/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/imran-khan-case.jpg)
પાકિસ્તાન પૂર્વ પીએમ ઈમરાન ખાન તોષાખાના કેસ
Today Gujarat National world daily News latest update, 29 August 2023 : પાકિસ્તાનના પૂર્વ પડાપ્રધાન ઇમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે મોટી રાહ આપી છે. કોર્ટે ઈમરાન ખાન ઉપર ચાલી રહેલા તોશાખાના મામલે સજા ઉપર રોક લગાવી દીધી છે. અને જામીન પર મૂક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. આ પહેલા તેમને સેશન કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. અત્યારે તેઓ જેલમાં બંધ છે. હાઈકોર્ટે તેમની ત્રણ વર્ષની સજા ઉપર રોક લગાવી દીધી છે.
- Aug 29, 2023 23:30 IST
એશિયા કપ 2023 : ટીમ ઇન્ડિયા પલ્લીકેલમાં ક્યારેય હાર્યું નથી, પાકિસ્તાન 11 વર્ષથી આ મેદાન પર જીત્યું નથી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/IND-vs-PAK-1.jpg)
Asia Cup 2023 IND vs PAK : એશિયા કપ 2023માં ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. વધુ વાંચો
- Aug 29, 2023 22:30 IST
ચંદ્રયાન 3 : ચંદ્ર પર ઓક્સિજન સાથે આ પદાર્થો હોવાની સાબિતી મળી, ઇસરોએ આપી મોટી જાણકારી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/rover-Pragyan.jpg)
Chandrayaan 3 Mission : ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરમાં લાગેલા એક યંત્રએ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓક્સિજન હોવાની પૃષ્ટી કરી. વધુ વાંચો
- Aug 29, 2023 21:38 IST
વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનને આપ્યો વળતો જવાબ, કહ્યું – ખોટા દાવા કરવાથી કોઇ વિસ્તાર તમારો થઇ જશે નહીં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Jaishankar.jpg)
Arunachal Pradesh : વિદેશ મંત્રી જયશંકરે કહ્યું – અમારા વિસ્તારને લઇને પુરી રીતે ક્લિયર છીએ. આ સરકાર એ વાતે સ્પષ્ટ છે કે આપણે આપણા પ્રદેશની સુરક્ષા માટે શું કરવાનું છે. વધુ વાંચો
- Aug 29, 2023 20:37 IST
રાજ્યના ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 14 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Gujarat-government.jpg)
Gujarat government : રાજ્યમાં વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. આગામી સમયમાં ખેડૂતોની જરૂરીયાત મુજબ વીજળી અને પાણી પૂરૂ પડાશે. વધુ વાંચો
- Aug 29, 2023 19:03 IST
ઇન્ડિયા ગઠબંધન : I.N.D.I.A કે એનડીએ કઇ બાજુ છે શરદ પવાર? એનસીપી નેતાઓના નિવેદનથી વિપક્ષમાં ભ્રમ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/sharad-pawar-2.jpg)
Sharad Pawar : શરદ પવારના વલણથી વિપક્ષ સમજી નથી શકતો કે તે ક્યાં છે. ચર્ચા છે કે આ બેઠકમાં તેમને સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવશે કે તેઓ સંપૂર્ણપણે વિપક્ષી ગઠબંધનમાં છે કે નહીં. વધુ વાંચો
- Aug 29, 2023 18:21 IST
OBC Reservation: ગુજરાતમાં પાલિકા-પંચાયતમાં OBC ને 27 ટકા અનામતની ભલામણ, એસસી-એસટીમાં કોઈ ફેરફાર નહી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/2-52.jpg)
OBC 27 percent Reservation on Palika-Panchayats : રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરી છે, એટલે કે હવે પાલિકા, પંચાયતની ચૂંટણીમાં ઓબીસીની 27 ટકા બેઠકો અનામત રહી શકે છે. વધુ વાંચો
- Aug 29, 2023 16:28 IST
LPG Cylinder Price: ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, મોદી સરકારે સબસિડીની કરી જાહેરાત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/1-54.jpg)
કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો. વધુ વાંચો
- Aug 29, 2023 16:10 IST
Asia Cup 2023 : એશિયા કપની શરૂઆત બુધવારથી, જાણો ભારત કેટલી વખત બન્યું છે ચેમ્પિયન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Asia-Cup-Winners-List-1.jpg)
Asia Cup Winners List : પાકિસ્તાન અને નેપાળ વચ્ચે આવતીકાલે પ્રથમ મેચ, વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે. જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ- બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. વધુ વાંચો
- Aug 29, 2023 14:39 IST
Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Aditya-l1-mission-all-info.jpg)
Aditya L1 Mission All information : ઈસરો (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan 3) ની સફળતા બાદ હવે સૂર્યના અભ્યાસ માટે આદિત્ય એલ1 મિશન 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે, તો જોઈએ આ મિશન પાછળ ઈસરોનો ઉદ્દેશ્ય (purpose) શું છે? એલ1 પોઈન્ટ (L1 point) શું છે? પેલોડ્સ (Pelod) શું કામગીરી કરશે? બધુ જ ... વધુ વાંચો
- Aug 29, 2023 14:11 IST
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત, કોર્ટે સજા પર લગાવી રોક,જામીન પર મૂક્ત કરવાનો આદેશ
પાકિસ્તાનના પૂર્વ પડાપ્રધાન ઇમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે મોટી રાહ આપી છે. કોર્ટે ઈમરાન ખાન ઉપર ચાલી રહેલા તોશાખાના મામલે સજા ઉપર રોક લગાવી દીધી છે. અને જામીન પર મૂક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. આ પહેલા તેમને સેશન કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. અત્યારે તેઓ જેલમાં બંધ છે. હાઈકોર્ટે તેમની ત્રણ વર્ષની સજા ઉપર રોક લગાવી દીધી છે.
