Live

Today News Live Updates, 7 August 2023 : રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ, પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા

7 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : August 07, 2023 22:55 IST
Today News Live Updates, 7 August 2023 : રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ, પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા
ગૃહમંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

Today News Live Updates, 7 August 2023 : રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ થઇ ગયું છે. પક્ષમાં 131 વોટ પડ્યા હતા અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે બિલની એક પણ જોગવાઇ ખોટી નથી. બીજી તરફ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ વિધેયક પુરી રીતે અસંવૈધાનિક છે. આ મૌલિક રુપથી અલોકતાંત્રિક છે અને દિલ્હીના લોકોનો ક્ષેત્રીય અવાજ અને આકાંક્ષાઓ પર એક પ્રત્યક્ષ હુમલો છે. દિલ્હીમાં સુપર સીએમ બનાવવાનો પ્રયત્ન છે. કોંગ્રેસને જવાબ આપતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે દેશમાં 10 વર્ષ સુધી સુપર પીએમ રહ્યા છે.

Read More
Live Updates

Leopard in Gujarat : ગુજરાતમાં દીપડાની વસ્તી 12 વર્ષમાં બમણી જેટલી થઇ, સૌથી વધુ જુનાગઢમાં

Leopard in Gujarat : તાજેતરમાં ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ગબ્બર પર દીપડો દેખાતા વહીવટીતંત્ર અને દર્શનાર્થીઓમાં ફફડાટનો માહોલ હતો. વધુ વાંચો

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ, પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ થઇ ગયું છે. પક્ષમાં 131 વોટ પડ્યા હતા અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પર વોટિંગ શરૂ

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પર વોટિંગ શરૂ

દિલ્હી સર્વિસ બિલ : રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – દિલ્હીમાં ભ્રષ્ટાચાર રોકવો આ બિલનો ધ્યેય

Delhi Amendment Bill 2023 : અમિત શાહે કહ્યું – સંસદને દિલ્હી માટે કાયદા બનાવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના કોઈ પણ નિર્ણયનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. વધુ વાંચો

દિલ્હી સેવા બિલ પર ચર્ચા : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - બિલની એક પણ જોગવાઇ ખોટી નથી

દિલ્હી સેવા બિલ પર ચર્ચા કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બિલની એક પણ જોગવાઇ ખોટી નથી. આ બિલનો ઉદ્દેશ્ય યોગ્ય રુપથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોય. બિલમાં પહેલા જે વ્યવસ્થા હતી તે વ્યવસ્થામાં એક ઇંચ માત્ર પણ પરિવર્તન થઇ રહ્યું નથી.

Data Protection Bill : ડેટા પ્રોટેક્શન બિલ શું છે? લોકસભામાં પાસ, જો કંપનીઓએ નિયમ તોડ્યો તો થશે ભારે દંડ

data protection bill : ડેટા પ્રોટેક્શન બિલ લોકસભા (Lok Sabha) માં પાસ થઈ ગયું છે, હવે રાજ્યસભા (Rajya sabha) માં મંજૂરી માટે મુકવામાં આવશે. પરંતુ આ પહેલા જોઈએ આ બિલમાં શું છે? અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) કહ્યું કે, આ બિલ દેશના 140 કરોડ લોકોના ડિજિટલ વ્યક્તિગત ડેટાની સુરક્ષા સાથે સંબંધિત છે. વધુ વાંચો

Income Tax Notices: ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, કરદાતાએ આઇટી નોટિસનો પ્રત્યુત્તર કેવી રીતે આપવો અને ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે? જાણો

Income Tax Notices respond: હાલના સમયમાં આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઇન્કમ ટેક્સની નોટિસ મોકલવામાં આવે છે. વધુ વાંચો

શું છે ન્યૂઝ ક્લિક? ભાજપ લગાવી રહ્યું છે ગંભીર આરોપ, ન્યૂયોર્ક ટાઇમ્સના ઇન્વેસ્ટિગેશન પછી ભારતમાં બબાલ

BJP MP Nishikant Dubey : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે 2005થી 2014 વચ્ચે જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસને ચીન પાસેથી પૈસા મળ્યા છે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ન્યૂઝ ક્લિકને વિદેશી ભંડોળમાંથી 38 કરોડ રૂપિયા મળ્યા છે અને આ નાણાં કેટલાક પત્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. વધુ વાંચો

લોકસભા ચૂંટણી 2024 : ગુજરાતમાં કોંગ્રેસ-આપનું રહેશે ગઠબંધન, ઇસુદાન ગઢવીએ કહ્યું – ‘ભાજપ 26 બેઠકો નહીં જીતી શકે’

Gujarat Congress aap alliance Loksabha Election 2024 : ગુજરાત આપ અધ્યક્ષ ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ કહ્યું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને કોંગ્રેસ સાથે મળી ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડશે, ભાજપ (BJP) 26 બેઠકો જીતી શકશે નહીં. વધુ વાંચો

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા શરૂ, કોંગ્રેસે કહ્યું - આ સુપર સીએમ બનાવવાનો પ્રયત્ન

રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા ચાલી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ બિલ રાજ્યસભામાં રજુ કર્યા પછી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ વિધેયક પુરી રીતે અસંવૈધાનિક છે. આ મૌલિક રુપથી અલોકતાંત્રિક છે અને દિલ્હીના લોકોનો ક્ષેત્રીય અવાજ અને આકાંક્ષાઓ પર એક પ્રત્યક્ષ હુમલો છે. દિલ્હીમાં સુપર સીએમ બનાવવાનો પ્રયત્ન છે. કોંગ્રેસને જવાબ આપતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે દેશમાં 10 વર્ષ સુધી સુપર પીએમ રહ્યા છે.

