ડોક્ટરો જેનેરિક દવાઓ લખવાના નિયમનો કેમ વિરોધ કરી રહ્યા છે?

doctors protesting : ડોક્ટરો દ્વારા કેમ જેનરિક દવાઓ (generic medicines) ને પ્રોત્સાહન આપવાની નેશનલ મેડિકલ કમિશન (NMC) ની માર્ગદરિશિકાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું છે પ્રિસ્ક્રિપ્શન (prescription) નો મામલો.

Updated : August 15, 2023 15:59 IST
ડોક્ટરો જેનેરિક દવાઓ લખવાના નિયમનો કેમ વિરોધ કરી રહ્યા છે?
ડોક્ટરો જેનેરિક દવાઓ લખવાના નિયમનો કેમ વિરોધ કરી રહ્યા છે?

અનોના દત્ત : નેશનલ મેડિકલ કમિશને તાજેતરમાં પ્રોફેશનલ આચરણ પર નવી માર્ગદર્શિકા જાહેર કર્યા પછી, ડોકટરો ચોક્કસ બ્રાન્ડ નામને બદલે પ્રિસ્ક્રિપ્શન પર દવાઓના જેનરિક નામોનો ઉપયોગ કરવાની જરૂરિયાત સામે વિરોધ કરી રહ્યા છે.

એક નિવેદનમાં, ડોકટરોની દેશની સૌથી મોટી સંસ્થા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, તે “ટ્રેક વગર ટ્રેન ચલાવવા” જેવું છે. તેમણે કહ્યું કે, જેનરિક દવાઓને અર્થપૂર્ણ રીતે પ્રમોટ કરવા માટે કોઈપણ નીતિનો અમલ કરતા પહેલા ઉત્પાદકો વચ્ચે દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવી પડશે.

માર્ગદર્શિકા શું કહે છે?

ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન પર દવાનું માત્ર જેનેરિક નામ લખી શકે છે. ઉદાહરણ તરીકે, ડોકટરે તાવ માટે ડોલો અથવા કેલ્પોલને બદલે પેરાસીટામોલ લખવું પડશે. માર્ગદર્શિકા જણાવે છે કે, “દરેક RMP એ સ્પષ્ટ રીતે લખેલા સામાન્ય નામોનો ઉપયોગ કરીને દવાઓ લખવી જોઈએ.”

આ પ્રથા માત્ર સંકુચિત ઉપચારાત્મક સૂચકાંક વાળી દવાઓ માટે છૂટ આપી શકાય છે (એવી દવાઓ કે જ્યાં ડોઝમાં થોડો તફાવત પ્રતિકૂળ પરિણામ આપી શકે છે), બાયોસિમિલર્સ (જીવંત પ્રણાલીમાં બનાવેલ જૈવિક ઉત્પાદનનું એક અલગ સંસ્કરણ), અને “આ પ્રકારના સમાન અન્ય અપવાદરૂપ કિસ્સાઓ માટે.”

માર્ગદર્શિકા જણાવે છે કે, જેનરિક દવાઓ બ્રાન્ડેડ વર્ઝન કરતાં સરેરાશ 30% થી 80% સસ્તી હોય છે અને તેથી આરોગ્યસંભાળ ખર્ચ ઘટાડવાની સંભાવના ધરાવે છે.

તેનો તમારા માટે શું અર્થ છે?

નવી માર્ગદર્શિકા ડોકટરોને ચોક્કસ બ્રાન્ડ લખવાની મંજૂરી આપતી નથી, જેનો અર્થ છે કે, તમારા ફાર્માસિસ્ટ તમને સંબંધિત ડ્રગ્સ ઘટક ધરાવતી કોઈપણ દવા તમને મળશે.

ડૉ. અરુણ ગુપ્તા, પ્રેસિડેન્ટ, દિલ્હી મેડિકલ કાઉન્સિલ જણાવ્યું હતું કે, “જો દવાની દુકાન પાસે દવાનું સામાન્ય સંસ્કરણ ન હોય – જે દવાની દુકાનો સામાન્ય રીતે ખૂબ ઓછા નફાના માર્જિનને કારણે સ્ટોક કરતા નથી – તો તેને બ્રાન્ડેડ દવા સાથે બદલવાની જવાબદારી ડૉક્ટરને બદલે ફાર્માસિસ્ટ પર જશે. આનાથી એવી બ્રાન્ડ્સને ફાયદો કરાવવામાં આવશે, જેમાં દવાના દુકાનદારને નફાનું માર્જિન સારૂ હોય, પછી ભલે અન્ય ગમે તેટલી સારી હોય.”

વધુમાં, ડોકટરો કહે છે કે આનાથી દર્દી માટે શ્રેષ્ઠ દવા સૂચવવાનો તેમનો વિકલ્પ છીનવાઈ જશે. જેનરિક દવાઓની ગુણવત્તા કંપની-કંપનીએ અલગ અલગ હોય છે, જે સારવારમાં બિનઅસરકારક પરિણમી શકે છે.

