ચૂંટણી પંચે 8 ઓક્ટોબર, 2022 શનિવારના રોજ શિવસેના (Shiv Sena)ના ‘ધનુષ અને તીર’ના ચૂંટણી ચિન્હના ઉપયોગ પર વચગાળાની રોક લગાવી છે. આ રોક ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બેને હરિફ જૂથો – શનિસેના અને એકનાથ શિદે દ્વારા માન્યતા માટેના દાવાઓ અંગે કોઇ નિર્ણય ન આવે.
ચૂંટણી પંચે આ મામલે પોતાના આદેશમાં જણાવ્યુ કે, (A) “એકનાથરાવ સંભાજી શિંદેની આગેવાની હેઠળના અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના બંને જૂથોમાંથી કોઈને પણ પક્ષનું નામ ‘શિવસેના’ વાપરવાની મંજૂરી આપવી જોઇએ નહીં”;(b) “કોઈપણ…જૂથને…શિવસેના માટે આરક્ષિત ‘ધનુષ અને તીર’ પ્રતિકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં”; અને (c) “બંને…જૂથો તેમની ઓળખ અનુસાર નામો પસંદ કરી શકશે”.
ચૂંટણી પંચે જણાવ્યુ કે,આ પગલું ભરવાનું કારણ “બંને હરીફ જૂથોને એકસમાન રાખવા તેમજ તેમના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે, અને ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, … વર્તમાન પેટા-ચૂંટણીઓના ઉદ્દેશ્યને આવરી લેવા અને આ બાબત અંગેના વિવાદના અંતિમ નિર્મય સુધી પહોંચવા માટે આમ કરવામાં આવ્યુ છે.”
ચૂંટણી પંચે આદેશમાં ઉમેર્યુ છે કે, “વર્તમાન પેટા-ચૂંટણીઓના ઉદ્દેશ્ય માટે, બે જૂથોને “આવા અલગ અલગ પ્રતિકો ફાળવવામાં આવશે જેની તેઓ મફત પ્રતિકોની યાદીમાંથી પસંદ કરી શકે છે…”
અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. એકનાથ શિંદેના જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા આ પેટાચૂંટણીમાં ‘ધનુષ અને તીર’ પ્રતિકનો ઉપયોગ કરવા પર રોક મૂકવા માટે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
આ ઘટનાઓ પાછળનું મૂળ કારણ શું?
જ્યારે કોઈ અગ્રણી પક્ષનું વિભાજન થાય છે, ત્યારે તેના ચૂંટણી ચિન્હ માટે ઘણી વાર વિવાદ સર્જાય છે, જે સામાન્ય રીતે તેની ઓળખનું સૌથી મહત્વપૂર્ણ પ્રતિક હોય છે અને મતદારો સાથે તે મૂળભૂત રીતે જોડાયેલું હોય છે. ભારતીય મતદારો સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે, તેઓ “કમલ કા ફુલ” કે “પંજા” અથવા “ઝાડુ”ને મત આપશે, તે અનુક્રમે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રતિક છે.
આ અગાઉ ચૂંટણી પંચે ઓક્ટોબર 2021માં આવો જ નિર્ણય લીધો હતો, તે વખતે લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ‘બંગલા’ ચૂંટણી પ્રતિક પર રોક લગાવી દીધી હતી. આ કેસમાં પણ શિવસેના અને એકનાથ શિંદે જૂથ જેવો જ હતો. જેમાં સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની આગેવાની હેઠળના એલજેપીના બે જૂથો અને પાસવાનના મોટા ભાઈ પશુપતિ કુમાર પારસમાંથી તે વર્ષે (2021માં) 30 ઓક્ટોબરે બિહારના કુશેશ્વર અસ્થાન અને તારાપુર બેઠકો માટેની વિધાનસભા પેટાચૂંટણીમાં ચૂંટણી પ્રતિકનો કોણ ઉપયોગ કરશે તે નક્કી કરવાનું હતું. જૂન 2021માં લોક જનશક્તિ પાર્ટીનું વિભાજન થયુ હતુ.
