Live

7 july 2024, Today News Live Updates: બાલાસોર ટ્રેન અકસ્માત મામલે સીબીઆઇએ ત્રણ લોકોની ધરપકડ કરી

7 july 2024, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : July 07, 2023 20:49 IST
7 july 2024, Today News Live Updates: બાલાસોર ટ્રેન અકસ્માત મામલે સીબીઆઇએ ત્રણ લોકોની ધરપકડ કરી
ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી (તસવીર – એક્સપ્રેસ)

7 july, Gujarat National world daily News latest update: ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઇએ શુક્રવારે ત્રણ રેલવે અધિકારીઓની ધરપકડ કરી છે. વરિષ્ઠ એન્જિનિયર અરુણ કુમાર મહંત, સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમિર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની સીબીઆઇએ ધરપકડ કરી છે. આ ત્રણેય અધિકારીઓ સામે આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા ત્રણેય અધિકારીઓની હવે સીબીઆઈ પૂછપરછ કરશે. આ દુર્ઘટનામાં 292 લોકોના મોત થયા હતા.

Live Updates

બાલાસોર ટ્રેન અકસ્માત મામલે સીબીઆઇએ ત્રણ લોકોની ધરપકડ કરી

ઓડિશા ટ્રેન અકસ્માત કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઇએ શુક્રવારે ત્રણ રેલવે અધિકારીઓની ધરપકડ કરી છે. વરિષ્ઠ એન્જિનિયર અરુણ કુમાર મહંત, સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમિર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની સીબીઆઇએ ધરપકડ કરી છે. આ ત્રણેય અધિકારીઓ સામે આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા ત્રણેય અધિકારીઓની હવે સીબીઆઈ પૂછપરછ કરશે.

પીએમ મોદીએ જોધપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને હરીઝંડી બતાવી

પીએમ નરેન્દ્ર મોદીએ ગોરખપુર રેલવે સ્ટેશનથી ગોરખપુર-લખનઉ વંદે ભારત ટ્રેનને હરી ઝંડી બતાવી રવાના કરી હતી. આ પહેલા તેમણે જોધપુરથી અમદાવાદ વચ્ચે ચાલનારી વંદે ભારત એક્સપ્રેસને પણ હરીઝંડી બતાવી હતી.

બ્રિજ ભૂષણ સિંહને દિલ્હી કોર્ટનું સમન્સ, 18 જુલાઇએ હાજર થવા ફરમાન

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહને દિલ્હીની કોર્ટ સમન્સ મોકલાવ્યું છે. બ્રિજ ભૂષણ પર યૌન શોષણના મામલાનો કેસ ચાલી રહ્યો છે. તેમની પર છ રેસલર્સે આરોપ લગાવ્યા હતા. બ્રિજ ભૂષણને 18 જુલાઇએ કોર્ટ સામે હાજર થવાનું છે. બ્રિજ ભૂષણ સિવાય આસિસ્ટન્ટ સચિવ વિનોદ તોમરને પણ સમન્સ મોકલાવ્યું છે.

ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી, રાજસ્થાનમાં નીતિન પટેલને મળી મોટી જવાબદારી

Lazy Load Placeholder Image

BJP : ભાજપે ચાર રાજ્યમાં ચૂંટણી પ્રભારીની નિમણુક કરી છે. રાજસ્થાનમાં પ્રહલાદ જોષી, મધ્ય પ્રદેશ ભુપેન્દ્ર યાદવ, છત્તીસગઢમાં ઓમપ્રકાશ માથુર અને તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને પ્રભારી બનાવ્યા. વધુ વાંચો

ગુજરાત વરસાદ આગાહી અપડેટ : હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર! શનિવારે ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ માટે રેડ એલર્ટ

Lazy Load Placeholder Image

Gujarat Rain Forecast Update : રાજ્યમાં સમગ્ર જિલ્લામાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ગઈકાલથી આજ સુધી ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સુરત જેવા જિલ્લામાં કેટલાક સ્થળે ભારે વરસાદ થયો છે. તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળ્યો. વધુ વાંચો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - ગીતા પ્રેસ વિશ્વનું એવું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે જે ફક્ત સંસ્થા નહીં પણ જીવંત આસ્થા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુર સ્થિત ગીતા પ્રેસના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે ત્યાં કહ્યું હતું કે ગીતા પ્રેસ વિશ્વનું એવું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે જે ફક્ત સંસ્થા નહીં પણ જીવંત આસ્થા છે. ગ્રીતા પ્રેસનું કાર્યાલય કરોડો-કરોડ લોકો માટે કોઇ મંદિરથી ઓછું નથી. તેના નામ અને કામમાં પણ ગીતા છે. જ્યાં ગીતા છે ત્યા સાક્ષાત કૃષ્ણ પણ છે.