કરોડો કમાનાર બોક્સરને મળ્યો દગો, ગર્લફ્રેન્ડ સાથ છોડીને સગા ભાઇને કરવા લાગી ડેટ

Sports News : બોક્સર જેક પોલે એલિસન પર આરોપ લગાવ્યો હતો કે તે તેના મોટા ભાઇ લોગનને ડેટ કરી રહી હતી અને તેણે દગો આપ્યો હતો. આ દગા પહેલા તે એલિસનને ઘણો પ્રેમ કરતો હતો. વધુ વાંચો

અમેરિકાના આ મ્યુઝિયમમાં છે જ્ઞાનવાપીનું સત્ય, 150 વર્ષ જૂના ફોટા આપી રહ્યા જુબાની

Gyanvapi mandir masjid Case : જ્ઞાનવાપી મંદિર છે કે મસ્જિદ તેના વિવાદ (controversy) બાદ સુપ્રીમ કોર્ટે (Supreme Court) એએસઆઈને સર્વે (ASI Survey) કરવા માટે મંજૂરી આપી છે, આ બધા વચ્ચે અમેરિકાના એક મ્યુઝિયમ (America museums) માં ફોટોગ્રાફ્સ (Photo) સામે આવ્યા છે, જે જ્ઞાનવાપીના હોવાનો દાવો છે, જો આ સત્ય (truth) હોય તો, જ્ઞાનવાપી પહેલા મસ્જિદ નહીં પરંતુ મંદિર હોવાનો પૂરાવો બની શકે છે. વધુ વાંચો

IPO SBFC Finance; એસબીએફસી ફાઇનાન્સ આઇપીઓ ભરવાની આજે આખરી તક, જાણો વિગત

IPO SBFC Finance; એસબીએફસી ફાઇનાન્સ લિમિટેડ નોન બેકિંગ કંપનીમાં રોકાણ કરવા આઇપીઓ ભરવાની આજે અંતિમ તારીખ છે. 3 ઓગસ્ટથી આઇપીઓ પબ્લિક માટે ખુલ્લો હતો જે આજે આખરી તારીખ છે. 14 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીના શેરનું લિસ્ટીંગ થશે. વધુ વાંચો

Soaked Dry Fruits Benefits : ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવા કે સૂકા? જાણો બંનેના ફાયદા અને આડ અસરો વિષે

Soaked Dry Fruits Benefits : પલાળેલા અને ડ્રાયફ્રૂટ્સ ખાવાના ફાયદાઓ પર હાથ ધરવામાં આવેલા ઘણા સંશોધનો અનુસાર, નિષ્ણાતો સંમત થયા છે કે કાચા અને પલાળેલા બદામ બંનેમાં સમાન પોષક મૂલ્ય હોવા છતાં, પલાળેલા ડ્રાયફ્રૂટ્સ કરતા સૂકા વધુ ફાયદાકારક છે. આનું કારણ અહીં જાણો. વધુ વાંચો

Budh Uday : બુધ ગ્રહ વક્રી અવસ્થામાં થશે ઉદય, આ રાશિઓના શરુ થશે સારા દિવસો, દરેક કાર્યમાં મળશે સફળતા

Budh gochar, mercury vakri : સપ્ટેમ્બરની શરુઆતમાં વેપાર અને બુદ્ધિના દેવતા બુધ ગ્રહ ઉદય થવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ બધી રાશિઓના જાતકો ઉપર જોવા મળે છે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ સમયે આકસ્મિક ધનલબા અને તરક્કીનો યોગ બની રહ્યો છે. વધુ વાંચો

નૂંહમાં બુલડોજર એક્શન પર રોક, હાઇકોર્ટે જાતે ધ્યાને લઇને કર્યો આદેશ

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈમાં થયેલી ઇંસા બાદ ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ બુલડોઝર એક્શન ઉપર હાઇકોર્ટે રોક લગાવી દીધી હતી. પંજાબ અને હરિયામા હાઇકોર્ટે આ મામલાને જાતે ધ્યાનમાં લીધો હતો. નૂંહમાં 31 જુલાઈએ બ્રજમંડલ યાત્રા દરમિયાન હિંસા થઇ હતી. જેમાં છ લોકોના મોત થયા હતા. સરકાર તરફથી કાર્યવાહી કરતા નૂંહમાં સતત હિંસામાં સામેલ આરોપીઓનું નિર્માણ અને દુકાનો તોડી પાડવામાં આવી હતી.

