Explained Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ રવિવાર 12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે (Dosa Delhi Mumbai Express way) ના પ્રથમ ચરણનું ઉદ્ધાટન કર્યું હતું. આ તકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) એ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જનસભાને સંબોધી હતા. આ દરમિયાન તેમણે પૂર્વી રાજસ્થાન કેનાલનો (ERCP Yojana) મુદ્દો ઉઠાવ્યો હતો.
અશોક ગેહલોતે કહ્યું, ‘વડાપ્રધાન માટે આટલા ટૂંકા અંતરાળ પછી ફરીથી કોઈ રાજ્ય (રાજસ્થાન) ની મુલાકાત મહત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે તમે અહીં આવતા રહેશો. તમે દૌસામાં છો, જે 13 ERCP જિલ્લાઓ પૈકી એક છે. ERCP એક મુદ્દો બની ગયો છે. તમે તમારી જયપુર અને અજમેર રેલીઓમાં કહ્યું હતું કે, તમે ERCPને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે જાહેર કરવા માટે સકારાત્મક વલણ દાખવશો. તેથી હું અપેક્ષા રાખું છું કે તમે પ્રાથમિકતા આધાર પર નિર્ણય લેશો.
ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં 50 રસ્તાઓને નેશનલ હાઈવે પર અપગ્રેડ કરવા માટે મંજુરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ગેઝેટ નોટિફિકેશન આવ્યું નથી. “મને આશા છે કે અન્ય બાકી કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે,” તેમણે ઉમેર્યું.
વધુમાં અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં 50 માર્ગોને નેશનલ હાઇવે બનાવવા માટે મંજૂરી આપી દેવામાં છે, છતાં હજુ સુધી કોઇ ગેઝેટ નોટિફિકેશન આવ્યું નથી. પરંતુ મને આશા છે કે, અન્ય બાકી કાર્યો ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે.
મહત્વનું છે કે, રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી 2023 યોજાશે. ત્યારે રાજસ્થાન સરકારે શુક્રવારે રાજ્ય સ્તરનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ગેહલોત સરકારે ERCP માટે 13,000 કરોડની ફાળવણીની ઘોષણા કરી છે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
હવે ERCP અંગે વાત કરીએ તો ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દક્ષિણ રાજસ્થાનની કુન્નુ, પાર્વતી અને કાલીસિંધ નદીઓ જેવી ચંબલ અને તેની ઉપનદીઓમાં વરસાદની મોસમમાં જળસંચય કરી રાજ્યમાં પાણીની અછત ધરાવતા દક્ષિણ-પૂર્વીય જિલ્લાઓમાં તેનો ઉપયોગ કરવાનો છે. રાજ્યના જળ સંસાધન વિભાગ અનુસાર, રાજ્યના 342.52 લાખ હેક્ટર ભૌગોલિક ક્ષેત્ર સમગ્ર દેશના 10.4 ટકા બરાબર છે, પરંતુ તે ભારતનું સપાટી પરનું પાણી માત્ર 1.16 ટકા અને ભૂગર્ભજળના 1.72 ટકા જ ધરાવે છે.
રાજ્યના જળાશયોમાંથી માત્ર ચંબલ નદીના તટપ્રદેશમાં વધારાનું પાણી છે, પરંતુ આ પાણીને સીધું ટેપ કરી શકાતું નથી. કારણ કે કોટા બેરેજની આસપાસના વિસ્તારને મગરના અભ્યારણ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ERCP પરિયોજના હેઠળ દક્ષિણ રાજસ્થાનની કુન્નુ, પાર્વતી અને કાલીસિંધ નદીઓ જેવી ચંબલ અને તેની ઉપનદીઓમાં વરસાદની મોસમ દરમિયાન ઉપલબ્ધ વધારાના પાણીનો ઉપયોગ કરવાનો અને રાજ્યના પાણીની અછત ધરાવતા દક્ષિણ-પૂર્વીય જિલ્લાઓમાં પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે.
ERCP યોજના અંતર્ગત ડાયવર્ઝન સ્ટ્રક્ચર્સ, ઈન્ટ્રા-બેઝિન વોટર ટ્રાન્સફર, લિંકિંગ ચેનલ્સ અને પમ્પિંગ મેઈન ફીડર ચેનલ્સની મદદથી વોટર ચેનલ્સનું નેટવર્ક બનાવવાનું લક્ષ્ય રખાયું છે. જે 23.67 ટકા વિસ્તાર અને 41.13 ટકા વસ્તીને આવરી લેશે અને લોકોની પાણાની જરૂરિયાત સંતોષાશે.
ERCP ની કલ્પના ક્યારે અને આ યોજના હેઠળ કયા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે?
વર્ષ 2017-18ના રાજ્યના બજેટમાં, તત્કાલિન વસુંધરા રાજેની આગેવાની હેઠળની ભાજપ સરકારે કહ્યું હતું કે, ERCP 13 જિલ્લાઓની લાંબા ગાળાની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે. જેમાં ઝાલાવાડ, બારન, કોટા, બુંદી, સવાઈ માધોપુર, અજમેર, ટોંક, જયપુર, કરૌલી, અલવર, ભરતપુર, દૌસા અને ધોલપુરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને 2017માં સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
વસુંધરા રાજેએ એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ERCPને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકે જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. ત્યારપછી રાજ્યમાં સત્તા પર આવેલી કોંગ્રેસ સરકાર દ્વારા આ માંગ વારંવાર કરવામાં આવી છે. હાલ આ સંદર્ભે CM ગેહલોતે વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને નીતિ આયોગની બેઠકોમાં મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાનની વાતચીત દરમિયાન પણ આને પ્રકાશિત કર્યું છે.
ERCP ને ‘રાષ્ટ્રીય મહત્વ’ના પ્રોજેક્ટ તરીકે જાહેર કરવા પાછળ આ વિચાર
મહત્વનું છે કે, આ યોજના હેઠળ રાજસ્થાનની 41 ટકા વસ્તી આવરી લેવામાં આવી છે. તેમજ આ યોજના પાછળ વ્યાપક ખર્ચ છે. જે એકલી રાજય સરકાર ઉઠાવી શકવામાં સક્ષમ નથી. આવા સંજોગોમાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે આશરે રૂ. 40,000 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ખર્ચને એકલી રાજ્ય સરકાર ઉઠાવી શકે તેમ નથી.
કોટા જિલ્લામાં ERCP પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 600-650 કરોડ રૂપિયાનો છે. હાલમાં તમામ ખર્ચ રાજ્ય ઉઠાવી રહ્યું છે. રાજ્ય ઇચ્છે છે કે કેન્દ્ર તેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે જાહેર કરે જેથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખર્ચ-વહેંચણીનો ગુણોત્તર 90:10 થાય, કેન્દ્ર સરકાર ખર્ચના 90 ટકા ભોગવે છે,” રવિ સોલંકીએ જણાવ્યું હતું. રાજસ્થાન જળ સંસાધન યોજના વિભાગે માર્ચ 2021માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે?
કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયે જુલાઈ 2022માં રાજસ્થાન સરકારને એક નોટિસ મોકલી હતી, જેમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી “આંતર-રાજ્ય મુદ્દાઓનું નિરાકરણ ન આવે અને પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ERCP હેઠળના પ્રોજેક્ટને રોકી દેવામાં આવે”. સલાહકાર સમિતિ”. રાજસ્થાનના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ચંબલ નદીના સહ-બેઝિન રાજ્ય, ભાજપ શાસિત મધ્યપ્રદેશના વાંધાને કારણે પ્રોજેક્ટનું મૂલ્યાંકન અટકી ગયું હતું.