(દિવ્યા એ.) ધ ઈન્ડિયન એક્સપ્રેસની તપાસના લગભગ 15 દિવસ બાદ અમેરિકાના ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટે દુર્લભ 15 પ્રાચીન મૂર્તિઓ- હસ્તશિલ્પો ભારતને પરત કરવાનો ચુકાદો આપ્યો છે. આ શિલ્પો હાલમાં ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (મેટ)માં છે. ન્યુયોર્ક સુપ્રીમ કોર્ટે મ્યુઝિયમ વિરુદ્ધ સર્ચ વોરંટ જારી કર્યું છે. ત્યારબાદ મ્યુઝિયમે ઝડપથી ઘોષણા કરી કે તે દર્લૂભ 15 મૂર્તિઓ ભારતને પરત કરશે.
આ સર્ચ વોરંટમાં સામેલ 15 વસ્તુઓમાંથી 10 વિશે ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ 15 હસ્તશિલ્પોમાં 1 મૂર્તિ મધ્યપ્રદેશની 11મી સદીની બલુઆ પત્થરની સેલેસ્ટિયલ ડાન્સરની (અપ્સરા) છે, જેની કિંમત 10 લાખ ડોલરથી પણ વધારે છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળના 1લી સદીની ઇ.સ. પૂર્વેના યક્ષી ટેરાકોટાનો પણ સમાવેશ થાય છે.
મ્યુઝિયમનું શું કહેવું છે?
ન્યાયિક રેકોર્ડ દર્શાવે છે કે 22 માર્ચના રોજ, ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (મેટ) વિરુદ્ધ સર્ચ વોરંટ જારી કર્યું હતું. મેનિને ન્ યોર્ક પોલીસ વિભાગ અથવા હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના કોઈપણ એજન્ટને પ્રાચીન વસ્તુઓ જપ્ત કરવા અને “બિનજરૂરી વિલંબ કર્યા વિના કોર્ટ સમક્ષ રજૂ કરવા” માટે 10 દિવસનો સમય આપ્યો છે.

30 માર્ચે, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (મેટ) એ એક નિવેદન બહાર પાડ્યું, “હસ્તશિલ્પોને ભારતમાંથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા હતા તે જાણ્યા પછી, તે ભારત સરકારને પરત કરવામાં આવશે. આ તમામ કલાકૃતિઓ એક સમયે સુભાષ કપૂર દ્વારા વેચવામાં આવી હતી, જેઓ હાલમાં ભારતની જેલમાં સજા કાપી રહ્યા છે. નોંધનીય છે કે, કુખ્યાત સુભાષ કપૂર 77 ભારતની એન્ટિક ચીજોની દાણચોરી સંબંધિત કેસમાં સંડોવાયેલો છે. હાલ તે તમિલનાડુની જેલમાં બંધ છે.
સર્ચ વોરંટમાં સામેલ 15 ભારતીય પ્રાચીન ચીજોની કિંમત 1.201 મિલિયન ડોલર એટલે કે લગભગ 9.87 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. સર્ચ વોરંટમાં જણાવાયું છે કે, આ પ્રાચીન ચીજોની ચોરી કરાઈ હતી અને ચોરીની ચીજો પર કબજો કરવો ગુનાના સબૂત બને છે. તે અમેરિકાના કાયદા હેઠળ ગુનો બને છે.
ઈન્ડિયન એક્સપ્રેસને તપાસમાં શું મળ્યું?
ચાલુ વર્ષે 14 અને 15 માર્ચના રોજ પ્રકાશિત ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) અને યુકે સ્થિત ફાઈનાન્સ અનકવર્ડના સહયોગથી કરાયેલી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટસની યાદીના કેટલોગમાં ઓછામાં ઓછી 77 એવી એન્ટીક આઇટમો છે, જેની લિંક સુભાષ કપૂર સાથે જોડાયેલી છે. આતે 77 એન્ટીક આઇટમમાંથી 59 પેઇન્ટિંગ્સ છે. કપૂર પ્રાચીન વસ્તુઓની દાણચોરી માટે તમિલનાડુની ત્રિચી સેન્ટ્રલ જેલમાં 10 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
સુભાષ કપૂર ક્યારે ઝડપાયો?
સુભાષ કપૂરની 30 ઓક્ટોબર, 2011ના રોજ ફ્રેન્કફર્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જુલાઈ 2012માં તે ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. 1 નવેમ્બર, 2022ના રોજ તમિલનાડુના કુંભકોનમની અદાલતે કપૂરને કાંચીપુરમના વરદરાજા પેરુમલ મંદિરમાં ચોરી અને મૂર્તિઓની ગેરકાયદેસર નિકાસ માટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. હાલમાં તે ત્રિચી જેલમાં સજા કાપી રહ્યો છે.

કપૂર પર અમેરિકા તેમજ એશિયામાંથી મૂર્તિઓ અને કલાકૃતિઓની દાણચોરીના આરોપોનો સામનો કરવો પડે છે. જુલાઇ 2019માં હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) દ્વારા ન્યૂયોર્કની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, “કપૂર દ્વારા ચોરી કરાયેલી પ્રાચીન વસ્તુઓની કુલ કિંમત 145.71 મિલિયન ડોલરથી વધારે છે.”