- Aug 29, 2023 14:03 IST
New Map Of China : ચીનનું ફરી ભડકાઉ વલણ, G20 Summit પહેલા રજૂ કર્યો નવો નકશો, અરુણાચલ પ્રદેશને પોતાનામાં સમાવી લીધું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/India-china-1.jpg)
સોમવારે ચીને પોતાનો માનક માનચિત્રના 2023 સંસ્કરણને રજૂ કર્યો છે. જેમાં અરુણાચલ પ્રદેશને પોતાના દેશનો હિસ્સો ગણાવ્યો છે. જેનાથી ચીન એક વાર ફરીથી સીમા વિવાદને ઉશ્કેરવાનું કામ કર્યું છે. વધુ વાંચો
- Aug 29, 2023 12:38 IST
Chandrayaan 3 mission : ક્યાંક 50 ડીગ્રી તો ક્યાંક 10 ડિગ્રી, ચંદ્રના તાપમાનમાં અંતર જોઈને ISRO વૈજ્ઞાનિકો પણ પરેશાન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/moon-temperature.jpg)
Chandrayaan-3 Moon Landing : ચંદ્રયાનના દક્ષિણી ધ્રૂવ પર હાજર વિક્રમ લેન્ડરમાં લાગેલા CHASTE પેલોડે ચંદ્રની સપાટી પર તાપમાનની જાણકારી મોકલી છે. ઇસરોના લેન્ડર મોડ્યુલમાં લાગેલા ચાર પેલોડ્સમાંથી એક CHASTE દ્વારા પણ કરવામાં આવેલી શોધના ડાટા સાર્વજનીક કર્યા છે. વધુ વાંચો
- Aug 29, 2023 11:42 IST
Jawan Trailer Release Date : શાહરૂખ ખાનના ચાહકો માટે ખુશખબર! જવાનનું ટ્રેલર આ તારીખે થશે રિલીઝ, રક્ષાબંધનનો પર્વ બનશે વધુ ખાસ
Jawan Trailer Release Date : શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ તકે કિંગ ખાનના ચાહકો માટે ખુશખબર છે. વધુ વાંચો
- Aug 29, 2023 11:40 IST
Article 370 in SC : પુલવામા હુમલા બાદ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ હટાવવું જરૂરી હતી, કેન્દ્રનો SCમાં જવાબ
Pulwama Attack Hearing in supreme court : જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવાના લઈને ચાલી રહેલી સુનાવણીના 11માં દિવસે સોમવારે કેન્દ્ર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આજે પણ રાજનીતિક દળ આ કોર્ટ સમક્ષ અનુચ્છેદ 370 અને 35એ બચાવ કરી રહ્યા છે. વધુ વાંચો
- Aug 29, 2023 11:16 IST
પુલવામા હુમલા બાદ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ હટાવવું જરૂરી હતી, કેન્દ્રનો SCમાં જવાબ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરનું બંધારણ ભારતના સંવિધાનના આધન છે અને જમ્મુ-કાશ્મીરની સંવિધાન સભા વાસ્તવમાં કાયદો બનાવનારી વિધાનસભા પણ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કરવાના લઈને ચાલી રહેલી સુનાવણીના 11માં દિવસે સોમવારે કેન્દ્ર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આજે પણ રાજનીતિક દળ આ કોર્ટ સમક્ષ અનુચ્છેદ 370 અને 35એ બચાવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 2019માં પુલવામાં સીઆરપીએફ કાફલા પર જિહાદી હુમલા બાદ કેન્દ્ર સરકારને એ મહેસૂસ કર્યું કે 370ને ખતર કરવી ખૂબ જ જરૂરી છે.
- Aug 29, 2023 10:47 IST
જ્યોતિ મૌર્ય પર લગાવવામાં આવેલા બધા આરોપ પતિ આલોકે પાછા લીધા
જ્યોતિ મૌર્યના પતિ આલોક મૌર્યએ મોટો યુટર્ન લગાવ્યો છે. તેના તરફથી પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપો પરત લીધા છે. કોર્ટમાં ચાલી રહેલી લડાઈ જરૂરી આગળ પણ રહેનારી છે. પરંતુ જ્યોતિ માટે આ એક મોટી રાહત છે.