પીએમ નરેન્દ્ર મોદી ગીતા પ્રેસ શતાબ્દી સમારોહમાં પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોરખપુર સ્થિત ગીતા પ્રેસના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

એમએસ ધોની બર્થ ડે : સચિન તેંડુલકરે લખ્યું – હેલિકોપ્ટર શોટ્સની જેમ હંમેશા ઊંચી ઉડાન ભરતો રહે, રિષભ પંતે ધોની વગર કાપી કેપ

Lazy Load Placeholder Image

Mahendra Singh Dhoni Birthday : મહેન્દ્રસિંહ ધોનીએ 42 વર્ષ પુરા થયા. ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં 7 જુલાઈ, 1981ના રોજ થયો હતો. વધુ વાંચો

એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, તમામ યાત્રીઓને ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા

તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગવાથી બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર ફલકનુમા એક્સપ્રેસમાં આગ બોમ્મઈપલ્લી અને પગિડીપલ્લી વચ્ચે લાગી હતી. ટ્રેનના તમામ યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં યાત્રીઓના ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી.

સાક્ષી મલિકનો હોટ દેશી લૂક થયો વાયરલ, જુઓ તસવીર

Lazy Load Placeholder Image

Sakshi Malik : સાક્ષી મલિક પોતાની બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. તાજેતરમાં તેને લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને લઇને તે ચર્ચામાં છે. વધુ વાંચો

JEE Advance | જેઇઇ એડવાન્સ પછી શું? તમે IIT અને શાખાઓ વચ્ચે કેવી રીતે પસંદગી કરશો? IIT ગુવાહાટીના ભૂતપૂર્વ ડિરેક્ટરનો શું છે મત

Lazy Load Placeholder Image

what you choose after JEE advanced : ગૌતમ બરુઆ લખે છે કે: “કમ્પ્યુટિંગ ટેકનોલોજી હવે દરેક વિજ્ઞાન અને ઈજનેરી ક્ષેત્રમાં સારી રીતે સંકલિત થઈ ગઈ છે. લગભગ તમામ શાખાઓ તેમના ક્ષેત્રમાં મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવા માટે AI તકનીકોનો ઉપયોગ કરી રહી છે. તેથી, જો તમે IIT માં જોડાશો તો તમે ‘CSE સેવી’ બનશો, પછી ભલે તમે કોઈ પણ બ્રાન્ચમાં પ્રવેશ મેળવો.” વધુ વાંચો

રાહુલ ગાંધી હવે જેલમાં જશે? ગુજરાત હાઇકોર્ટે રાહત ન આપતાં કોંગ્રેસ નેતા પાસે શું છે વિકલ્પ? ચૂંટણી લડી શકશે કે કેમ?

રાહુલ ગાંધી સામે ચાલી રહેલા કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી રદ કરી છે. મોદી સરનેમ વિવાદ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે રાહત ન આપતાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ધરપકડની તલવાર લટકી રહી છે. વિવાદીત મામલે રાહુલ ગાંધીએ કોર્ટ પાસે રાહતની માંગ કરતી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે રદ કરી દેતાં હવે રાહુલ ગાંધી સામે કાયદાની ભીંસ વધતી દેખાઇ રહી છે. આગામી લોકસભા ચૂંટણી 2024 લડવા અંગે પણ સવાલ ઉભા થતા દેખાઇ રહ્યા છે. વધુ વાંચો

Chandrayaan-3 Mission Date : ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈએ લોન્ચ થશે, ઈસરોએ કરી જાહેરાત

