Shyamlal Yadav: ધ ઇન્ડિયન એક્સપ્રેસે ચોરી કરાયેલી ભારતની પ્રાચીન વસ્તુઓ મામલે ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું હતું. આ ચોરી કુખ્યાત દાણચોર સુભાષ કપૂરે જે હાલ તમિલનાડુની જેલમાં સજા ભોગવી રહ્યો છે. દાણચોર સુભાષ કપૂરે ચોરી કરેલી ઓછામાં ઓછા 77 ભારતીય પ્રાચીન અવશેષો હજુ પણ ન્યૂયોર્ક સ્થિત મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટ (મેટ) માં છે. આ મામલે ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટે કડક પગલું ભર્યું હતું. ન્યૂયોર્ક કોર્ટે મ્યુઝિમ વિરૂદ્ધ સર્ચ વોરંટ જારી કર્યા બાદ તેણે એક મોટી જાહેરાત કરી છે.
મેટે જાહેરાત કરી હતી કે તે તાત્કાલિક 15 શિલ્પો ભારતને સુપરત કરશે. ન્યૂયોર્ક કોર્ટના સર્ચ વોરંટમાં સુચિબદ્ધ 15 વસ્તુઓ પૈકી 10ને ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ફ્લેગ કરવામાં આવી હતી. આ સુચિમાં 15માં મધ્યપ્રદેશની 11મી સદીની બીસી સેન્ડસ્ટોન સેલેસ્ટીયલ ડાન્સરની મૂર્તિ (1 મિલિયન ડોલરથી વધુની કિંમત) અને પશ્ચિમ બંગાળની 1લી સદી બીસીની યક્ષ ટેરાકોટાનો સમાવેશ થાય છે.
હકીકતમાં મેટે 30 માર્ચના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં ભારત સરકારને 15 મૂર્તિ સુપરત કરશે તેવી જાહેરાત કરી હતી. તેમજ એવું કહેવામાં આવ્યું છે કે , સુભાષ કપૂર દ્વારા એક સમયે તમામ કૃતિઓ વેચવામાં આવી હતી, જેઓ હાલમાં ભારતમાં જેલની સજા ભોગવી રહ્યો છે.”
આ કલાકૃતિઓ ઇસવી સન પૂર્વથી 11મી સદી સુધીની છે. આ કલાકૃતિઓમાં ટેરાકોટા, તાંબુ અને પથ્થરનો સમાવેશ થાય છે એવું મેટ દ્વારા નોંધવામાં આવ્યું છે.
ન્યૂયોર્ક કોર્ટના સર્ચ વોરંટમાં સૂચિબદ્ધ 15 ભારતીય પ્રાચીન વસ્તુઓની કિંમત $1.201 મિલિયન (આશરે રૂ. 9.87 કરોડ) હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
આ વર્ષે 14 અને 15 માર્ચના રોજ પ્રકાશિત આંતરરાષ્ટ્રીય કંસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશ જર્નલિસ્ટ (ICIJ) અને યૂકે સ્થિત ફાઇનાન્સ અનકવર્ડના સહયોગ દ્વારા ધ ઇન્ડિયન એક્સપ્રેસે કરેલી તપાસમાં સામે આવ્યું છે કે, મેટના કેટલોગમાં સદીઓથી ચાલી આવેલી ઓછામાં ઓછી 77 કૃતિઓ સામેલ છે જેમાં 59 પેઇન્ટિંગ પણ સામેલ છે. આ તમામ કુખ્યાત દાણચોર સુભાષ કપૂર સાથે લિંક ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, કપૂર પ્રાચીન વસ્તુઓની દાણચોરીના આરોપ હેઠળ તમિલનાડુની ત્રિચી સેન્ટ્રલ જેલમાં 10 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર મેટના પ્રચંડ એશિયા સંગ્રહમાં જમ્મુ અને કાશ્મીર મૂળની ઓછામાં ઓછી 94 કલાકૃતિઓ સામેલ છે. જેમાં 81 મૂર્તિઓ, 5 પેઇન્ટિંગ, હસ્તપ્રતોના પાંચ પાના, બે કાશ્મીર કાર્પેટ પ્રાચીન વસ્તુઓ અને સુલેખનનું એક પૃષ્ઠ છે. તે અંગે કોઇ પણ પ્રકારની વિગતો નથી.
સૂચિબદ્ધ પ્રાચીન વસ્તુઓની યાદીમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ દ્વારા ધ્વજવંદન કરાયેલ જમ્મુ અને કાશ્મીરમાંથી બેનો સમાવેશ થાય છે: પ્રેમના દેવ કામદેવની 8મી સદીની પથ્થરની પ્રતિમા; અને ટેરાકોટાથી બનેલી ત્રીજી-ચોથી સદીની હરવાન ફ્લોરલ ટાઇલ (અનુવાદ માનસી ભુવા).