Today News Live Updates, 9 August 2023 : કાશ્મીર પર અમિત શાહનો સંદેશો - ના હુર્રિયત સાથે ચર્ચા થશે, ના પાકિસ્તાન સાથે, ફક્ત ઘાટીના યુવાઓ સાથે વાત કરીશું

9 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

9 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Amit Shah | Parliament Monsoon Session Updates

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Photo: Screengrab from SansadTV)

Today Gujarat National world daily News latest update, 9 August 2023 : જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ યમુના નદીનું જળસ્તર વધી ગયું હતું. જેના કારણે રાજધાની દિલ્હી સહિત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પુર આવ્યું હતું. પૂર વધવાના કારણે દિલ્હીના લાલ કિલ્લાથી યુપીના મથુરા સુધી જળબંબાકાર થયું હતું. હરિયાણા સરકારે પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે યમુના નદી ઉપર બાંધ બનાવવાની યોજના પર કામ કરી રહી છે.

Advertisment
  • Aug 09, 2023 23:53 IST

    અમિત શાહે લોકસભામાં જણાવ્યું – કેમ સળગી રહ્યું છે ઉત્તર પૂર્વી રાજ્ય, મ્યાનમારથી કુકી પલાયન, મણિપુરની ડેમોગ્રાફી અને એસટી સ્ટેટસ પર હાઇકોર્ટનો નિર્ણય

    Manipur violence : અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુર હિંસાને લઈને સરકાર તરફથી જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસાનાં કારણો જણાવ્યાં. વધુ વાંચો



  • Aug 09, 2023 21:15 IST

    વર્લ્ડ કપ 2023 : આ તારીખથી ટિકિટોનું વેચાણ શરૂ થશે, ક્યારે ખરીદી શકશો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ

    World Cup 2023 Ticket Sale : આઇસીસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ટિકિટની અપેક્ષિત માંગને મેનેજ કરવા અને વધુને વધુ ચાહકોને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને જોવાની તક આપવા માટે ટિકિટનું વેચાણ તબક્કાવાર રીતે કરવામાં આવશે. વધુ વાંચો



  • Advertisment
  • Aug 09, 2023 19:45 IST

    Gmail Translation Feature: જી-મેઈલ યુઝર્સ માટે Good News, હવે મોબાઈલ પર પણ ફટાફટ મેઈલ ટ્રાન્સલેટ કરી શકશો, આવ્યું નવું ફિચર

    Gmail Translation Feature : મોબાઈલ (Mobile) પર જી-મેઈલનો ઉપયોગ કરતા લોકો માટે સારા સમાચાર ગુગલ (Google) લાવ્યું છે, હવે મોબાઈલમાં જીમેઈલના મેઈલને તમે તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકશો. વધુ વાંચો



  • Aug 09, 2023 19:09 IST

    વર્લ્ડ કપ 2023 : હવે 14 ઓક્ટોબરે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, અન્ય 8 મુકાબલાની તારીખો પણ બદલાઇ

    ODI World Cup 2023 fixtures : ભારતની નેધરલેન્ડ સામેની આખરી લીગ મેચ હવે તારીખ 11 નવેમ્બરને બદલે 12 નવેમ્બરે બેંગલુરુમાં ડે-નાઈટ રમાશે. વધુ વાંચો



  • Aug 09, 2023 18:10 IST

    કાશ્મીર પર અમિત શાહનો સંદેશો - ના હુર્રિયત સાથે ચર્ચા થશે, ના પાકિસ્તાન સાથે, ફક્ત ઘાટીના યુવાઓ સાથે વાત કરીશું

    અવિશ્વાસ ચર્ચા પર બીજા દિવસે પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. બીજા દિવસે અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાના વાત રાખી હતી. કાશ્મીર પર અમિત શાહે કહ્યું હતું કે ના હુર્રિયત સાથે ચર્ચા થશે, ના પાકિસ્તાન સાથે, ફક્ત ઘાટીના યુવાઓ સાથે વાત કરીશું.