Lazy Load Placeholder Image

Chandrayaan-3 Mission Date : ચંદ્રયાન -3 મિશનનો ઉદેશ્ય ચંદ્ર રેગોલિથના થર્મોફિઝિકલ ગુણધર્મો, ચંદ્ર પર ધરતીકંપ, ચંદ્રની સપાટીના પ્લાઝ્મા વાતાવરણ અને ઉતરાણ સ્થળની આસપાસના વિસ્તારમાં મૂળ રચનાનો અભ્યાસ કરવાનો છે. વધુ વાંચો

Maharashtra Politics: ભાજપનું ‘એક તીરથી અનેક નિશાન’, એનસીપી અને ભાજપ લાંબા સમયથી એકબીજા સામે રમત રમી રહ્યા

Lazy Load Placeholder Image

Maharashtra Politics : ભાજપ અને એનસીપી વચ્ચે ગઠબંધન ફાયદાનો જ સોદો છે. ભાજપ અને એનસીપી વર્ષોથી એક બીજા સામે રાજકીય રમત રમે છે. ભાજપને લોકસભા અને વિધાનસભા બંનેમાં ફાયદો જ થઈ શકે છે. વધુ વાંચો

છત્તિસગઢમાં મોદી : આ લોકો મારી કબર ખોદવાની ધમકી આપશે, પરંતુ જે ડરી જાય એ મોદી નથી, રાયપુરમાં પીએમે સાધ્યું કોંગ્રેસ પર નીશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢનો એક દિવસના પ્રવાસે છે શુક્રવારે તેઓ છત્તીસગઢના રાયપુર પહોંચ્યા હતા. તેમણે અહીં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચના 10 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ખબર પડી કે સવારે રેલીમાં આવી રહેલા ત્રણ લોકોના બસ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમનું નિધન થયું છે તેમને શ્રદ્ધાંજલિ આપું છું. જે ઘાયલ થયા છે તેમની દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.

તેમણે કોગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે આ લોકો મારી પાછળ પડ્યા છે, મારી ખબર ખોદવાની ધમકી આપશે. મારા વિરુદ્ધ ષડયંત્ર રચશે પરંતુ તેમને ખબર નથી કે જે ડરી જાય એ મોદી ન હોઈ શકે.

Sawan 2023 : શું તમે યોગ્ય વિધિથી ચઢાવો છો શિવલિંગ પર જળ? ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જાણો યોગ્ય રીતે

Lazy Load Placeholder Image

શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે. આ વર્ષે અધિક મહિનો પણ છે જેના કારણે શ્રાવણ મહિનો બે મહિના સુધી ચાલશે. શ્રાવણ મહિના ભક્તગણ ભગવાન શિવની વિધિવત રીતે પૂજા કરવાની સાથે સાથે અભિષેક કરે છે. વધુ વાંચો

Stock Tips: આ વર્ષે નિફ્ટી 20000 ની સપાટી તોડશે! જુલાઈમાં પોર્ટફોલિયો માટે બેસ્ટ 16 શેર, આપી શકે છે 30 ટકા સુધી રીટર્ન

Lazy Load Placeholder Image

stock tips : શેર માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે, નિફ્ટી 20 હજારને પાર કરે તેવી શક્યતા છે. તો જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો આજે અમે તમને 16 સારા લાર્જકેપ, સ્મોલકેપ અને મિડકેપ વિશે જણાવીએ જે સારો નફો કરાવી શકે છે. વધુ વાંચો

PM મોદીની સભામાં જઈ રહેલા BJP કાર્યકરોની બસનો અકસ્માત, બેના મોત, 6 ઘાયલ

BJP workers Bus accident in chhattisgarh : પીએમ મોદી (PM Modi) રાયપુર (Raypur) ના બેલતરા (Beltara) સભા સંબોધે તે પહેલા ભાજપ કાર્યકર્તાઓની બસને અકસ્માત થયો છે, જેમાં બેના મોત થયા છે, તો 6 ઘાયલ થયા છે, ત્રણની હાલત ગંભીર. વધુ વાંચો

Rahul Gandhi defamation case: રાહુલ ગાંધી માનહાની કેસ| શું સાંસદની સદસ્યતા પાછી મળશે? ગુજરાત હાઈકોર્ટ આજે આપશે ચુકાદો

