scorecardresearch

દિલ્હી અંજલિ અકસ્માત કેસ : પોસ્ટમોર્ટમ રિપોર્ટ વ્યક્ત કરે છે અંજલિના મોતની દર્દનાક કહાની, 40 ઇજાઓ, દુષ્કર્મના નિશાન નહીં

Delhi Anjali singh accident case : પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે અંજલિનું મોત માથામાં, કરોડરજ્જુમાં, ડાભા ભાગે અને શરીરના નિચેના અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચવાથી ભારે રક્તસ્ત્રાવ થવાના કારણે મોત થયું હતું.

દિલ્હી અંજલિ અકસ્માત કેસ : પોસ્ટમોર્ટમ રિપોર્ટ વ્યક્ત કરે છે અંજલિના મોતની દર્દનાક કહાની, 40 ઇજાઓ, દુષ્કર્મના નિશાન નહીં
સુલ્તાનપુરી વિસ્તારમાં પોલીસ જવાનો

મહેન્દર સિંહ માનરલઃ દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં થયેલી યુવતીના મોતની ઘટનાએ સૌ કોઈને હચમાવી નાંખ્યા છે. જોકે લોકો ફરીથી ત્યારે થતરી ગયા જ્યારે યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક અંજલિને 40 ઇજાઓ પહોંચી હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે, 20 વર્ષીય અંજલિ સિંહ સાથે દુષ્કર્મ ન થયાનું સામે આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંજલિના મોતની ખૌફનાક કહાની વ્યક્ત કરે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે અંજલિનું મોત માથામાં, કરોડરજ્જુમાં, ડાભા ભાગે અને શરીરના નિચેના અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચવાથી ભારે રક્તસ્ત્રાવ થવાના કારણે મોત થયું હતું.

સામાન્ય રીતે બધી ઈજાઓ પ્રકૃતિના સામાન્ય ક્રમમાં મૃત્યુંનું કારણ બની શકી છે. જોકે, માથામાં, કરોડરજ્જુ સહિતના શરીરના મોટાભાગના અંગો ઉપર ઇજાઓ પૈકી કેટલીક ઇજાઓ બળ પ્રયોગ, વાહન દુર્ઘટના અને ઢસડવાના કારણે સંભવ છે. આ ઘટનામાં એફએસએલનો રિપોર્ટ બાકી છે જે આવ્યા બાદ બીજી હકીકતો સામે આવશે.

આ પણ વાંચોઃ- પીએમ નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાતચીત, જૈવ વિવિધતા અને G-20 સહિત ઘણા મુદ્દા પર થઇ ચર્ચા

કારમાં 10 કિલોમીટરથી વધુ અંતર સુધી ઢસડાઈ હતી

અંજલિ સિંહનું રવિવારે મોત નીપજ્યું હતું જ્યારે તે ઘરે જઈ રહી હતી. એક બલેનો કારે તેના સ્કૂટરને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ તેનું શરીર વાહનની નીચે ફસાઈ ગયું હતું અને ઓછામાં ઓછા 10 કિલોમીટર સુધી ઢસડા હતી. જ્યારે લાશ મળી ત્યારે તેના કપડાં ફાટી ગયા હતા અને તેની પીઠ સંપૂર્ણ પણે છોલાઇ ગઈ હતી.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

40 જેટલી ગંભીર ઈજાઓ, દુષ્કર્મના નિશાન નહીં

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ 40 એટેમોર્ટમ બહારની ઇજાઓ નોંધાઈ છે. રિપોર્ટ પ્રમાણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ભારે ઇજાઓ અને રક્તસ્ત્રાવના કારણે અંજલિનું મોત નીપજ્યું હતું. સ્પેશિયલ સીપી (લો એન્ડ ઓર્ડર ઝોન-2) સાગરપ્રીત હુડ્ડાના જણાવ્યા પ્રમાણે “પીડિત મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ 2 જાન્યુઆરીએ આવ્યો હતો. રિપોર્ટમા જણાવ્યુ હતું કે દુષ્કર્મનું કોઈ નિશાન મળ્યું નથી. અંજલિની એટોપ્સી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતની પાંસળીઓ છાતીના પાછળના ભાગમાંથી ખુલ્લી દેખાતી હતી. કેટલીક ઇજાઓ કાળી પડી ગઈ હતી. બળી ગયાના સ્પષ્ટ નિશાન દેખાતા હતા.”

Web Title: Delhi anjali singh accident cast dead body autopsy report crime news