scorecardresearch

DRDO જાસૂસી કેસ : ટોચના વૈજ્ઞાનિક, સંગીતકાર, ટાસ્કમાસ્ટર અને બોસ જેમને વાત કરવાનું પસંદ હતું

DRDO espionage row : ડીઆરડીઓના ટોચના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરની એટીએસ દ્વારા 3 મેના રોજ હની ટ્રેપના શંકાસ્પદ કેસમાં પાકિસ્તાન સ્થિત ગુપ્તચર અધિકારીઓ સાથે કથિત જાસૂસી અને ખોટા ઇરાદા સાથેના સંપર્કના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી

DRDO scientist pradeep kurulkar
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના ટોચના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર (તસવીર – એક્સપ્રેસ)

સુશાંત કુલકર્ણી : હની ટ્રેપના એક શંકાસ્પદ કેસમાં પાકિસ્તાન સ્થિત ગુપ્તચર એજન્સીના અધિકારીઓ સાથે સંપર્ક કરવા બદલ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા પ્રદીપ કુરુલકર આ વર્ષે નવેમ્બરમાં સાયન્ટિસ્ટ એચ અથવા ‘આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ’ તરીકે નિવૃત્ત થવાના હતા. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ટોચના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર વાંસળી, તબલા અને મૃદંગમ વગાડતા હતા અને વાતો કરવી અને કહાનીઓ કહેવાનું પસંદ કરતા હતા.

સહયોગી અને મિત્રોએ પ્રદીપ કુરુલકર વિશે શું કહ્યું

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના ટોચના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરની મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા 3 મેના રોજ હની ટ્રેપના શંકાસ્પદ કેસમાં પાકિસ્તાન સ્થિત ગુપ્તચર અધિકારીઓ સાથે કથિત જાસૂસી અને ખોટા ઇરાદા સાથેના સંપર્કના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સાથીદારો અને મિત્રોએ તેમને “ટાસ્કમાસ્ટર તરીકે યાદ કર્યા છે, જે સંઘર્ષોનું નિરાકરણ લાવવામાં માહેર છે. એક બહુઆયામી વૈજ્ઞાનિક અને એક વાચાળ બોસ, જે કહાનીઓ સંભળાવવાનું પસંદ કરતા હતા.

અનેક મુખ્ય ભૂમિકાઓ પછી આ આરોપમાં સસ્પેન્શન

59 વર્ષીય પ્રદીપ કુરુલકર ડીઆરડીઓની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એન્જિનિયર) અથવા આર એન્ડ ડીઇ વિંગના ડિરેક્ટર હતા. તેમણે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ કેટલાક પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા, જેમાં વ્યૂહાત્મક અસ્કયામતોના વિકાસનો પણ સમાવેશ થાય છે. તેમાં ભારતમાં લશ્કરી પુલોથી માંડીને ગ્રાઉન્ડ સિસ્ટમ, શસ્ત્રાગાર અને ભારતમાં લગભગ બધી મિસાઇલોનો લોન્ચર સામેલ છે. ડીઆરડીઓની વિજિલન્સ વિંગે આંતરિક તપાસ હાથ ધર્યાના કેટલાક દિવસો બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. કુરુલકરની આંતરિક બદલીમાં પૂણેની આર્મમેન્ટ કોમ્બેટ એન્જિનિયરિંગ ક્લસ્ટર ઓફિસમાં ફરીથી નિમણૂક કરવામાં આવી હતી. પ્રદીપ કુરુલકરની ધરપકડ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Road to 2024: કર્ણાટકમાં જીત મળી, હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન માટે કેમ વધુ આશાવાદી છે

જો ધરપકડ ન થઈ હોત તો નવેમ્બરમાં મોટું સન્માન મળ્યું હોત

પ્રદીપ કુરુલકર આ વર્ષે નવેમ્બરમાં વૈજ્ઞાનિક એચ (એચ) અથવા ‘આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ’ તરીકે નિવૃત્ત થવાના હતા. ડીઆરડીઓના પદાનુક્રમમાં આ બીજા નંબરની સૌથી મોટી પોસ્ટ છે. તેમના સાથીદાર કહે છે કે જ્યારે તેમને આંતરિક સ્થાનાંતરણમાં બહાર લઇ જવામાં આવ્યા ત્યારે તેમને શંકા હતી કે કંઈક ખોટું છે. તેમની ધરપકડના થોડા દિવસો પહેલા અમને લાગ્યું હતું કે કંઈક ચાલી રહ્યું છે. પછી અણધારી આંતરિક બદલી થઈ પરંતુ ધરપકડ અને તે પણ આવા કિસ્સામાં અમારા બધા માટે મોટો આંચકો હતો.

પ્રદીપ કુરુલકરની ધરપકડ ચિંતાજનક છે

કુરુલકરના સાથીએ જણાવ્યું હતું કે તેઓ માત્ર ડીઆરડીઓમાં તેમના હોદ્દાને કારણે જ નહીં પરંતુ તેમણે જે પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું તેના કારણે પણ એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા છે. આથી તેની ધરપકડ ચિંતાજનક છે. સાથીદારે કુરુલકરને એક અસરકારક ટાસ્કમાસ્ટર તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે તે કામ કેવી રીતે કરવું તે જાણે છે. ડીઆરડીઓના પ્રોજેક્ટ્સમાં ઘણી વખત ટીમો હોય છે અને અભિગમમાં હંમેશાં તફાવત હોય છે. કુરુલકર આ તકરારોને હલ કરવામાં અને પ્રોજેક્ટ્સને તેમના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં સારા હતા.

Web Title: Drdo espionage row top scientist pradeep kurulkar musician taskmaster and boss who loved to talk

Best of Express