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી માનહાની કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High court) ચૂકાદો આપશે. આજે નક્કી થઈ જશે કે, રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા પાછી મળશે કે નહી. મોદી અટક (PM Modi) પર કર્ણાટકમાં વિવાદાસ્પદ કોમેન્ટ કરતા પૂર્ણેશ મોદી (Purnesh Modi) એ માનહાનીનો કેસ કર્યો હતો. વધુ વાંચો

મહેસાણામાં ભારે વરસાદઃ ગાજવીજ સાથે વીજળી પડતા ગઢા ગામમાં યુવકનું મોત

મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે મહેસાણા જિલ્લાના ગઢા ગામમાં વીજળી પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. કનીશ ચૌધરી નામનો યુવક વહેલી સવારે ભેંસો દોહવા ગયો હતો. આ સમય દરમિયાન વીજળી પડતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

કિયારા અડવાણીએ તેના સાસુમાંને ઘરે પાણીપુરી પુરી બનાવીને ઇમપ્રેસ કર્યા હતા, જે મસ્કો લગાવ્યો હતો

Lazy Load Placeholder Image

Kiara Advani News Today : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં મિર્ચી પ્લસ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે તેના સાસુમાં અને તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા અંગે ખાસ વાત કરી હતી. વધુ વાંચો

ખરાબ હવામાનના કારણે હંગામી ધોરણે સ્થગિત કરાઈ અમરનાથ યાત્રા, સ્થિતિ સુધરવાની રાહમાં તંત્ર

અત્યારે અમરનાથની યાત્રા ચાલી રહી છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટ્યા છે. જોકે, આજે શુક્રવારે પહાડથી લઈને મેદાન સુધી સતત હવામાનની સ્થિતિ બગડી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. યાત્રાને પહલગામમાં જ રોકવી પડી હતી.

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘૂંટણની થઈ સર્જરી

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ડાબા ઘૂંટણીની ગુરુવારે સર્જરી કરવામાં આવી હતી. ગત સપ્તાહ હેલિકોપ્ટરથી ઉતરતા સમયે તેમના ઘૂંટણમાં ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ડોક્ટરોએ તેમને આરામ કરવા માટે જણાવ્યું હતું. સર્જરી માટે તૃણમૂલ કોંગ્રેસના ચીફ બેનર્જી કોલકાત્તાની સરકારી એસએસકેએમ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને મળવા માટે અનેક નેતાઓ પહોંચ્યા હતા. જેમાં તેમનો ભત્રીજો અભિષેક બેનર્જી પણ સામેલ હતા.

પીએમ મોદીની સભામાં સામેલ થવા જઈ રહેલા બીજેપીના કાર્યકર્તાઓની બસને નડ્યો અકસ્માત, બે લોકોના મોત, છ ઘાયલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે છત્તીસગઢની રાજધાની રાયપુરનો પ્રવાસ કરશે. આ પહેલા બેલતરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સામેલ થવા જઈ રહેલા ભાજપના કાર્યકર્તાઓની એક બસ ટ્રેલર સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. બસમાં કુલ 40 ભાજપના કાર્યકર્તાઓ સામે હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Gujarat Rainfall updates | રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 157 તાલુકાઓમાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ પડ્યો?

છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 157 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વધુ વાંચો

કોયંબતૂરના ડીઆઈજી વિજયકુમારે કરી આત્મહત્યા, સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને મારી ગોળી

કોયંબતૂરના ડીઆઈજી સી વિજયકુમારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. વિજયુકમાર કોયંબતૂર કાર્ગો ડીઆઈજીના પદ ઉપર કાર્યરત હતા. તેમણે બંતા રોડ વિસ્તારમાં પોતાના કેમ્પ કાર્યાલયમાં સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

રાજ્યના કુલ 207 ડેમમાંથી 19 ડેમ સંપૂર્ણ ભરાયા, મધ્ય ગુજરાતના ડેમોમાં 30 ટકા કરતા ઓછું પાણી

