દિલ્હીમાં ભારે વરસાદ થયો અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. દિલ્હીમાં વરસાદના એવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો ઘણા વીડિયો પર રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે, જ્યારે લોકો ઘણા વીડિયો શેર કરીને સરકાર પર નિશાન સાધી રહ્યા છે. દિલ્હીમાં વરસાદના એવા 5 વીડિયો સામે આવ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
સ્વિમિંગ પૂલના ટબમાં તરતી વ્યક્તિ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્વિમિંગ પૂલના ટબ પર તરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિએ દાવો કર્યો છે કે, આ વિઝ્યુઅલ પટપરગંજના છે અને પૂર જેવી સ્થિતિ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાન બનાવ્યા છે.
રસ્તા પર ભૂવો
તો, સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે રોહિણીના સેક્ટર 23નો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રોડનો એક ભાગ સંપૂર્ણ રીતે ધસી ગયો છે અને તેની અંદર પાણી ભરાઈ ગયું છે. બાજુમાં ઉભેલા લોકો વીડિયો બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે, અને લોકો અરવિંદ કેજરિવાલ પર નિશાન સાધી રહ્યા છે.
કાદવવાળા પાણીમાં ચાલતા લોકો
સોશિયલ મીડિયામાં એક વીડિયો દિલ્હીના કનોટ પ્લેસનો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો કાદવથી ભરેલા પાણીમાં ચાલી રહ્યા છે. તેનાથી લોકોને ખુબ પરેશાની થઈ રહી છે. આ વીડિયો કનોટ પ્લેસના મેઈન માર્કેટનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો દિલ્હીમાં કેવો ધમાકેદાર વરસાદ વરસ્યો છે તે દર્શાવે છે.
દુકાનોમાં પાણી ભરાયા
દિલ્હીમાં ભારે વરસાદને કારણે લોકોને દુકાનો ખોલવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લક્ષ્મીનગરનો જણાવવામાં આવી રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં દુકાનદારોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને તેઓ ભારે મુશ્કેલીથી પોતાની દુકાનો ખોલી શક્યા છે. અહીં ઘણી બધી દુકાનો છે, પરંતુ દરેક જગ્યાએ પાણી જ પાણી દેખાય છે. લોકો ડોલની મદદથી દુકાનોની બહાર પાણી ફેંકી રહ્યા છે.
પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયા
દિલ્હીના પોશ વિસ્તારોમાં પણ વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની હતી. દિલ્હીના VIP ઝોન સાઉથ એવન્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં રોડ પર પાણી ભરાઈ ગયા છે.





