આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ખતમ લેવાનું નામ નથી લઈ રહી. એક તરફ તેઓ જામીન માટે કોર્ટના દરવાજા ખટખટાવી રહ્યા છે તો બીજી તરફ ઈડીએ તેમની અને તેમની સાથે જોડાયેલી અનેક સંપતિઓ અટેચ કરી લીધી છે. દિલ્હી દારુ કૌભાંડમાં ઈડીએ અત્યાર સુધીમાં 52 કરોડની સંપત્તિ અટેચ કરી લીધી છે. સિસોદિયાની પત્નીના નામ પર પણ જે સંપત્તી હતી એને પણ ટાંચમાં લીધી છે.
સીબીઆઈએ સિસોદિયાની કરી હતી ધરપકડ
દિલ્હી દારુ કૌભાંડમાં ઈડીની સાથે સીબીઆઈએ પણ સિસોદિયા પર કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇ કૌભાંડમાં ગુનાહ કૌભાંડની તપાસ કરી રહી છે. જ્યારે ઇડી પૈસા સાથે જોડાયેલા મામલાઓ ઉપર પીએમએલએ અંતર્ગત નજર રાખી રહી છે. એજન્સીઓનો દાવો છે કે દારુ કૌભાંડમાં 100 કરોડની લાંચ આપવામાં આવી હતી. સિસોદિયાને સીબીઆઈએ એરેસ્ટ કર્યા હતા. તેઓ તિહાડ જેલમાં બંધ છે. સ્પેશિયલ અને દિલ્હી હાઈકોર્ટથી જામીન અરજી રદ થયા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચી છે.