  • Aug 09, 2023 18:03 IST

    ફ્લાઇંગ કિસ પર કઇ કલમ અંતર્ગત થઇ શકે છે FIR, કેટલી છે સજાની જોગવાઇ, જાણો બધું જ

    Rahul Gandhi Flying Kiss : મીડિયા રિપોર્ટ્સ અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં ફ્લાઈંગ કિસનો ઇશારો કર્યો હતો. આ ઘટના બાદ મહિલા સાંસદો ગુસ્સે થઇ ગયા ગતા અને તેમણે આ મામલે લોકસભા સ્પીકરને ફરિયાદ પત્ર સોંપ્યો. વધુ વાંચો



  • Aug 09, 2023 16:51 IST

    આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ: એક જ મોબાઇલ નંબરથી 7.5 લાખ લાભાર્થીના કાર્ડ બન્યા, કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ

    Ayushman Bharat PMJAY: આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં લાભાર્થીઓના રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ અને અનિયમિતતા થઇ રહી હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો. વધુ વાંચો



  • Aug 09, 2023 15:50 IST

    વર્લ્ડ કપમાં પસંદગીના સવાલ પર સૂર્યકુમાર યાદવનો જવાબ, કહ્યું – મારો રોલ નક્કી કરી ચુક્યા છે રોહિત અને રાહુલ સર

    Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવે કહ્યું – હું જાણું છું કે વન-ડે ફોર્મેટમાં મારા નંબર સારા નથી અને મને તેનો સ્વીકાર કરવામાં કોઇ શરમ નથી. મારા માટે ઇમાનદાર હોવું ઘણું જરૂરી છે. વધુ વાંચો



  • Aug 09, 2023 14:51 IST

    smriti irani Parliament Speech : રાહુલ ગાંધી પર Flying Kiss ના ઈશારાનો આરોપ, સ્મૃતિ ઈરાનીએ કહ્યું – ‘ગૃહમાં જોવા મળ્યા અભદ્રતાના લક્ષણ’

    smriti irani Parliament Speech : સંસદ ચોમાસુ સત્રમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ભાષણ બાદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું, ‘રાહુલ ગાંધીએ સંસદમાં મહિલા સાંસદો સામે ફ્લાઈંગ કિસ કરી અભદ્રતાના દર્શન કરાવ્યા છે’ વધુ વાંચો



  • Aug 09, 2023 13:28 IST

    હવે દિલ્હીમાં નહીં આવે પૂર, હરિયાણા સરકાર હથિની કુંડ બેરેજ પર બાંધશે ડેમ

    જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ યમુના નદીનું જળસ્તર વધી ગયું હતું. જેના કારણે રાજધાની દિલ્હી સહિત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પુર આવ્યું હતું. પૂર વધવાના કારણે દિલ્હીના લાલ કિલ્લાથી યુપીના મથુરા સુધી જળબંબાકાર થયું હતું. હરિયાણા સરકારે પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે યમુના નદી ઉપર બાંધ બનાવવાની યોજના પર કામ કરી રહી છે.



  • Aug 09, 2023 13:10 IST

    લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ

    ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસે રાહુલ ગાંધીએ સંસદમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે સભ્યપદ પુનઃસ્થાપિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. ભાજપના સાંસદો તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, આજે તેઓ અદાણી પર બોલશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે હું મારા મનથી નહીં પણ મારા દિલથી બોલવા માંગુ છું. તેમણે કહ્યું કે ભાજપના મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, આજે હું તમારા પર વધારે હુમલો નહીં કરું. ગૃહમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં હું ભારતના એક ખૂણેથી બીજા ખૂણે ગયો. દરિયાકિનારેથી કાશ્મીર સુધી ચાલ્યા. લોકોએ મારા ચાલવાનો હેતુ પૂછ્યો.



