ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં એવી 77 કલાકૃતિઓ હતી જેના પ્રાચીન વસ્તુઓની દાણચોરી સાથે તાર જોડાયેલા છે. હાલ તે વસ્તુ તમિલનાડુની જેલમાં છે. જેના 90થી વધારે ટુકડા છે જે જમ્મૂ-કશ્મીરની અનકહી દાસ્તા દર્શાવે છે.
ઈન્ટરનેશનલ કંસોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) અને યુકે સ્થિત ફાઈનાન્સ અનકવર્ડના સહયોગથી ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેટના કેટલોગમાં સુભાષ કપૂરની લિંક સાથે ઓછામાં ઓછી 77 પ્રાચીન વસ્તુઓ સામેલ છે, જેમાં 59 પેઇન્ટિંગ્સનો સમાવેશ થાય છે. સુભાષ કપૂર પ્રાચીન વસ્તુઓની દાણચોરી માટે તમિલનાડુમાં 10 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
બીજી બાજુ J&Kમાં ગુમ થયેલી કલાકૃતિઓ મામલે નોંધાયેલી FIR ધૂળ ખાઇ રહી છે. આમાંછી અમુક મામલે આરટીઆઇ રોકોર્ડ, કોર્ટ અને પોલીસ રેકોર્ડ અનુસાર ટ્રેસ ન કરવાના રૂપમાં બંધ કરી દેવાયા છે. જે અંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત શ્રીનગરમાં મુખ્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને નિષ્ણાતો સાથે વાતચીત કરવામાં આવી હતી.
મેટ ખાતેની જમ્મુ અને કાશ્મીરની કલાકૃતિઓમાંથી જે તે ક્ષેત્રની ક્યારેક શૈવ, વૈષ્ણવ અને બૌદ્ધ ધર્મની ફલતી-ફૂલતી
સંસ્કૃતિઓને પ્રતિબિંબિત કરે છે, 24 અમેરિકન ગણિતશાસ્ત્રી સ્વર્ગસ્થ સેમ્યુઅલ એલેનબર્ગની છે, જેઓ યુએસ સ્થિત એન્ટિક ડીલરના સહયોગી હતા.
ત્રણ કલાકૃતિઓ,બે શિલ્પો અને એક પેઇન્ટિંગ સુભાષ કપૂર સાથે જોડાયેલી છે, જે મૂર્તિની તસ્કરી અને ચોરીના આરોપમાં તમિલનાડુમાં 10 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકાના મ્યૂઝિયમમાં રાખેલો ભારતનો ખજાનો તમિલનાડુની જેલમાં બંધ તસ્કર સાથે જોડાયેલો છે
જમ્મુ અને કાશ્મીરના શિલ્પોની મેટની સૂચિ દર્શાવે છે કે શ્રીનગરના બહારના હાર્વન બૌદ્ધ મઠમાંથી કામદેવની 8મી સદીની પ્રતિમા અને તેની પાંચ ટાઇલ્સમાંથી એક (ત્રીજી અથવા ચોથી સદી) કપૂરની ન્યૂયોર્ક ગેલેરી વર્ષ 1993-1992 આસપાસ આર્ટ ઓફ ધ પાસ્ટથી પ્રાપ્ત કરવામાં આવી હતી. (અપડેટ ચાલુ…)