scorecardresearch

પાલતું કૂતરું કરડશે તો માલિકને થશે ₹10000નો દંડ, પીડિતને સારવારનો ખર્ચ પણ ચૂકવવો પડશે

Noida authority decisions about dog bite : દિલ્હી- નોઇડામાં (noida) પાલતુ કૂતરાઓ (pet dogs) કરડવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે તેની ગંભીરતાને ધ્યાનમાં લઇ નોઇડા ઓથોરિટી મેનેજમેન્ટે આ મામલે એક કડક નિર્ણય લીધા.

પાલતું કૂતરું કરડશે તો માલિકને થશે ₹10000નો દંડ, પીડિતને સારવારનો ખર્ચ પણ ચૂકવવો પડશે

હાલ પાલતુ કૂતરાઓ કરડવાની ઘટનાઓ ઘણી વધી રહી છે. દિલ્હી- નોઇડામાં તો પાલતુ કુતરાઓએ રીતસરનો આતંક મચાવ્યો હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે. આથી નોઇડા ઓથોરિટી મેનેજમેન્ટે આ મામલે એક કડક નિર્ણય લેતા કુતરું કરડવાની ઘટના પર તેના માલિકે ઇજાગ્રસ્ત વ્યક્તિને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને પીડિતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

નોઈડામાં ભૂતકાળમાં કૂતરાના કરડવાની ઘણી ઘટનાઓને ધ્યાનમાં રાખીને શનિવારે ઓથોરિટીની 207મી બોર્ડ મીટિંગમાં તેનાથી સંબંધિત મુદ્દા પર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમા કૂતરા કરડવા બદલ તેના માલિકને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને પીડિતને સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો નિર્ણય સામેલ છે.

આ ઉપરાંત બેઠકમાં 12 મુદ્દાઓ પૈકી 6 મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી હતી. બોર્ડની બેઠક સેક્ટર-6 સ્થિત મુખ્ય વહીવટી કચેરીમાં મળી હતી. ઔદ્યોગિક વિકાસ કમિશનર, યુપી અને નોઈડાના પ્રમુખ અરવિંદ કુમારની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.

કૂતરા કરડવાની ફરિયાદોને કારણે, ઓથોરિટીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાના પાલનમાં એક નીતિ તૈયાર કરી છે. આમાં કૂતરા અને બિલાડી બંનેને 31 જાન્યુઆરી સુધીમાં નોઈડામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેને દંડ ફટકારવામં આવશે. પાલતુ કૂતરાનું વંધ્યીકરણ અને એન્ટિરેબીઝ રસીકરણ ફરજિયાત છે. જો તેનું પણ પાલન કરી થાય તો 1 માર્ચ, 2023 થી દર મહિને 2,000 રૂપિયાનો દંડ થશે. ઓથોરિટી AOA, RWA અને ગ્રામજનોની સંમતિથી પોતાના ખર્ચે ડોગ શેલ્ટર બનાવવામાં આવશે. જેમાં બીમાર, ઉગ્ર અને આક્રમક શ્વાનને રાખવામાં આવશે. RWA,એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) આશ્રયસ્થાનની જાળવણી માટે જવાબદાર રહેશે.

ખરીદદારોની માંગ પર માળખાકીય નિરીક્ષણ નીતિ માટે પરવાનગી

શહેરમાં કુલ 116 બહુમાળી પ્રોજેક્ટ છે. તેમાંથી 43 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. જેમાં 36710 યુનિટ છે. તો હાલ 92300 યુનિટના બાંધકામની કામગીરી ચાલી રહી છે. 87 હજારની ઓસી જારી કરવામાં આવ્યા છે. આ નીતિ ત્રણ મુખ્ય ખામીઓ પર આધારિત છે. ઓથોરિટીએ OC જારી કરતા પહેલા બિલ્ડર દ્વારા પોતાના ખર્ચે સ્ટ્રક્ચરલ ટેસ્ટ કરાવવો પડશે. આ તપાસ બિલ્ડરે ઓથોરિટી દ્વારા પસંદ કરાયેલી IIT અને NITમાંથી જ કરવાની રહેશે.

દરેક સોસાયટીની બહાર ફીડિંગ પ્લેસ બનાવાશે

સોસાયટીના રહેવાસીઓ અને ડોગ ફિડરની વચ્ચે હંમેશા સંઘર્ષ થયા કરે છે. એવામાં ઓથોરિટીએ વચ્ચેનો એક રસ્તો નીકાળતા નિર્દેશ આપ્યા છે તમામ આરડબ્લ્યુએ અને સોસાયટીની બહાર એક સ્થળે નક્કી કરીને આઉટડોર એરિયામાં ફીડિંગ પ્લેસ બનાવવામાં આવશે. આ ફીડિંગ પ્લેસ પર જાણકારી માટે એક બોર્ડ પણ લગાવવામાં આવશે. કુતરાઓના ખાવા-પીવાની વ્યવસ્થા આરડબ્લ્યુએ અને એઓએ દ્વારા કરવામાં આવશે.

Web Title: Dog bite any people owner will pay fine rs 10000 to noida authority decisions

Best of Express