શું કહે છે ડોકટરો?

આઈએમએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ડોકટરો માર્ગદર્શિકાનો વિરોધ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ, તે જેનરિક દવાઓની ગુણવત્તા છે. “જેનરિક દવાઓ માટે સૌથી મોટી અડચણ તેની ગુણવત્તા અંગેની અનિશ્ચિતતા છે. દેશમાં ગુણવત્તા નિયંત્રણ ખૂબ જ નબળું છે, દવાઓની ગુણવત્તાની વ્યવહારીક રીતે કોઈ ગેરેંટી નથી, અને ખાતરીપૂર્વકની ગુણવત્તા વિના દવાઓ સૂચવવી એ દર્દીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.”

IMAના પ્રમુખ ડૉ. શરદ અગ્રવાલે કહ્યું: “જો કોઈ વ્યક્તિ મારા દ્વારા સૂચવવામાં આવેલી જેનરિક દવા લે અને સારું ન થાય, તો ફાર્મસીમાંથી બ્રાન્ડેડ વર્ઝન ખરીદે, બીજુ શું કરે? આનાથી મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. બીજુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે શું? હું તેમને જેનરિક દવાઓ આપું અને તેઓ સારા ન થાય. બાદમાં પરિવારજનો કહે છે કે, તેઓ કોઈપણ દવા માટે પૈસા આપી શકતા હતા, તો મેં તેનો ઉપયોગ કેમ ન કર્યો. આ હિંસામાં પણ પરિણમી શકે છે.” તેમણે એમ પણ કહ્યું કે, હિતધારકો સાથે પરામર્શ કે વાતચીત કર્યા વિના માર્ગદર્શિકા સૂચિત કરવામાં આવી હતી.

ડોકટરોના સંગઠનના નિવેદનમાં જણાવાયું છે, “આઈએમએ ભારત સરકાર સાથે વ્યાપક પરામર્શ બાકી હોય ત્યાં સુધી આ નિયમનને સ્થગિત કરવાની હાકલ કરે છે.”

જેનરિક દવાઓની સમસ્યા શું છે?

ડોકટરો, દવા ઉત્પાદકો અને સરકાર બધા સંમત છે કે, દેશમાં જ્યારે જેનરિક દવાઓની ગુણવત્તાની વાત આવે ત્યારે હજુ ઘણું બધુ કરવાનું બાકી છે.

જ્યારે IMA નિવેદનમાં ડોકટરોએ જણાવ્યું હતું કે, ગુણવત્તાની ચકાસણી માટે માત્ર 0.1% દવાઓનું પરીક્ષણ કરવામાં આવે છે, ઉત્પાદકોએ જણાવ્યું હતું કે, સરકાર માટે દરેક બેચનું પરીક્ષણ કરવું શક્ય નથી, પરંતુ સારી ઉત્પાદન પ્રથાઓનું પાલન કરીને ગુણવત્તાને ડિઝાઇન દ્વારા સુનિશ્ચિત કરી શકાય છે.

ઘણા લોકોએ તે પરીક્ષણો પર પણ સવાલ ઉઠાવ્યા છે, જે કંપનીએ મંજૂરી મેળવવા માટે કરવાની જરૂર હોય છે. થોડા વર્ષો પહેલા સુધી, જેનરિક દવા કંપનીઓ માટે બાયો-ઇક્વલન્સ અથવા સ્ટેબિલિટી અભ્યાસ હાથ ધરવો ફરજિયાત ન હતો. જૈવ-સમતુલ્ય અભ્યાસ એ બતાવવા માટે કરવામાં આવે છે કે, જેનરિક દવા બ્રાન્ડેડ દવાની જેમ જ પ્રતિભાવ આપે છે. ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સમયાંતરે દવાની ગુણવત્તા કેવી રીતે બદલાય છે, તે જોવા માટે સ્થિરતા અભ્યાસ હાથ ધરવામાં આવે છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે, બજારમાં હજુ પણ એવી દવાઓ છે, જેનો ક્યારેય અભ્યાસ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોChandrayaan 3 Latest News: ચંદ્રયાન-3 તસવીરો કેવી રીતે મોકલે છે, ઈસરો સાથે કેવી રીતે સંપર્ક થાય છે? જાણો બધુ જ

યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના ડેટા દર્શાવે છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ટેસ્ટ કરાયેલી તમામ દવાઓમાંથી લગભગ 3% – જેનરિક, બ્રાન્ડેડ જેનરિક અને બ્રાન્ડેડ દવાઓ સહિત – હલકી ગુણવત્તાની હોવાનું જણાયું હતું.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