  • Aug 09, 2023 13:10 IST

    લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ

    લોકસભામાં બોલતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પીકર સાહેબ, સૌ પ્રથમ તો હું મને ફરીથી લોકસભાના સાંસદ તરીકે સ્થાપિત કરવા બદલ તમારો આભાર માનું છું. જ્યારે મેં છેલ્લી વાર વાત કરી હતી ત્યારે કદાચ મેં તમને મુશ્કેલી આપી હતી કારણ કે મેં અદાણી પર કેમ ધ્યાન કેન્દ્રિત કર્યું કદાચ તમારા વરિષ્ઠ નેતાને દુઃખ થયું હશે. એ પીડા તમને પણ અસર થઈ હશે. આ માટે હું તમારી માફી માંગુ છું પણ મેં સાચું કહ્યું. રાહુલે કહ્યું કે આજે મારા ભાજપના મિત્રોને ડરવાની જરૂર નથી કારણ કે આજે મારું ભાષણ અદાણી પર કેન્દ્રિત નથી.



  • Aug 09, 2023 13:08 IST

    મણિપુર પર રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો

    મણિપુર પર રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો થયો હતો, કિરણ રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.



  • Aug 09, 2023 13:07 IST

    "કુછ હી દીન મે ભેડિયા ચીટી બન ગયા" : લોકસભામાં રાહુલ ગાંધી

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા પર કહ્યું કે, શરૂઆતમાં જ્યારે મેં યાત્રા શરૂ કરી ત્યારે મારા મનમાં હતું કે, જો હું દરરોજ 10 કિમી દોડી શકું તો 25 કિમી ચાલવું એ મોટી વાત નથી. આજે, જ્યારે હું તેના પર પાછું જોઉં છું - તે અહંકાર હતો. ત્યારે મારા મનમાં અહંકાર હતો, પણ ભારત અહંકારને ભૂંસી નાખે છે, એક સેકન્ડમાં ભૂંસી નાખે છે. તેથી 2-3 દિવસમાં ઘૂંટણનો દુખાવો શરૂ થયો, તે જૂની ઈજા હતી. રાહુલે કહ્યું કે, શરૂઆતના થોડા દિવસોમાં ભેડિયા ચીટી બન ગયા. જે ભારતને અહંકારથી જોવા નીકળ્યો, તે પૂરો અહંકાર ગાયબ થઈ ગયો.



  • Aug 09, 2023 13:00 IST

    MPs bungalows : સાંસદોને આવાસ કેવી રીતે મળે છે? ટાઈપ 8 બંગલો સૌથી મોટો છે, રાહુલ ગાંધીનું ઘર કયા પ્રકારનું? કેવી સુવિધાઓ હોય છે?

    MP bungalows facilities and Types : સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. વધુ વાંચો



  • Aug 09, 2023 12:55 IST

    તમે મણિપુરમાં મારી માની હત્યા કરી છે... અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી બોલ્યા

    તમે મણિપુરમાં મારી માની હત્યા કરી છે... અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી બોલ્યા



  • Aug 09, 2023 12:55 IST

    GPSC Recruitment 2023 | જીપીએસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે દિવ્યાંગોને અરજી કરવાની કાલે છેલ્લી તારીખ

    GPSC Recruitment 2023 notification date and online application : કોર્ડ ઓફ કમિશન દ્વારા દિવ્યાંગો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી હતી. નવા નોટિફિકેશન પ્રમાણે દિવ્યાંગો આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ માટે અરજી કરી શકે છે. વધુ વાંચો



  • Aug 09, 2023 12:48 IST

    અમદાવાદ: ગયા વર્ષની સરખામણીએ 2023ના પ્રથમ 6 મહિનામાં ઈ-ચલણ ફટકારવામાં 80 ટકા ઘટાડો

    Ahmedabad traffic fine e-challans : અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા શેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઈ-ચલાન ઈશ્યૂ કરવામાં આવ્યા હતા, તે સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ઈશ્યુ કરવામાં આવેલા ઈ-ચલાનમાંથી માત્ર એક ચતુર્થાંશ છે. વધુ વાંચો



  • Aug 09, 2023 11:37 IST

    chandrayaan 3 Updates : એન્જીન ફેલ થાય તો પણ ચંદ્રયાન 3 કરશે સફળ લેન્ડિંગ, ઇસરો ચીફે આપ્યા Good News

    ISRO, Chandrayaan 3 latest updates :ઈસરો પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું કે જો ચંદ્રયાન – 3ના સેન્સર અને બંને એન્જીન કામ કરવાનું બંધ કરી દે તો પણ વિક્રમ લેન્ડ 232 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે. વધુ વાંચો



