scorecardresearch

ચૂંટણીપચે ઠાકરે અને શિંદે જૂથને નવા નામ ફાળવ્યા – ઉદ્ધવને મળી ‘મશાલ’

EC allots name thackeray and shinde Team : શિંદે જૂથે પસંદ કરેલા ચૂંટણી ચિહ્ન મંજૂર ન થતા હવે નવા ચિહ્નો માટે ચૂંટણીપંચ (Election Commission) સમક્ષ ફરી પ્રસ્તાવ રજૂ કરવો પડશે. શિવસેના પર માલિકી હકના વિવાદને પગલે ગત સપ્તાહે ચૂંટણીપંચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ દ્વારા ‘શિવસેના’ (Shiv Sena) નામ અને ‘ધનૂષબાણ’ પ્રતિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ચૂંટણીપચે ઠાકરે અને શિંદે જૂથને નવા નામ ફાળવ્યા – ઉદ્ધવને મળી ‘મશાલ’

ચૂંટણીપંચે મહારાષ્ટ્રના એક જ રાજકીય પક્ષના બે હરીફ જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્નની ફાળવણી કરી છે. જેમાં ચૂંટણીપંચે ઉદ્ધવ ઠાકરેના જૂથને ‘ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ (Uddhav Balasaheb Thackeray) અને એકનાથ શિદેના જૂથને ‘બાલાસાહેબચી શિવસેના’ (Balasahebchi Shiv Sena) નામ ફાળવ્યુ છે. ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના જૂથના માટે ચૂંટણી ચિહ્ન તરીકે ‘મશાલ’ (Mashaal) પ્રતિકની ફાળવણી કરવામાં આવી છે.

જો કે એકનાથ શિંદેના જૂથને કોઇ ચૂંટણી ચિહ્નની ફાળવણી કરવામાં આવી નથી કારણ કે તેમણે જે ચિહ્નની પસંદગી કરી હતી તે ચૂંટણીપંચની મફત પ્રતિકની યાદીમાં ન હતું. શિંદે જૂથે ગદા, ઉગતા સૂર્ય અને ત્રિશૂલનું પ્રતિક ફાળવવા સૂચન કર્યુ હતુ. હવે શિંદે જૂથે મંગળવારે ફરી નવા પ્રતિકો માટે રજૂઆત કરવી પડશે. શિંદે જૂથે માંગેલા પ્રતિકની ફાળવણી ન કરવા પાછળ ધાર્મિંક કારણો હોવાનું મનાય છે, કારણ કે ગદા, ઉગતો સૂર્ય અને ત્રિશૂલ એ ત્રણેય ધાર્મિક ચિહ્ન છે.

આ પણ વાંચોઃ- ચૂંટણીપંચે ‘શિવસેના’ નામ અને ચૂંટણી ચિહ્ન ‘ધનુષબાણ’ પર શા માટે રોક લગાવી? વાંચો ભૂતકાળની આવી ઘટનાઓ અને તે પાછળના કારણો વિશે

ચૂંટણી પંચનું કહેવું છે કે, મુંબઇ અંધેરી ઇસ્ટની પેટાચૂંટણી દરમિયાન બંને જૂથો તેમને ફાળવવામાં આવેલા નામો પર ચૂંટણી લડશે. શિવસેનાનો અસલી માલિક કોણ છે, જ્યાં સુધી આ વિવાદનું સમાધાન નહીં થાય ત્યાં સુધી બંને જૂથ આ પ્રતીકને લઈને રાજનીતિ કરશે. ખાસ વાત એ છે કે બંને પક્ષો અત્યારે શિવસેના પરનો દાવો છોડવા તૈયાર નથી. પંચના નિર્ણયને ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેઓ કહે છે કે શિંદેએ પાર્ટી છોડી દીધી હતી. તેઓ શિવસેના પર કેવી રીતે દાવો કરી શકે?

Web Title: Election commission allots name to uddhav thackeray camp and eknath shinde team

Best of Express