રાજ્યસભાથી પણ AAP ને લાગશે જોરદાર ઝાટકો, BJP એ કરી લીધી બહુમતીની પુરે પુરી વ્યવસ્થા, આજે હકીકત બનશે દિલ્હી સેવા બિલ

delhi services bill, INDIA, lok sabha, rajya sabha : આંકડા પ્રમાણે લોકસભા બાદ રાજ્યસભામાં પણ આમ આદમી પાર્ટીનો સૌથી મોટો રાજકીય ઝાટકો લગવાનો છે. બીજેપીએ રાજ્યસભામાં બહુમતના એ આંકડા એકઠા કરી લીધા છે. જેનાથી દિલ્હી સેવા બિલ હવે કાયદો બનવા જોઈ રહ્યો છે.

Written by Ankit Patel
August 07, 2023 07:51 IST
રાજ્યસભાથી પણ AAP ને લાગશે જોરદાર ઝાટકો, BJP એ કરી લીધી બહુમતીની પુરે પુરી વ્યવસ્થા, આજે હકીકત બનશે દિલ્હી સેવા બિલ
અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં ચાલું અધ્યાદેશ વિવાદમાં આજે સૌથી મોટો વળાંક આવનારો છે. ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કરવા જઇ રહ્યા છે. આંકડા પ્રમાણે લોકસભા બાદ રાજ્યસભામાં પણ આમ આદમી પાર્ટીનો સૌથી મોટો રાજકીય ઝાટકો લગવાનો છે. બીજેપીએ રાજ્યસભામાં બહુમતના એ આંકડા એકઠા કરી લીધા છે. જેનાથી દિલ્હી સેવા બિલ હવે કાયદો બનવા જોઈ રહ્યો છે.

બીજેપી કેવી રીતે કરી બહુમતીની વ્યવસ્થા?

બીજેપી પ્રમાણે નવીન પટનાયકે બીજેડી અને જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનું સમર્થન મળી ગયું છે. બંને પાસે કુલ મળીને 18 સાંસદો છે જે હવે બીજેપીના પક્ષમાં નિર્ણય અપાવવા જઇ રહ્યા છે. જો બધું જ સારું રહ્યું તો એ નક્કી છે કે તેઓ સ્થિતિમાં કોઈજ પ્રકારની રોકટોકની સાથે રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પસાર થવા જશે.

શું છે રાજ્ય સભાનું વર્તમાન ગણિત?

અસલમાં રાજ્યસભામાં વર્તમાનમાં રાજ્યસભામાં 238 સાંસદ હાજર છે. અને બસપાએ પહેલાથી જ વોટિંગ દરમિયાન બોયકોટ કરવાની વાત કરી છે. આવી સ્થિતિમાં તેમનો એક સાંસદ માઇનસ કરવામાં આવશે. હવે જ્યારે સંસદમાં કુલ આંકડો 237નો બેશે છે ત્યારે તેની સ્થિતિ માં બહુમત માટે 119 સાંસદોની જરૂરત છે. હવે એકલી બીજેપી પાસે પણ નંબર નથી. તેમના સહયોગી દળને પણ મળી છે. તેમ છતાં જાદુઈ આંકડો બેશતો નથી. પરંતુ જુગાડુ પોલિટિક્સમાં માહિર બીજેપીએ પોતાના માટે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસનું સમર્થન મેળવી લીધું છે. આ ઉપરાંત ટીડીપી પણ કેન્દ્રનું સમર્થન કરવા જઇ રહી છે. આ જ કારણે નંબર ગેમ પુરી રીતે બદલાઇ ગઈ છે.

ઇન્ડિયા એકત્ર થશે તો પણ નહીં બદલી શકે સ્થિતિ

બદલાયેલા નંબર ગેમની વાત કરીએ તો એનડીએનો કુલ આંકડો આરામથી 129 સુધી પહોંચી શકે છે. એટલે કે બહુમતીથી ખુબ જ આગળ છે. આ સમય એનડીએની પાસે 103 સભ્ય છે. બે અપક્ષ સાંસદોનું પણ સમર્થન છે. આ ઉપરાંત બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના 9-9 સાંસદ પણ સાથે આવશે. આવી સ્થિતિમાં આંકડા કોઇપણ પડકાર વગર બહુમતી સુધી પહોંચી રહ્યો છે. જ્યારે એનડીએપડકાર આપનાર ઇન્ડિયા ગઠબંધન પાસે બધા જુગાડ કરવા છતાં પણ 109 સાંસદ બચે છે.

હવે આ નંબર ગેમ ચોખ્ખુ જણાવે છે કે લોકસભા બાદ રાજ્યસભાથી પણ આમ આદમી પાર્ટીને જોરદાર ઝાટકો લાગશે. ઇન્ડિયા ગઠબંધન જો એકત્ર થઈને બિલનો વિરોધ કરી દે તો તેવી સ્થિતિમાં પણ એનડીએનો રસ્તો ન રોકી શકે. લોકસભામાં પણ દિલ્હી સેવા બિલ ઉપર ભારે ચર્ચા જોવા મળી હતી. ગૃહમંત્રી અમિત શાહે એક પ્રકારે આખું ચૂંટણી ભાષણ આપવાનું કામ કરી દીધું છે. તેમણે બિલ ઉપર તો વાત કરી છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ પણ બજાવી દીધું છે.

અમિત શાહનું લોકસભા ભાષણ

લોકસભામાં વિપક્ષ પર તંજ કસતા અમિત શાહે કહ્યું કે આને સેશનના કુલ 9 બિલ રજૂ કર્યા છે. વિપક્ષ કહે છે કે પીએમ મોદીને ખુદ આવીને આ 9 બિલો પર વાત કરવી જોઈએ. પરંતુ આજે શું થઇ ગયું. આ લોકોને લોકતંત્રની કોઇ જ ચિંતા નથી. બસ પોતાના ગઠબંધનને બચાવવાની જ પડી છે. ઇન્ડિયા આ ડબલ સ્ટેન્ડર્ડને સજી રહ્યું છે. હું તો મણિપુર પર પણ વાત કરી શકું છું. બધા જવાબ આપીશ. જનતા બધુ જાણે છે. તમને બધાને એક્સપોઝ કરી દીધા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