ગુજરાતમાં હવે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરુ થયો છે. ત્યારે ગુજરાતમાં આવેલા કુલ 207 ડેમોમાં વરસાદી પાણીની નવી આવક શરુ થઈ છે. ત્યારે 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આંકડા પ્રમાણે કુલ 207 ડેમમાં 45.49 ટકા પાણીનો જથ્થો છે. વિવિધ વિસ્તારોના ડેમોની વાત કરીએ તો કચ્છના 20 ડેમમાં 50.93 ટકા પાણીનો જથ્થો છે. અને કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમ આવેલા છે જેમાં 49.57 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 15 ડેમ આવેલા છે જેમાંથી 14 ટેમ સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં આવેલા 15 ડેમોમાં 49.38 ટકા પાણી ભરાયું છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.16 ટકા પાણી ભરાયું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 29.99 ટકા પાણી છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 56.62 ટકા પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 36.02 ટકા વરસાદ, સૌથી વધારે કચ્છમાં 100 ટકા નજીક નોંધાયો

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં વરસાદના આંકડા અંગે વાત કરીએ તો સિઝનનો સરેરાશ 36.02 ટકા વરસાદ નોંધાયો છે. મળતાં આંકડા પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે કચ્છમાં સરેરાશ 94.9 ટકા વરસાદ જ્યાટરે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 52.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 34.41 ટકા વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 27.78 ટકા સિઝનનો સરેરાશ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં સિઝનનો 24.59 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, અમદાવાદ-આબુરોડ હાઇવે પર પાણી ભરાયા

ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ-આબુરોડ હાઇવે પર પાણી ભરાયાના પણ સમાચાર મળી રહ્યા છે. આબુરોડ હાઇવે પર પાણી ભરાતા ટ્રક પલટી ગઈ હતી. જેના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઇવે પર 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

Happy B’Day Dhoni : જ્યારે એમએસ ધોનીએ ICC અને બ્રોડકાસ્ટર્સનો પ્લાન પર પાણી ફેરવ્યું, 2016 T20 વર્લ્ડકપની શું છે ઘટના?

Lazy Load Placeholder Image

ધોનીને લઇને આ વાત ટીમ ઇન્ડિયાના પૂર્વ પંસદગીકર્તા દિવંગત વીબી ચંદ્રશેખરે કહી હતી. જેમના કારણે ચેન્નઇ સુપર કિંગ્સને ધોની મળ્યા હતા. ભરત સુંદરસનની પુસ્તક ધ ધોની ટતમાં આનો ઉલ્લેખ કર્યો છે. વધુ વાંચો

Gujarat News Updates: અંકલેશ્વરની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 7 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા

ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વરમાં આવેલી એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સાત મજૂરો ઇજાગ્રસ્ત થઈ હતી.ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની ટીમ તરત સ્થળ ઉપર પહોંચીને કામગીરી શરુ કરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Monsoon Care : ચોમાસાની ઋતુમાં બાળકોને બેદરકારીને કારણે પાણીજન્ય રોગો થાય છે, આ સાવચેતીના પગલાં લેવા જરૂરી

Lazy Load Placeholder Image

ભારતમાં ચોમાસા શરૂ થઇ ગયું છે, આ ઋતુ દરમિયાન, દૂષિત પાણી, અસ્વચ્છતા અને પાણીજન્ય રોગોના ફેલાવા જેવા પરિબળોને કારણે બાળકોમાં જઠરાંત્રિય ચેપનું જોખમ વધી જાય છે. આ સમય દરમિયાન બાળકોમાં કેટલાક સામાન્ય જઠરાંત્રિય ચેપનો સમાવેશ થાય છે. વધુ વાંચો

Kailash Kher Birthday : 14 વર્ષની ઉંમરે ઘર છોડવાથી લઈને આપધાત કરવાના પ્રયાસ સુધી રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી

Lazy Load Placeholder Image

Kailash Kher Birthday : આજે 7 જુલાઇએ કૈલાશ ખેર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કૈલાશ ખેર આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી તકલીફ અને સંઘર્ષ કરવો પડ્યો હતો. વધુ વાંચો

Gujarat News Updates : રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચન

ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરી શરુ થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે.

Daily Horoscope, 7 july 2023, આજનું રાશિફળ : કુંભ રાશિના જાતકોને આર્થિક દૃષ્ટિકોણથી ખાસ સકારાત્મક પરિણામ નહીં આવે

today Horoscope, 7 july 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધું વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