  • Aug 09, 2023 11:06 IST

    અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે સદનમાં બોલશે રાહુલ ગાંધી

    અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બપોરે 12 વાગ્યે સદનમાં બોલશે રાહુલ ગાંધી



  • Aug 09, 2023 09:50 IST

    Amarnath Yatra : જમ્મુ અને શ્રીનગર વચ્ચે રોકવામાં આવી અમરનાથ યાત્રા, નેસનલ હાઇવે 44 પર ભારે ભૂસ્ખલન

    Amarnath Yatra latest updates : ધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે ભારે વરસાદના કારણે ટી2 મારોગ રામબનમાં ભૂસ્ખલન થયું છે. રસ્તા ઉપર ભારે કાટમાળ આવી ગયો છે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાકીને અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. વધુ વાંચો



  • Aug 09, 2023 08:33 IST

    અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ, અમિત શાહ આપી શકે છે વિપક્ષના આરોપોના જવાબ

    સંસદના ચોમાસું સત્રના છેલ્લા સપ્તાહમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થશે. ચર્ચાનો આજે બીજો દિવસ છે. સૂત્રો પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લઇ શકે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ ઉપર ચર્ચાનો જવાબ આપી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર લોકસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મંગળવારે તીખી ચર્ચા થઈ હતી. વિપક્ષ તરફથી સુપ્રિમો સૂલે, ડિંપલ યાદવ સહિત બીજા અન્ય નેતાઓએ હુમલો કર્યો હતો.



  • Aug 09, 2023 08:27 IST

    lok Sabha Election 2024 | મણિપુર મુદ્દોએ 2024ની લડાઇની રુપરેખા નક્કી કરી, વિપક્ષે સરકારીની નિષ્ફળતાઓ ગણાવી

    No confidence motion, Parliament Monsoon session : INDIA ગઠબંધન દ્વારા સમર્થિત દેખીતી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમાં આવવા અને મણિપુરની સ્થિતિ પર બોલવા દબાણ કરવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જોકે, આ બધું 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે રાજકીય રમત માનવામાં આવી રહ્યું છે. વધુ વાંચો



  • Aug 09, 2023 07:51 IST

    Health Tips : હેયરફોલની સમસ્યામાં આ ABCG જ્યુસ છે અસરકારક ઉપાય

    Health Tips : આમળા, બીટરૂટ, આદુ અને મીઠા લીમડાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારા છે, તેમાંથી બનતો ABCG જ્યુસ હેલ્થી હેયર માટે એક ગરગથ્થુ અનુકૂળ રસ્તો છે. આ જ્યુસ પીવાના ફાયદા અસંખ્ય છે. અહીં જાણો વિગતવાર વધુ વાંચો



  • Aug 09, 2023 07:29 IST

    મંગળ ઝડપથી ફરી રહ્યો છે, વૈજ્ઞાનિકોને ચોક્કસ ખાતરી નથી કે શા માટે

    Science News : વૈજ્ઞાનિકોએ મંગળના પરિભ્રમણનું અત્યાર સુધીનું સૌથી ચોક્કસ માપ લીધું છે અને પ્રથમ વખત શોધી કાઢ્યું છે કે ગ્રહ પોતાના પીગળેલા ધાતુનો કોરની ધીમી ગતિના કારણે કેવી રીતે ડગમગે છે. તેઓએ એ પણ શોધી કાઢ્યું કે ગ્રહનું પરિભ્રમણ ઝડપી થઈ રહ્યું છે. વધુ વાંચો



  • Aug 09, 2023 07:28 IST

    આજનો ઇતિહાસ 9 ઓગસ્ટ: નાગાસાકી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ

    Today history 9 August: આજે 9 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નાગાસાકી દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો



  • Aug 09, 2023 07:27 IST

    Daily Horoscope, 9 August 2023, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો માટે વેપાર સાથે જોડાયેલી યોજનાઓ ફાયદાકારક રહેશે

    today Horoscope, 9 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Aug 09, 2023 07:17 IST

    Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

    Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