વિપક્ષી નેતાઓના સંસદમાં સુત્રોચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી કાલે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષી નેતાઓ પીએમ મોદીની હાજરીમાં મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે. વિપક્ષી નેતા આજે સંસદમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા.
- Jul 27, 2023 16:18 IST
ગુજરાત વરસાદ આગાહી : 8 જિલ્લામાં ભારે અને 3 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના, શુક્રવારે ક્યાં કેવો રહેશે માહોલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Heavy-Rain-forecast-in-gujarat.jpg)
Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી (Heavy Rain) અતિભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વધુ વાંચો
- Jul 27, 2023 16:00 IST
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : ટીમ ઇન્ડિયાને ફટકો, મોહમ્મદ સિરાજ વન-ડે શ્રેણીમાંથી બહાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/mohammed-siraj.jpg)
ind vs wi ODI series : એશિયા કપ 2023 અને વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને તેનું ઇજાગસ્ત થવું રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ માટે ચિંતાનો વિષય છે. વધુ વાંચો
- Jul 27, 2023 14:30 IST
ક્રિતિ સેનન બર્થડે, અભિનેત્રીથી પરમસુંદરી બનવા સુધીની સફર, જુઓ તસવીર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-91.jpg)
Kriti Sanon : બોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનન આજે 27 જુલાઇના રોજ પોતાનો 33મો બર્થડે ઉજવી રહી છે. આ તકે તેના જીવનની રોચક વાતો જાણીએ. વધુ વાંચો
- Jul 27, 2023 14:25 IST
GPSC Recruitment 2023, DySO bharti | જીપીએસસીની નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે કેવી હશે પરીક્ષા પક્રિયા? મહત્વની વિગતો વાંચો
GPSC Recruitment 2023 notification date and online application : જીપીએસસીએ નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. વધુ વાંચો
- Jul 27, 2023 13:13 IST
PM Modi Gujarat | પીએમ મોદી ગુજરાત પ્રવાસે : રાજકોટમાં સભા સંબોધશે, જુઓ કયા-કયા વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/PM-Narendra-Modi-Gujarat.jpg)
PM Narendra Modi in Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે, અહીં જનસભા સંબોધશે, તથા ગાંધીનગરમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુ વાંચો
- Jul 27, 2023 12:08 IST
લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત, સંસદમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા વિપક્ષી નેતા
વિપક્ષી નેતાઓના સંસદમાં સુત્રોચાર વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવી છે. પીએમ મોદીની હાજરીમાં મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે વિપક્ષી નેતાઓ.
- Jul 27, 2023 10:20 IST
છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 5 ઇંચ ખાબક્યો
ગુજરાતમાં ચોમાસાની મોસમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધારે કપરાડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામનગરના લાલપુરમાં ચાર ઇંચ, અમરેલીના વડિયામાં સાડા ત્રણ ઇંચ, જેતપુર, આહવા, ઉમરગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તાપીના સોનગઢમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કડી અને ભાવનગરના મહુવામાં 23 ઇંચ વરસાદ નોંધાયો હતો. 12 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
- Jul 27, 2023 10:08 IST
અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે જ ચર્ચાની માંગ, સદનમાં કાળા કપડા પહેરીને આવશે વિપક્ષી નેતા
સંસદમાં ચોમાસું સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. મણિપુર મુદ્દા પર શુક્રવારે દરેક સંસદમાં સંગ્રામના અણસાર છે. વિપક્ષી સાંસદોએ આજે સંસદમાં કાળા કપડા પહેરીને આવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે પોતાના રાજ્યસભા સભ્યોને 27 જુલાઈએ અને આમ આદમી પાર્ટીએ પોતાના સાંસદોને 27 અને 28 જુલાઈએ સંસદમાં હાજર રહેવા વ્હિપ રજૂ કર્યો હતો. વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંજૂરી કર્યા બાદ વિપક્ષી દળ આજે જ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની માંગ કરી છે.
- Jul 27, 2023 09:36 IST
Manipur Violence : સરકારે કરી કુકી, મેતેઈ નેતાઓ સાથે વાતચીત, મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નો ચાલું
Manipur Violence : મણિપુરમાં ચાલું વિરોધને ઓછો કરવા માટે કેન્દ્રએ બુધવારે મણિપુરના કુકી સમૂહોના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી હતી. આ સાથે જ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનાર એક આઇબી અધિકારીની મેતેઈ નાગરિક સમાજ સંગઠનના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત થઈ હતી. વધુ વાંચો
- Jul 27, 2023 08:42 IST
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે પોલીસ ચાર્જશીટ દાખલ કરશે
અમદાવાદના એસજી હાઇવે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં તથ્ય પટેલ સામે અમદાવાદ પોલીસ આશેર 5 હજારથી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરશે. આ અકસ્માત કેસમાં મોટાભાગના રિપોર્ટ આવી ગયા બાદ પોલીસ ચાર્જશીટ રજૂ કરશે.
- Jul 27, 2023 08:38 IST
આજથી 2 દિવસ PM મોદી ગુજરાતમાં, રાજકોટ અને ગાંધીનગરમાં કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવનારા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ જે 27 જુલાઈએ રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટની ભેટ આપશે. જેમાં હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. કેકેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. સોની યોજના સહિતના પ્રોજેક્ટની ભેટ આપશે. રેસકોર્સ મેદાનમાં જનસભાને સંબોધશે. આવતી કાલે 28 જુલાઇના રોજ ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે. સેમિકોન ઇન્ડિયા 2023 સમિટનો પ્રારંભ કરાવશે.
- Jul 27, 2023 07:52 IST
નવ વર્ષમાં મોદી સરકાર સામે બીજો અવિશ્વાસનો પ્રસ્તાવ: કેવી રીતે કર્યો લોકસભા ચૂંટણી લડાઈનો કર્યો સામનો?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/PM-modi-Rahul-gandhi.jpg)
no confidence motion against narendra modi : નરેન્દ્ર મોદી સરકાર આગામી 10 કામકાજના દિવસોમાં નવ વર્ષમાં તેના બીજા અવિશ્વાસ મતનો સામનો કરશે. મોદી સરકારે 2018 માં તેના પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યો હતો. વધુ વાંચો
- Jul 27, 2023 07:18 IST
Gadar 2 Trailer Review : ‘ગદર 2 ટ્રેલર’ને જોયા પછી પ્રશંસકોએ આપી પ્રતિક્રિયા, ફિલ્મ ‘સુપરહિટ’
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/cropped-3-30.jpg)
Gadar 2 Trailer : સની દેઓલ અને અમીષ પટેલની બહુચર્ચિત ફિલ્મ ગદર 2 મુવી ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. ફરી એક વખત તારા સિંહ દમદાર એક્શનમાં જોવા મળ્યો છે. એટલું જ નહીં સની દેઓલના પુત્રએ પણ જોરદાર એક્શનથી લોકોના હોશ ઉડાવી દીધા છે. વધુ વાંચો
- Jul 27, 2023 07:17 IST
આજનો ઇતિહાસ 27 જુલાઇ: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bryan-johnson-11.jpg)
Today history 27 july: આજે 27 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો
- Jul 27, 2023 07:17 IST
Daily Horoscope, 27 july 2023, આજનું રાશિફળ : ધન રાશિના જાતકો કોઈપણ પ્રકારના નકારાત્મક સંપર્ક સૂત્રો ટાળો, તમારું કોઈ રહસ્ય જાહેર થઈ શકે છે
today Horoscope, 27 july 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Jul 27, 2023 07:16 IST
Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/somnath-mahadev-live-darshan-1.jpg)
Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us