દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારની અફવાઓને ફગાવી, 2024ની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં જ લડાશે

Maharashtra politics devendra fadnavis: અજીત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરવામાં આવી હોવાથી ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અટકળોને પગલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફોડ પાડ્યો હતો.

Maharashtra politics devendra fadnavis: અજીત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરવામાં આવી હોવાથી ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અટકળોને પગલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફોડ પાડ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ajit pawar bjp, pawar shinde bjp, devendra fadnavis

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે. આગામી ચૂંટણીના પગલે અનેક અટકળો ચાલી રહી છે. અજીત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરવામાં આવી હોવાથી ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અટકળોને પગલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે 2024ની વિધાનસભા ચૂંટણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં વર્તમાન સરકાર દ્વારા લડવામાં આવશે.

Advertisment

“આ સરકાર સંપૂર્ણ રીતે સ્થિર છે. 2024ની ચૂંટણી આ સરકાર લડશે. એકનાથ શિંદે 2024 સુધી મુખ્ય પ્રધાન તરીકે રહેશે અને તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે,” ફડણવીસે મરાઠી ન્યૂઝ ચેનલ એબીપી માઝા સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ફડણવીસ પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે કર્ણાટકમાં છે.

એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના કેટલાક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાની અપેક્ષાએ ભાજપ દ્વારા અજીત પવારને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હોવાની અટકળોની પૃષ્ઠભૂમિમાં ફડણવીસની પ્રતિક્રિયાઓ આવી છે. અજીત પવારનું નિવેદન એ અટકળોને બળ આપતું હતું કે તેઓ 2024ની વિધાનસભા ચૂંટણીની રાહ જોવાને બદલે હવે પણ મુખ્યમંત્રી બનવા તૈયાર છે.

આ પણ વાંચોઃ- પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન

ફડણવીસે જણાવ્યું હતું કે મહા વિકાસ અઘાડી દ્વારા એક વાર્તા રચવામાં આવી રહી છે કે ભાજપ અને એકનાથ શિંદે કેમ્પ વચ્ચેનું જોડાણ ફળદાયી નથી. “આ વાર્તા મહા વિકાસ આઘાડી દ્વારા બનાવવામાં આવી છે, લોકોએ નહીં. તે એક રાજકીય વાર્તા છે. હું પરિવર્તન જોઈ રહ્યો છું. દરેક પસાર થતા દિવસે રાજ્યમાં ભાજપ-શિવસેના ગઠબંધનને સમર્થન વધી રહ્યું છે.

Advertisment

આ પણ વાંચોઃ- હેરી બેલાફોન્ટેનું 96 વર્ષની વયે નિધન; અમેરિકામાં ન્યાય અને નાગરિક અધિકારોના હિમાયતી હતા

તેમણે એમ પણ જણાવ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપ-સેના વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી બંનેમાં પૂર્ણ બહુમતી મેળવશે. શરદ પવારની આગેવાની હેઠળની NCPમાં અસ્વસ્થતા અંગેના એક પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું, “મારી પાસે કોઈ સંકેત નથી. હું NCPનો પ્રવક્તા નથી અને અજીત પવારનો પ્રવક્તા પણ નથી. ફડણવીસે ભવિષ્યમાં ભાજપ અને એનસીપી સાથે આવશે કે કેમ તે પ્રશ્નને ટાળી દીધો. "આવા પ્રશ્નોના જવાબો માત્ર બિનજરૂરી અટકળો તરફ દોરી જશે."

disclaimer:- આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે.. મૂળ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો

મહારાષ્ટ્ર ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ ભાજપ