- Aug 29, 2023 10:11 IST
ચંદ્રયાન 3 બાદ મંગળયાન ચર્ચામાં, મંગળનો ચંદ્ર PHOBOS મંગળયાનના કેમેરામાં કેદ થયો, અદભૂત video
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/mars-moon.jpg)
વાયરલ વીડિયોમાં કાળા આકારનો એક ટુકડો ઝડપથી માર્સના ચક્કર લગાવી રહ્યો છે. હવે આ કાળો ટુકડો માર્યનો જ એક મૂન છે એટલે કે મંગળનો ચંદ્ર છે. સામાન્ય રીતે માર્સના બે ચંદ્ર છે. એક ફોબોસ અને બીજો ડીમોસ. જેમાં ફોબોસ મંગળ ગ્રહની સૌથી નજીક છે. વીડિયો જુઓ
- Aug 29, 2023 09:28 IST
Indonesia Earthquake : ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા
indonesia Earthquake latest updates : ઇન્ડોનેશિયાઈ ભૂવિજ્ઞાનિક એજન્સી અનુસાર બાલી અને લોમ્બોકના તટીય વિસ્તારમાં સવારે 4 વાગ્યા પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાણાકરી પ્રમાણે ઇન્ડોનેશિયામાં ભૂકંપની શરુઆતમાં બે ઝાટકા અનુભવાયા હતા. વધુ વાંચો
- Aug 29, 2023 09:18 IST
ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા
ઇન્ડોનેશિયાના બાલીમાં મંગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ યુરોપીયન ભૂમધ્યસાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના હવાલાથી જાણકારી આપતા કહ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર ઈન્ડોનેશિયાના માતરમથી 201 કિલોમીટર ઉત્તરમાં ધરતીની સપાટીથી 518 કિલોમીટર નીચે હતું.
- Aug 29, 2023 08:33 IST
Skin Care Tips : 30 વર્ષની વયના લોકો માટે આ ખાસ સ્કિનકેર ટીપ્સ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/SKincare-tips-These-special-skincare-tips-for-30-year-olds-unsplash-1.jpg)
Skin Care Tips : સ્કિન કેવી દેખાય છે અને સ્કિન ટાઈપ શું છે તે ધ્યાનમાં ન લઈએ તો કોઈપણની સ્કિન સૂર્યથી પ્રભાવિત થઈ શકે છે. સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિનને સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, વધુમાં અહીં વાંચો. વધુ વાંચો
- Aug 29, 2023 08:12 IST
Rozgarmela : પ્રમોશન લેનારને પણ રોજગાર મેળામાં ચીઠ્ઠી આપી રહી છે સરકાર, વાયદો પુરો કરવા માટે ચાર મહિનામાં આપવી પડશે પાંચ લાખ નોકરીઓ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rozgar-mela.jpg)
PM Modi government, Appointment letters, promotion, Rozgar Mela : 28 ઓગસ્ટ 2023ના રોજ વીડિયો કોન્ફેરન્સિંગના માધ્યમથી 51 હજારથી વધારે નવનિયુક્તોને જોઇનિંગ લેટર આપવામાં આવ્યા હતા. આ પ્રકારને દસ મહિનામાં કુલ 5 લાખથી વધારે લોકોને નિયુક્ત પત્ર આપવામાં આવ્યા છે. પરંતુ આ સંખ્યા વિવાદોમાં છે. વધુ વાંચો
- Aug 29, 2023 08:11 IST
Dipika Kakar Health : અચાનક અડધી રાત્રે અસહ્ય પીડાને લીધે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી દીપિકા કક્કર, એક્ટ્રેસ બે મહિના પહેલા જ માં બની
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-29T080408.388.jpg)
Dipika Kakar Health : સસુરાલ સિમર કા ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કર (Dipika Kakar) ને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. અચાનક અડધી રાત્રે દીપિકા કક્કડની તબિયત લથડતાં તેને આનન-ફાનન હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વધુ વાંચો
- Aug 29, 2023 07:11 IST
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-daily-rashifal-aaj-nu-rashifal-zodiacs-signs-29-august-2023-tuesday-rashi-bhavishya-ap/188465/
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-29T001929.754.jpg)
Today history 29 August: આજે 29 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે, જેને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવાય છે. ઉપરાંત આજે પરમાણુ પરિક્ષણ વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધુ વાંચો
- Aug 29, 2023 07:10 IST
Daily Horoscope, 29 August 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકોને ઘરમાં અચાનક મહેમાનોના આવવાથી તમારા કામમાં વિઘ્ન આવી શકે છે
today Horoscope, 29 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Aug 29, 2023 07:10 IST
Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન
Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us