તેની પહેલા વર્ષ 2017માં સમાજવાદી પાર્ટી (સાયકલ) અને AIADMK (બે પાંદડા) વિભાજિત થયા પછી ચૂંટણી ચિન્હને લઈને વિવાદ સર્જાયો હતો.
ચૂંટણી પંચે વિવિધ રાજકીય પક્ષોના ચિહ્નો કેવી રીતે નક્કી કરે છે?
સિમ્બોલ્સ ઓર્ડર, 1968ની કલમ-15 – જેનો શિવસેનાના કેસમાં ચૂંટણી પંચ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કલમ અનુસાર – “જ્યારે પંચને એવું લાગે કે … માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષના હરીફ પક્ષો અથવા જૂથો બંને એવો દાવો કરે છે તેઓ પક્ષકાર છે, ત્યારે ચૂંટણી પંચ તે કેસની તમામ ઉપલબ્ધ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લીધા બાદ અને સુનાવણી (તેમના) પ્રતિનિધિઓ… અને જો અન્ય વ્યક્તિઓને સાંભળવાની ઈચ્છા હોય તો તેના આધારે નિર્ણય લઈ શકે છે. આવા હરીફ પક્ષો અથવા જૂથ અથવા આવા કોઈ પણ હરીફ પાર્ટી અથવા જૂથો જે માન્ય રાજકીય પક્ષ છે અને ચૂંટણી પંચનો નિર્ણય આવા તમામ હરીફ પક્ષો અથવા જૂથો માટે બંધનકર્તા રહેશે.
આ બાબત માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષો (જેમ કે શિવસેના અથવા એલજેપી)ના વિવાદોને લાગુ પડે છે. રજિસ્ટર્ડ પરંતુ માન્યતા ન ધરાવતા પક્ષોમાં વિભાજનના મામલે ચૂંટણી પંચ સામાન્ય રીતે સામસામા બંને જૂથોને તેમના મતભેદોને આંતરિક રીતે ઉકેલવા અથવા કોર્ટમાં અપિલ કરવાની સલાહ આપે છે.
વર્ષ 1968માં પ્રથમ વાર આવો વિવાદ સર્જાયો
તે 1969 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલીવાર વિભાજન થયું હતું.
3 મે, 1969ના રોજ પ્રમુખ ડૉ. ઝાકિર હુસૈનનું અવસાન થતાં પક્ષની અંદરના હરીફ જૂથ સાથે ઈન્દિરા ગાંધીનો સંઘર્ષ વધી ગયો. કે કામરાજ, નીલમ સંજીવા રેડ્ડી, એસ નિજલિંગપ્પા અને અતુલ્ય ઘોષની આગેવાની હેઠળના કૉંગ્રેસના જૂના રક્ષક તરીકે ઓળખાતી આ સિન્ડિકેટે રેડ્ડીને પદ માટે નામાંકિત કર્યા હતા. ઈન્દિરા, જેઓ તે સમયે વડાપ્રધાન હતા, તેમણે ઉપરાષ્ટ્રપતિ વી.વી. ગિરીને અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યા અને પક્ષના પ્રમુખ નિજલિંગપ્પાએ જારી કરેલી વ્હીપને અવગણી “conscience vote” માંગ્યો.
જેમાં વી.વી. ગિરી જીતી ગયા બાદ ઈન્દિરાને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા, અને પાર્ટી નિજલિંગપ્પાની આગેવાની હેઠળની “જૂની” કોંગ્રેસ (O) અને ઈન્દિરાની આગેવાની હેઠળની “નવી” કોંગ્રેસ (J)માં વિભાજિત થઈ ગઈ.
