scorecardresearch

ભારતના પહેલા કાયદા મંત્રી ડો. આંબેડકરનું રાજીનામું રેકોર્ડમાંથી છે ગાયબ, PMOથી લઇને રાષ્ટ્રપતિ સચિવાલયે હાથ ઊંચા કરી લીધા

India’s first Law Minister Dr. Ambedkar : આ રાજીનામું (Resignation Letter) 11 ઓક્ટોબર 1951ના દિવસે મંજૂર પણ કરવામાં આવ્યું હતું. હવે આ ત્યાગપત્ર રેકોર્ડથી Missing From Records)ગાયબ છે.

dr baba saheb ambedkar, India news, PMO news
બાબા સાહેબ આંબેડકર, (Express photo by Nirmal Harindran, Ahmedabad)

આઝાદ ભારતના પહેલા કાયદા મંત્રી ડો. ભીમરાવ આંબેડકરે (India’s first Law Minister Dr. Ambedkar) હિન્દુ કોડ બિલ ઉપર મતભેદના કારણે વર્ષ 1951માં કેબિનેટથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું (Resignation Letter) 11 ઓક્ટોબર 1951ના દિવસે મંજૂર પણ કરવામાં આવ્યું હતું. હવે આ ત્યાગપત્ર રેકોર્ડથી Missing From Records) ગાયબ છે. વડાપ્રધાન મંત્રી કાર્યાલયથી લઇને સચિવાલય સુધી હાથ ઊંચા કરી લીધા છે.

શું છે સમગ્ર મામલો?

ધ હિંદુના અહેવાલ મુજબ, પ્રશાંત નામના વ્યક્તિએ માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્વીકારવામાં આવેલા ડૉ. આંબેડકરના રાજીનામા પત્રની પ્રમાણિત નકલ માંગી હતી. પ્રશાંતે પોતાની અરજીમાં એ માહિતી પણ માંગી હતી કે ડો. આંબેડકરે કાયદા મંત્રી પદ પરથી કેમ રાજીનામું આપ્યું હતું.

અરજીઓ કચેરીઓના ચક્કર લગાવવા લાગી

પ્રશાંતની આરટીઆઈ અરજીની સફર વડાપ્રધાન કાર્યાલયથી શરૂ થઈ હતી. પીએમઓએ અરજીને કેબિનેટ સચિવાલયને મોકલી અને અરજીકર્તાને જણાવ્યું કે 11 ઓક્ટોબર, 1951ના રોજ ડૉ. આંબેડકરનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું.

કેબિનેટ સચિવાલયના મુખ્ય જાહેર માહિતી અધિકારી (CPIO) તારીખ સિવાય અન્ય માહિતી પ્રદાન કરવામાં અસમર્થ જણાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આ ઓફિસ પાસે અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પિટિશનની યાત્રા ચાલુ રહી. ભારતની ત્રણ ટોચની ઓફિસમાં ગયા પરંતુ કોઈપણ ઓફિસના CPIO વધારાની માહિતી ઉમેરી શક્યા ન હતા.

મામલો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સુધી પહોંચ્યો હતો

ડૉ. આંબેડકરના રાજીનામાની નકલ મળતાં, પ્રશાંતે CIC (સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન) સમક્ષ અપીલ દાખલ કરી. CICએ કહ્યું કે ભારતના પ્રથમ કાયદા પ્રધાનનો રાજીનામું પત્ર વડાપ્રધાન કાર્યાલય અથવા રાષ્ટ્રપતિ સચિવાલયમાં રેકોર્ડ પર હોવો જોઈએ. આની પાછળ તેમણે દલીલ કરી હતી કે કેબિનેટના કોઈપણ સભ્યનું રાજીનામું સ્વીકારવા કે નામંજૂર કરવાની એકમાત્ર સત્તા આ બે ઓફિસો પાસે છે.

પીએમઓ અને રાષ્ટ્રપતિ સચિવાલય

પીએમઓના CPIOએ રાષ્ટ્રપતિ સચિવાલયને અરજી મોકલતી વખતે કહ્યું કે મંત્રીઓના રાજીનામા પત્રોને સ્વીકારવા કે નકારી કાઢવાની જવાબદારી ભારતના રાષ્ટ્રપતિની છે. તે તેમની બંધારણીય કામગીરી હેઠળ આવે છે.

આ પછી, કેબિનેટ સચિવાલયના CPIOએ કહ્યું કે કેબિનેટ સચિવાલય પાસે અપીલમાં માંગવામાં આવેલી કોઈ માહિતી નથી. અમે બંધારણીય બાબતોના વિભાગમાં તેની શોધ કરી પરંતુ અરજદાર દ્વારા માંગવામાં આવેલ દસ્તાવેજ શોધી શક્યા નહીં. રેકોર્ડ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

મુખ્ય માહિતી કમિશનરની અંતિમ ટિપ્પણી

10 ફેબ્રુઆરીએ, PMO અને રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી જવાબ મળ્યા પછી, મુખ્ય માહિતી કમિશનર વાયકે સિંહાએ આદેશ પસાર કર્યો અને કહ્યું કે હવેથી આયોગ વધુ દખલ કરી શકશે નહીં.

Web Title: Dr indias first law minister is missing from the record ambedkars resignation