GSRTC Driver Conductor Recruitment 2023 : GSRTC માં 7 હજારથી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી, લાયકાત, પગાર, અરજી કરવાની રીત સહિતની સંપૂર્ણ માહિતી

GSRTC Driver Conductor Bharti 2023, Notification, last date : નોટિફિકેશન પ્રમાણે GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજથી એટલે કે 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ વાંચો

Sherlyn Chopra – Rahul Gandhi : શર્લિન ચોપરા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ, પરંતુ રાખી એક શરત, કહ્યું – ‘હું કરીશ પણ…’

Sherlyn Chopra agreed marry Rahul Gandhi : શર્લિન ચોપરાએ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા અંગે સોશિયલ મીડિયા પર કહ્યું, તે લગ્ન કરવા રાજી છે, પરંતુ તેની એક શરત છે કે, તે તેની અટક નહીં બદલે. લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા. વધુ વાંચો

Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

weekly horoscope : તમામ રાશિના જાતકોનું સાપ્તાહ કેવું રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે સપ્તાહ કેવું રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ. વધુ વાંચો

રાહુલ ગાધીને પાછું મળ્યું સંસદ સભ્ય પદ, લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પડ્યું

લોકસભા સચિવાલયે સોમવારે નીચલા ગૃહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સાંસદ તરીકે પાછા ફરવાની મંજૂરી આપી. ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવી દીધી હતી. કોંગ્રેસ ઈચ્છે છે કે રાહુલ આવતીકાલથી શરૂ થનારી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લે.

સંસદના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહથી આજથી શરૂ થવાના છે, બધાની નજર રાજ્યસભા પર રહેશે, જ્યાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સરકારની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (સુધારા) બિલ, 2023ને વિચારણા અને પસાર કરવા માટે ખસેડશે. . બીજુ જનતા દળ (BJD) અને જગન મોહન રેડ્ડીની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) એ જાહેરાત કરી છે કે તેઓ તેનું સમર્થન કરશે તેમ સરકાર પાસે આરામથી બિલને આગળ ધપાવવાની સંખ્યા છે. આ સત્રમાં વિપક્ષ અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે યુદ્ધવિરામના એક દુર્લભ કિસ્સામાં બિલ ગયા અઠવાડિયે લોકસભામાં પસાર થયું હતું.

whats App ગ્રૂપથી મેંબરને કેમ ન હટાવ્યા? CM યોગી પર અપમાનજનક પોસ્ટ અંગે ભદોહીમાં એડમિનની ધરપકડ

Uttar Pradesh CM whats app Group : પોલીસે રવિવારે એક 35 વર્ષીય વેપારીને તેના વોટ્સએપ ગ્રૂપના એડમિન હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી યોગી આદિ્યનાથ વિરુદ્ધ કથિત રીતે અપમાનજક ટિપ્પણી પોસ્ટ કરી હતી. વધુ વાંચો

રાહુલ ગાંધીની સંસદમાં વાપસી પર આજે થશે નિર્ણય, કોંગ્રેસ બોલાવી સાંસદોની બેઠક

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટથી રાહત મળ્યા બાદ તેમની લોકસભામાં વાપસી માટે કોંગ્રેસ આતૂરતાથી રાહ જોઈ રહી છે. સંસદમાં ચોમાસુ સત્રમાં શું રાહુલ ગાંધીની વાપસી થશે? આના પર આજે નિર્ણય થઇ શકે છે. લોકસભાના અધિકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની કોપી વાંચ્યા બાદ યોગ્ય પગલાં ભરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર થનારી ચર્ચામાં સામેલ થઇ શકે છે.

ચંદ્રયાન 3 એ મોકલી ચંદ્રની સૌથી ખુબસૂરત તસવીરો, ISROએ શેર કર્યો video, શું તમે જોયો કે નહીં?

chandrayaan 3 moon first pic : શનિવારે સાંજે તેણે આ પડાવ સફળતા પૂર્વક સર કર્યો હતો. તેણે આ પડાવ પાર કર્યા બાદ ચંદ્રયાને ચંદ્રની સૌથી ખુબસૂરત તસવીર મોકલી છે. ઇશરોએ ટ્વીટ કરીને ચંદ્રની એક શાનદાર ફોટો લોકો માટે શેર કરી છે. વીડિયો જુઓ

રાજ્યસભાથી પણ AAP ને લાગશે જોરદાર ઝાટકો, BJP એ કરી લીધી બહુમતીની પુરે પુરી વ્યવસ્થા, આજે હકીકત બનશે દિલ્હી સેવા બિલ

delhi services bill, INDIA, lok sabha, rajya sabha : આંકડા પ્રમાણે લોકસભા બાદ રાજ્યસભામાં પણ આમ આદમી પાર્ટીનો સૌથી મોટો રાજકીય ઝાટકો લગવાનો છે. બીજેપીએ રાજ્યસભામાં બહુમતના એ આંકડા એકઠા કરી લીધા છે. જેનાથી દિલ્હી સેવા બિલ હવે કાયદો બનવા જોઈ રહ્યો છે. વધુ વાંચો

Daily Horoscope, 7 August 2023, આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોના પરિવારના સભ્યના વ્યવહારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે

today Horoscope, 7 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