Air India : એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિમાનમાં નશાની ધૂતમાં એક વ્યક્તિએ શરમજનક હરકત કરતા બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાની ફરિયાદ છતા કેબિન ક્રૂ મેમ્બર્સ તરફથી વ્યક્તિ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રેશેખરનને પત્ર લખ્યો હતો ત્યારે મામલાની તપાસ શરૂ થઇ હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલાએ પોતાના પત્રમાં લખ્યું કે વિમાનમાં ક્રૂ મેમ્બર્સ કઠિન પરિસ્થિતિથી નિપટવા માટે પુરી રીતે સજાગ ન હતા. એરલાઇન્સ તરફથી તેમની સુરક્ષા અને સુવિધાને સુનિશ્ચિત કરવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
મહિલા ન્યૂયોર્કથી દિલ્હી માટે યાત્રા કરી રહી હતી
મહિલાએ પોતાના પત્રમાં જણાવ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-102માં ન્યૂયોર્કથી દિલ્હી માટે યાત્રા કરી રહી હતી. લંચ પછી વિમાનની લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન નશાના ધૂતમાં એક વ્યક્તિ તેની સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો હતો. આ પછી પણ તે મારી પાસે ઉભો રહ્યો હતો. સહયાત્રીના કહેવા પર તે ત્યાંથી ગયો હતો.
આ પણ વાંચો – પ્રિયંકા ગાંધીએ કહ્યું – અદાણી અને અંબાણીએ મોટાથી મોટા નેતા ખરીદી લીધા, મારા ભાઇને ના ખરીદી શક્યા
વ્યક્તિ પર કોઇ કાર્યવાહી કરી ન હતી
મહિલાએ કહ્યું કે ઘટના પછી તેના કપડા, બેગ અને શૂઝ પલળી ગયા હતા. આ વિશે ક્રૂ મેમ્બર્સને જાણકારી આપી હતી. જે પછી એર હોસ્ટેસ આવી અને ડિસઇનફ્કટેંટ છાંટીને ચાલી ગઇ હતી. થોડા સમય પછી તેમણે એક જોડી પાયજામો અને ડિસ્પોઝેબલ ચપ્પલ આપ્યા હતા. પેશાબ કરનાર વ્યક્તિ પર કોઇ કાર્યવાહી કરી ન હતી.
એર ઇન્ડિયાએ નોંધાવી ફરિયાદ
ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા પછી એર ઇન્ડિયાએ કાર્યવાહી કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે 26 નવેમ્બરે થયેલી ઘટનાના સંબંધમાં ફરિયાદ નોંધાઇ છે. આ સિવાય એર ઇન્ડિયા તરફથી એક આંતરિક સમિતિ પણ બનાવી છે. આ મામલે નાગિરક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એરલાઇન પાસે રિપોર્ટ માંગ્યો છે. નિર્દેશાલયનું કહેવું છે કે લાપરવાહી કરનાર સામે સખત કાર્યવાહી કરાશે.
આરોપી પર 30 દિવસ માટે લાગ્યો પ્રતિબંધ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે આરોપી યાત્રી પર 30 દિવસો માટે પ્રતિબંધ લગાવી દીધો છે. તે આ દરમિયાન એર ઇન્ડિયાની સાથે ઉડાન ભરી શકશે નહીં. આ મામલે ચાલક દળની લાપરવાહીની તપાસ માટે પણ સમિતિ બનાવી છે.