scorecardresearch

Delhi-Mumbai Expressway: ભારતના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વિશે જાણવા જેવી પાંચ બાબતો

Delhi Mumbai Expressway : ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે (India Longest Expressway) નું લગભગ મોટાભાગનું કામ પૂર્ણ થી ગયું છે. આ એક્સપ્રેસ વે યુરોપ અને અમેરિકામાં રહેલા એક્સપ્રેસ વેને હરીફાઈ આપતો જોવા મળે છે

Delhi-Mumbai Expressway: ભારતના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વિશે જાણવા જેવી પાંચ બાબતો
અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે (ફોટો – જનસત્તા)

Delhi-Mumbai Expressway : ભારત સરકારે જે ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યું છે તે પૈકી એક માર્ગ પરિવહન છે જે તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું કામ છે. જેમાં અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વિશે વાત કરી રહ્યા છીએ, જેના પહેલા સ્ટ્રેચનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પોતાનામાં ઘણી વિશેષતાઓ ધરાવે છે. આ એક્સપ્રેસ વેએ માત્ર દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડ્યું નથી, પરંતુ હાઈટેક સુવિધાઓ ધરાવતો આ એક્સપ્રેસ વે યુરોપ અને અમેરિકામાં રહેલા એક્સપ્રેસ વેને હરીફાઈ આપતો જોવા મળે છે. દિલ્હી મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડવા ઉપરાંત આ એક્સપ્રેસ વે દેશના 45 શહેરોને પણ એકબીજા સાથે જોડશે. અહીં જાણો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડાયેલી પાંચ રસપ્રદ વાતો.

1 - દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: નવી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, નામ પ્રમાણે જ, રાષ્ટ્રીય રાજધાની અને દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડે છે. આ હાઇવે દિલ્હીના DND ફ્લાયવે અને મહારાષ્ટ્રના જવાહરલાલ નેહરુ પોર્ટથી શરૂ થાય છે. આ હાઇવે દૌસા, કોટા, વડોદરા અને સુરતમાંથી પસાર થાય છે.
2 - દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 1,350 કિલોમીટર લાંબી છે. એક્સપ્રેસવે દિલ્હીમાં (12 કિમી), હરિયાણા (129 કિમી), રાજસ્થાન (373 કિમી), મધ્ય પ્રદેશ (244 કિમી), ગુજરાત (429 કિમી), અને મહારાષ્ટ્ર (171 કિમી)માંથી પસાર થાય છે. આ બધાને DND-ફરીદાબાદ-KMP (59 કિમી) અને વિરાર-JNPT (92 કિમી)માં ઉમેરવાથી, નવી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 1,386 કિમી થાય છે.
3 - દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: એક્સપ્રેસ વે વિના, દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય 24 કલાક લાગે છે. હવે એક્સપ્રેસ વે પૂરો થતાં બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને 12 કલાક થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે, માર્ગ પરિવહનથી એક જદિવસમાં બે શહેરો વચ્ચે માલસામાનની અવરજવર કરી શકે છે અને માલસામાનની અવરજવર પણ વોલ્યુમની દ્રષ્ટિએ વધી શકે છે.
4 - દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: દિલ્હી અને મુંબઈ વચ્ચેનો નવો એક્સપ્રેસવે 8 લેનનો છે અને જરૂર પડ્યે ભવિષ્યમાં તેને 12 લેન સુધી વધારી શકાય તેમ છે. ઉપયોગિતાઓ, વૃક્ષારોપણ અને સુવિધાઓ માટે જગ્યા સાથે આ વધારાની લેન માટે જમીન અનામત રાખવામાં આવશે. આ જમીનમાં ATM, છૂટક દુકાનો, ફૂડ કોર્ટ, EV ચાર્જિંગ સ્ટેશન અને ફ્યુઅલ પંપ જેવી 93 સુવિધાઓ હશે. આ ઉપરાંત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો પહેલો હાઇવે હશે જ્યાં પ્રત્યેક 100 કિમી પર હેલિપેડ હશે અને સંપૂર્ણ સુવિધાયુક્ત ટ્રોમા સેન્ટર હશે.
5 - દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો શિલાન્યાસ 2019 માં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો હતો. રૂ. 1,00,000 કરોડના પ્રોજેક્ટ મૂલ્ય સાથે, બાંધકામને કુલ 52 બાંધકામ પેકેજો સાથે 4 સેગમેન્ટમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રત્યેક વિસ્તાર 8 થી 46 કિમીની વચ્ચે હતો.

Web Title: Delhi mumbai expressway five things to know about india longest expressway

Best of Express