scorecardresearch

Demonetisation: નોટબંધી પર કેન્દ્ર અને RBI એ એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ વાત ન કરી, જાણો શું છુપાવ્યું?

Supreme Court demonetisation case: 8 નવેમ્બર 2016ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી હતી. આ ઘોષણાના નવ મહિના પહેલા સુપ્રીમ કોર્ટે ભારતીય રિઝર્વ બેન્ક સાથેની વિચાર્ણા પ્રક્રિયા ફેબ્રુઆરી 2016માં શરુ કરી હતી.

Demonetisation: નોટબંધી પર કેન્દ્ર અને RBI એ એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ વાત ન કરી, જાણો શું છુપાવ્યું?
નોટબંધી પ્રતિકાત્મક તસવીર

ઉદિત મિશ્ર : નોટબંધી સામે પડકાર આપતા દાખલ કરાયેલી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરી 2023એ પોતાનો નિર્ણય સંભળાવશે. સંવિધાન પીઠના જજ જસ્ટીસ બીઆર ગવઈ આ મામલા પર બધા જજોની એકમત સલાહના આધાર ઉપર નિર્ણય સંભળાવશે. નોટબંદી ઉપર અનેક અરજીઓ ઉપર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે આ સંપૂર્ણ પણે સમજી વિચાર્યા બાદ નિર્ણય કર્યો હતો.

RBIએ પણ પોતાના એફિડેવિટમાં પણ કરી હતી નોટબંધીની ભલામણ

8 નવેમ્બર 2016ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરી હતી. આ ઘોષણાના નવ મહિના પહેલા સુપ્રીમ કોર્ટે ભારતીય રિઝર્વ બેન્ક સાથેની વિચાર્ણા પ્રક્રિયા ફેબ્રુઆરી 2016માં શરુ કરી હતી. આરબીઆઈએ પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને તેણે નોટબંધીની ભલામણ કરી હતી.

સરકાર અને આરબીઆઇના સોગંદનામામાં જે વાતનો ઉલ્લેખ ન્હોતો એ કે નોટબંધી માટે આરબીઆઈની ભલામણ એક પ્રક્રિયાત્મક જરૂરિયાત હતી. અને એ પહેલા કેન્દ્રીય બેંકને સરકારના અનેક નિર્ણયોની આલોચના કરી હતી.

કેન્દ્ર અને આરબીઆઈએ સોગંદનામામાં સુપ્રીમ કોર્ટથી શું છુપાવ્યું?

જીડીપીની ટકાવારીના રૂપમાં કરન્સી ઇન સર્કુલેશનઃ નોટબંધીને યોગ્ય ઠેરવવા માટે એક પ્રમુખ બિન્દુ હતું. 8 નવેમ્બર 2016ના દિવસે પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેશનું સર્કુલેશન ભ્રષ્ટાચારના સ્તરને સીધું જોડે છે. 2011-12થી 2015-16 સુધી પાંચ નાણાંકિય વર્ષોમાં સીઆઈસી અને જીડીપીનું અનુપાન 11 ટકા અથવા તેનાથી વધારે રહ્યું છે. સોગંદનામામાં અન્ય રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે 11.55 ટકા પર ભારતનો કેશ ટૂ જીડીપી ટકા અનુપાન અમેરિકાની તુલનાએ વધારે છે.

સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જીડીપીના ટકાના રૂપમાં સીઆઈસી ત્રણ વર્ષની અંદર નોટબંધી પહેલાના સ્તર પર પરત આવી ગયું. 2019-20 માટે આરબીઆઇના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે “ચલણ-જીડીપી રેશિયો 2019-20માં 11.3 ટકાથી વધીને નોટબંધી પહેલાના 12.0 ટકાના સ્તરે પહોંચ્યો છે. 2019-20માં આ પ્રમાણ વધીને 14.4 ટકા થયું છે. તે જ સમયે, RBI અનુસાર, 2021-22માં તે ઘટીને 13.7 ટકા થઈ ગયો.

રૂ. 500 અને રૂ. 1,000ની નોટોના ચલણમાં વધારોઃ છેલ્લા 5 વર્ષમાં (RBIના ડેટા મુજબ), કેન્દ્રએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે રૂ. 500ની નોટોમાં 76.38 ટકાનો વધારો થયો છે અને રૂ. 1,000ની નોટોના ચલણમાં 108.98 ટકાનો વધારો થયો છે. વધુમાં 2014-15 અને 2015-16ના આર્થિક સર્વેમાં ઉપલબ્ધ ડેટા અનુસાર 2011-12 થી 2015-16 સુધીમાં અર્થતંત્રનું કદ 30% ઘટ્યું છે.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 28 ડિસેમ્બર દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી, રતન ટાટાનો જન્મદિવસ

તે જ સમયે, આરબીઆઈના કેન્દ્રીય બોર્ડે સરકારના આ વિશ્લેષણમાં ખામી તરફ ધ્યાન દોર્યું. આરબીઆઈએ જણાવ્યું હતું કે અર્થતંત્રનો વિકાસ દર વાસ્તવિક દર છે જ્યારે ચલણમાં ચલણમાં વધારો નજીવો છે. આથી આ દલીલ નોટબંધીને સમર્થન આપતી નથી.

નકલી ચલણી નોટોનો અતિરેક: સરકારના સોગંદનામા મુજબ, સિસ્ટમમાં નકલી ચલણી નોટોએ છેલ્લા એક વર્ષમાં ભારતીય અર્થતંત્ર પર ગંભીર પ્રતિકૂળ અસર કરી છે. તે જ સમયે, આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં જણાવ્યું હતું કે, “ચલણમાં રહેલી કુલ ચલણની ટકાવારી તરીકે (રૂ. 17 લાખ કરોડથી વધુ) રૂપિયા 400 કરોડ બહુ નોંધપાત્ર નથી.”

આ પણ વાંચોઃ- સરકાર દેવાના ડુંગર તળે, કુલ દેવુ વધીને ₹ 147 લાખ કરોડે પહોંચ્યું

કાળા નાણાના સંગ્રહ માટે રૂ. 500 અને રૂ. 1,000 ની નોટોનો ઉપયોગઃ સરકારના મતે, “બેહિસાબી સંપત્તિ ઉચ્ચ મૂલ્યની નોટોના રૂપમાં સંગ્રહિત કરવામાં આવી હતી.” તેનાથી વિપરિત આરબીઆઈ બોર્ડે આ દાવાને ફગાવી દીધો હતો. “મોટાભાગનું કાળું નાણું રોકડના રૂપમાં નથી પરંતુ સોના અથવા સ્થાવર સંપત્તિના રૂપમાં રાખવામાં આવે છે અને આ પગલાથી તે સંપત્તિઓ પર કોઈ અસર થશે નહીં,” RBIએ જણાવ્યું હતું.

Web Title: Demonetisation case rbi central government not ban affidavit

Best of Express