“જૂની” કોંગ્રેસે પક્ષનું પ્રતિક બે બળદની જોડી રાખી, જ્યારે છૂટા પડેલા ઇન્દિરા ગાંધીના જૂથે પોતાની માટે વાછરડા સાથે ગાયનું પ્રતીક અપનાવ્યુ હતુ.
ચૂંટણી ચિહ્નના વિવાદને ઉકેલવા માઇનોરીટી ટેસ્ટ સિવાય અન્ય વિકલ્પ?
ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં ઉકેલવામાં આવેલા લગભગ તમામ વિવાદોમાં, પક્ષના પ્રતિનિધિઓ/પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યોની સ્પષ્ટ બહુમતી એક જૂથને સમર્થન આપે છે. શિવસેનાના કિસ્સામાં, પક્ષના મોટાભાગના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકનાથ શિંદેના પક્ષમાં ગયા છે.
આવું ફક્ત 1987માં AIADMKના વિભાજનના કિસ્સામાં થયું હતુ, જેનો વિવાદ એમ જી રામચંદ્રનના મૃત્યુ પછી સર્જાયો હતો. આ કિસ્સામાં ચૂંટણી પંચને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એમજીઆરની પત્ની જાનકીની આગેવાની હેઠળના જૂથને બહુમતી સાંસદો અને ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે જયલલિતાને પક્ષના સંગઠનમાં મર્યાદિત સમર્થન હતું. પરંતુ કયા જૂથે પક્ષનું ચિહ્ન જાળવી રાખવું તે અંગે ચૂંટણી પંચને નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવે તેની પહેલાં જ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું..
જે મુળભૂત પક્ષને પાર્ટીનું પ્રતીક ન મળે તો શું થાય?
કોંગ્રેસના પ્રથમ વિભાજનના કિસ્સામાં, ચૂંટણી પંચે બંને કોંગ્રેસ (O) તેમજ અલગ થયેલા જૂથને માન્યતા આપી હતી જેના પ્રમુખ જગજીવન રામ હતા. કૉંગ્રેસ (O) ની કેટલાક રાજ્યોમાં નોંધપાત્ર હાજરી હતી અને તેણે સિમ્બોલ્સ ઓર્ડરના પારસ 6 અને 7 હેઠળ પક્ષોની માન્યતા માટે નિર્ધારિત માપદંડોને પૂરા કર્યા હતા.
આ નિયમનું વર્ષ 1997 સુધી પાલન કરવામાં આવ્યુ હતુ. જો કે, જ્યારે ચૂંટણીપંચે કોંગ્રેસ, જનતા દળ વગેરેમાં વિભાજનના કેસો ઉકેલ્યા ત્યારે બાબતો / પરિસ્થિતિઓ બદલાઈ ગઈ – એવા વિવાદો જેના કારણે સુખ રામ અને અનિલ શર્માની હિમાચલ વિકાસ કોંગ્રેસ, નિપમચા સિંહની મણિપુર, મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસ, લાલુ પ્રસાદની આરજેડી, નવીન પટનાયકનું બીજુ જનતા દળ વગેરેની રચના થઈ..
1997માં ચૂંટણીપંચે એ નવા પક્ષોને રાજ્ય કે રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા આપી ન હતી. પંચનું માનવું હતુ કે, તેની માટે માત્ર સાંસદો અને ધારાસભ્યો હોવું પૂરતું નથી, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મુળભૂત (અવિભાજિત) પક્ષોની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ચૂંટણી પંચે એ એક નવો નિયમ રજૂ કર્યો જે હેઠળ મુળ ક્ષમાંથી અલગ થયેલા જૂથે પોતાની એક અલગ પક્ષ તરીકે નોંધણી કરાવવાની હતી, નોંધણી થયા બાદ જ તે રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીમાં માત્ર દેખાવના આધારે આધારે રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરના રાજકીય પક્ષના દરજ્જા માટે દાવો કરી શકે છે.